Author: Vikram Raval

Ahmedabad,તા.૭ અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગેરકાયદેસર અને નિયમોનો ભંગ કરતી અનેક સિઝનલ દુકાનો અને એકમો સામે કાર્યવાહી કરીને તેમને સીલ કર્યા હતા. આ કાર્યવાહી બાદ શહેરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ અંગે કડક ચેકિંગ હાથ ધરાયું હતું. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એએમસીએ હવે સીલ કરાયેલી સિઝનલ દુકાનોને શરતી ધોરણે ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે, વેપારીઓ હાલ માત્ર રાખડી અને અન્ય સિઝનલ વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. ફટાકડાનું વેચાણ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના વેચાણ માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ફટાકડા વેચવા માટે…

Read More

Surat,તા.૭ સુરત શહેરમાં નશાના કારોબાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહેલા ટ્રકમાં દરોડો પાડી અંદાજે રૂ.૪.૦૪ કરોડનો પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સાથે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ટ્રકમાં ભરેલી ચોખાની પાપડીના જથ્થા પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક પોષ ડોડો સંતાડ્યો હતો, જેથી પોલીસ અથવા ચેકિંગ એજન્સીઓને શંકા ન જાય. જોકે,એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકની અટકાયત કરી છે. તેની પૂછપરછના આધારે આ…

Read More

Rajkot,તા.૭ રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂતને ફેસબુક પર અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી છે.ફેસબુક એકાઉન્ટથી શરૂ થયેલી મિત્રતા અંતે રૂ.૬.૩૧ લાખની સાયબર છેતરપિંડીમાં ફેરવાઈ હતી. ફરિયાદના આધારે રાજકોટ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી અને દિલ્હી-ગ્રેટર નોઈડામાંથી એક આફ્રિકન યુવતી સહિત ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આરોપી યુવતીએ ફોન પર પોતે વિધવા અને એક દીકરાની માતા હોવાનું જણાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેણે ખેડૂત અને તેના પરિવાર માટે જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનો દાવો કર્યો અને વોટ્‌સએપ પર સતત સંપર્કમાં રહી મિત્રતાનો સંબંધ મજબૂત બનાવ્યો. થોડા દિવસ બાદ ટોળકીના અન્ય સભ્યોએ દિલ્હી એરપોર્ટના અધિકારી હોવાનું જણાવી ખેડૂતનો સંપર્ક…

Read More

Surendranagar,તા.૭ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મીના રહેણાંક મકાનમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધાનો રાજકોટ રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરી હતી, જ્યારે આ મામલે ફરાર થયેલા એએસઆઇ સંજય રાઠોડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈજી નીર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ટીમે રતનપરની રામેશ્વર ટાઉનશીપમાં દરોડો પાડ્યો હતો. અહીં ધજાળા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સંજય નાથાભાઈ રાઠોડના મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગની કામગીરી ઝડપાઈ હતી. દરોડા દરમિયાન દિવ્યરાજસિંહ ચુડાસમા, વિપુલ સીધવ, અરુણ કોઠારી, દલસુખ સીંધવ, વિજય દેત્રોજા અને એએસઆઇ સંજય રાઠોડના પિતા નાથાભાઈ રાઠોડ સહિત ૬…

Read More

Mehsanaતા.૭ કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા રાજપુર ગામની આ ઘટના છે. પાંચમી ઓગસ્ટના રોજ સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ રાજપુર સીમમાં ઝુલાસણ રોડ પર આવેલી બંધ રેમ્બો કંપની પાસે આ હત્યા થઈ હતી. રાધેશ્યામ શર્મા નામના વ્યક્તિ, જેઓ પોતાની રિયલ સિક્યુરિટી એજન્સી ચલાવે છે, તેઓ પોતાની હેરિયર કાર લઈને સાઈટ ચેક કરવા ગયા હતા. આ દરમિયાન અચાનક એક પીકઅપ ડાલુ અને રિક્ષા લઈને આવેલા શખ્સોએ તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાંથી બહાર કાઢીને રાધેશ્યામભાઈ પર મોટા છરા, કુહાડી, લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ…

Read More

Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! આજે ભારત માત્ર વૈશ્વિક અર્થતંત્રનો એક ભાગ નથી રહ્યું, પરંતુ વિશ્વના આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ વિકાસ એન્જિન બની રહ્યું છે. અમેરિકા, યુરોપ અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓ ધીમી વૃદ્ધિ, મોંઘવારી, ઊંચા વ્યાજદર અને ભૌગોલિક-રાજકીય પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ભારત આશરે ૬.૫% થી ૭.૫%ના આર્થિક વિકાસદર સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રહ્યું છે.ભારતની આર્થિક મજબૂતી પાછળ મુખ્યત્વે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું-ચાંદી અને રિયલ એસ્ટેટ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોનો મોટો ફાળો છે. આ ક્ષેત્રોમાં વધતી સ્થાનિક મૂડી અને રોકાણ દેશના આંતરિક આર્થિક પાયાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ભારતીય શેરબજાર :…

Read More

Ahmedabad,તા.07 શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને રાત્રિના સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે `મિડનાઈટ એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ શહેરના 49 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઓળખાયેલા આશરે 150 હોટસ્પોટ પર દરરોજ મધરાતથી મોડી રાત સુધી સઘન નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધરાશે. ખાસ કરીને સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સી.જી. રોડ, વસ્ત્રાપુર, સરખેજ, વેજલપુર અને નિકોલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિશેષ નજર રહેશે. રાત્રિના સમયે લુખ્ખા તત્ત્વો, સ્ટંટ-રેસિંગ કરનારાઓ તથા કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મિડનાઈટ એક્શન પ્લાનની કામગીરી માત્ર મેદાની પોલીસ પૂરતી મર્યાદિત નહીં રહે. પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ઉઈઙ…

Read More

Ahmedabad, તા.7 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની GPCB પ્રાદેશિક કચેરીઓમાં મોટો સાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યો છે. બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર કચેરીનું અંતર 84 કિમી હતું, જે હવે રાજકોટ કચેરી હેઠળ આવવાથી ઘટીને માત્ર 29 કિમી એટલે કે 55 કિમીનો ઘટાડો થઈ જશે. આનાથી અધિકારીઓની…

Read More

Ahmedabad, તા. 7 રાજ્યસભામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2021થી 30 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં કુલ રૂ. 1,607.64 કરોડનાં ઈ-ચલણ ચૂકવવાના બાકી છે. આટલી મોટી રકમનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી હોવાનાં મામલે ગુજરાત સમગ્ર દેશમાં 7મા સ્થાને આવે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 1.99 કરોડથી વધુ ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. દેશમાં સૌથી વધુ બાકી ઈ-ચલણની યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. 11,331 કરોડથી વધુની રકમ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ દિલ્હી (રૂ. 11,097.07 કરોડ), તામિલનાડુ (રૂ. 3,601.76 કરોડ), હરિયાણા (રૂ. 2,620.53 કરોડ), ઓડિશા (રૂ. 2,167.52 કરોડ) અને…

Read More

New Delhi,તા.07 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે કેન્દ્ર સરકારે મેટાના અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. મેટાના ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કેપ્લનના નેતૃત્વમાં આવેલી ટીમને સરકારનાં કડક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે બેઠક દરમિયાન મેટાની ટીમને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે શું મેટાએ એવા કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે પેમેન્ટ લીધું જેનાથી જનતામાં અશાંતિ ફેલાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, મેટાના અધિકારીઓએ બાળકોનાં જાતીય શોષણવાળા કન્ટેન્ટ અને ડીપફેક સાથે જોડાયેલી નિષ્ફળતાઓને સ્વીકારી અને માન્યું કે એક ખાસ પ્રકારનાં કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણું બધું ભંડોળ આપવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, વૈષ્ણવે મેટાને એ…

Read More