Author: Vikram Raval

New Delhi,તા.૬ ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ઘણા અનુભવી ખેલાડીઓની વિદાય સાથે, યુવા ચહેરાઓને વધુને વધુ તકો મળી રહી છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે માને છે કે ફક્ત યુવા ખેલાડીઓ પર આધાર રાખવો ટેસ્ટ ક્રિકેટમાં સફળતા પ્રાપ્ત કરવી સરળ રહેશે નહીં. તેમનું કહેવું છે કે લાંબા ફોર્મેટમાં અનુભવ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો આજ છે, અને ટીમમાં સિનિયર ખેલાડીઓની હાજરી મહત્વપૂર્ણ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ૧૫ ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આ શ્રેણીમાં જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં…

Read More

સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી New Delhi, તા.૬ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે ૨ મોટા નિર્ણયો લેવાયા, જેની સીધી અસર ભારતની ઈકોનોમી પર પડશે. પહેલો નિર્ણય ગોવર્ધન યોજનાને મંજૂરી, જેની અંદર ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. બીજો નિર્ણય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. સરકારે આસામમાં ૪ લેન હાઈવેને મંજૂરી આપી છે. આવો બંને નિર્ણય વિશે વિસ્તારથી જાણીએ. સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ગોબર, પાકના અવશેષ, શહેરોનો જૈવિક કચરો અને…

Read More

૨૦૦૦ના દાયકામાં ભણશાળીએ તેની ભવ્ય ફિલ્મ ‘દેવદાસ’ માટે તે સમયે નવીસવી કરીનાનો સ્ક્રિન ટેસ્ટ લીધો હતો Mumbai, તા.૬ સંજય લીલા ભણશાળી અને કરીના કપૂર હવે તેમનો અઢી દાયકા જુનો ઝઘડો ભૂલી જઇ સાથે કામ કરે તેવા સંજોગો નિર્માણ થઇ રહ્યા છે. સંજય લીલા ભણશાળીએ કરીનાને તેમની ધનુષ સાથેની આગામી ફિલ્મ ઓફર કરી હોવાનુ ંકહેવાય છે.૨૦૦૦ના દાયકામાં ભણશાળીએ તેની ભવ્ય ફિલ્મ ‘દેવદાસ’ માટે તે સમયે નવીસવી કરીનાનો સ્ક્રિન ટેસ્ટ લીધો હતો. પણ કરીના કપૂરની ભૂમિકા આખરે ઐશ્વર્યા રાયને ફાળે ગઇ હતી. જેને કારણે યુવાન કરીનાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગ્યું હતું. આથી તેણે ક્યારેય સંજય લીલા ભણશાળી સાથે કામ…

Read More

અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓને પક્ષકાર બનાવવામાં આવ્યા Mumbai, તા.૬ તેણે એઆઈ દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો, નકલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, અનધિકૃત રીતે તેની ઓળખના વ્યાવસાયિક ઉપયોગ અને તેની તસવીરોવાળા મર્ચેન્ડાઇઝના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ કોમર્શિયલ કેસમાં અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓ (જ્હોન ડો પ્રતિવાદીઓ)ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. શ્રુતિનો આરોપ છે કે આ તમામ તેનાં અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને હોસ્ટ અથવા પ્રસારિત કરવામાં સંકળાયેલા છે.જસ્ટિસ અભય આહુજાએ લેટર્સ પેટન્ટની કલમ હેઠળ શ્રુતિ હસનને આ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. કેસના કેટલાક મુદ્દાઓ બોમ્બે હાઈકોર્ટના પ્રાદેશિક…

Read More

સુહાના ખાન અને શાહરૂખખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘કિંગ’ આગામી નાતાલ વખતે રજૂ થવાની છે Mumbai, તા.૬ હાલ બોલિવુડની ટોચની હિરોઇનોમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. દીપિકા એટલી નિર્દેશિત આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પુરૂ કરી સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.દીપિકા સપ્ટેમ્બરની શરૂઆતમાં તેના હિસ્સાનું શૂટિંગ પુરૂ કરી લેવાની વેતરણમાં છે. ઉલ્લેખનીય છે કે દીપિકા તથા રણવીરે ગત એપ્રિલમાં તેઓ બીજાં સંતાનના માતાપિતાન બનવાનાં હોવાની જાહેરાત કરી હતી. દીપિકાની પહેલી દીકરી દુવાને આગામી સપ્ટેમ્બરમાં બે વર્ષ પૂર્ણ થવાનાં છે.‘રાકા’ના પ્રથમ ભાગનું આ ફાયનલ શેડયુઅલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય…

Read More

શરૂઆતમાં Rashmika આ ઈજાની વાત જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ બાદમાં ચાહકો સાથે માહિતી શેર કરવાનો નિર્ણય કર્યો Mumbai, તા.૬ રશ્મિકા મંદાનાએ પોતાની ગંભીર હિપ ઈજા અંગે પ્રથમ વખત જાહેર કરતાં જણાવ્યું છે કે સતત કામના દબાણ વચ્ચે તેણે પોતાનાં શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું હતું. સોશિયલ મીડિયાથી થોડા સમય દૂર રહ્યા બાદ રશ્મિકાએ એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની ગેરહાજરીનું કારણ જણાવ્યું અને હાલમાં સ્વસ્થ થવાની પ્રક્રિયામાં હોવાની માહિતી આપી છે. રશ્મિકાએ પોસ્ટ સાથે ઘરમાં આરામ દરમિયાનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમાં તેની સેલ્ફી, પાળેલા શ્વાનો સાથેની પળો, પઝલ ઉકેલતી તસવીરો, મીઠી વાનગીઓ અને ચાહકો તથા…

Read More

તાજેતરમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ ઈરાન પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ જ સંદેશમાં, તેમણે હુમલાને ટાળવા વિશે પણ વાત કરી હતી. આનું કારણ એ હતું કે ઈરાન અને ઘણા ગલ્ફ દેશોએ તેની વિનંતી કરી હતી, કારણ કે કરાર માટેનું માળખું બની ગયું હતું. જોકે, થોડા કલાકો પછી, ઈરાની લશ્કરી સૂત્રોના હવાલાથી અહેવાલો બહાર આવ્યા કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર કોઈ કરાર થયો નથી. થોડા દિવસો પહેલા, વ્હાઇટ હાઉસે હમાસના નિઃશસ્ત્રીકરણ માટે પંદર-મુદ્દાની ફ્રેમવર્કની જાહેરાત કરી હતી, જ્યારે તે જ દિવસે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન પર મોટા પાયે બોમ્બમારો શરૂ કર્યો હતો. થોડા…

Read More

Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં શરૂઆતની ખરીદી તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના સતત ટેકાના કારણે સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. જોકે દિવસ આગળ વધતા ઉપરના સ્તરે નફાવસૂલી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, પ્રથમ ત્રિમાસિકના કેટલાક મિશ્ર કોર્પોરેટ પરિણામો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે બજારમાં વોલેટિલિટી વધી હતી. પરિણામે મુખ્ય સૂચકાંકો શરૂઆતની તેજી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા અને દિવસ દરમિયાન વધઘટ સાથે ટ્રેડ થયા. તેમ છતાં સ્થાનિક લિક્વિડિટી અને પસંદગીયુક્ત લાર્જકેપ શેરોમાં ખરીદીના કારણે બજાર મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહ્યું હતું. સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને…

Read More

Bhavnagar,તા.06 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામના યુવાન જે કર્મકાંડ સાથે સિદસર ખાતે તબેલો ધરાવીને પશુપાલન નો વ્યવસાય કરેછે તે આજે બપોરના સમયે બાઇક હંકારી ને ભાવનગર થી ઉંચડી આવીરહ્યા હતા.તણસા નજીક પહોંચતા આગળ રહેલા ટ્રકપાછળ ફુલસ્પીડ મા બાઇક ઘુસાડી દેતા સ્થળપરજ ભુદેવ યુવાનના મસ્તક માંથી એટલી સ્પીડમાં લોહીવહી ગયું હતુંકે ક્ષણભરમાં અહીંલોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ અંગેની વિગત મુજબ કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કરણ મનુભાઈ જોષી ઉ.વ.આ32 આજે બપોર ના અરસામા ભાવનગર થી કંકોત્રી લઈને પોતાના ઉંચડી ગામ તરફ એકલાજ બાઇક હંકારી ને આવીરહ્યા હતા.આ સમયે તણસા ગામ નજીક થી પસાર થતા હતા ત્યારે ફોર વહીલો લઈને જતા…

Read More

Gondal-Dhoraji, તા.6 સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા, ખેડૂતોના પાક અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ’સૌની યોજના’ મારફતે નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ દંડક વિરલભાઈ પનારા દ્વારા આ અંગે મુખ્યમંત્રીને લેખિત આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોંડલ તાલુકાના નિલાખા ગામે આવેલો ભાદર-1 ડેમ રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ જૂથ યોજના માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ડેમની 80 કિલોમીટર લાંબી કેનાલ મારફતે ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા અને જૂનાગઢ વિસ્તારના 100થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે…

Read More