- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
Vadodara,તા.06 વિશ્વામિત્રી નદીના કોતરમાં કચરો ઠાલવવાની વધતી સમસ્યાને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના વિસ્તારમાં રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 3 વચ્ચે આવેલા મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના માર્ગની બાજુમાં વિશ્વામિત્રી નદીના કિનારે લોકો દ્વારા કચરો ઠાલવવાની અને ગંદકી ફેલાવવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા નદીના કિનારે સફાઈ અને રી-સેક્શનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રાત્રી બજારથી મંગલ પાંડે બ્રિજ સુધીના વિસ્તારમાં ગાર્ડન…
Vadodara,તા.06 વડોદરા પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અનુસાર સતત કેસો ચાલુ રાખ્યા છે. ગઈકાલે હરણી રોડ ઉપર 42 લાખનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ અકોટા પોલીસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડીલીવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડયો છે.અકોટા ગાર્ડન પાસે એક યુવક હાઈબ્રીડ ગાંજો લઈ આવનાર હોવાની વિગતો મળતા અકોટા પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બલેનો કાર લઈ આવેલા શકમંદ યુવકને પોલીસે ઘેરી લઈ તપાસતા તેની પાસેથી રૂ.3.78 લાખનો 108 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકનું નામ ઋષભ (લાલબાગ, વડોદરા) હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેની પાસેની કાર અને મોબાઈલ મળી રૂ.9 લાખ ઉપરાંતની મતા કબજે…
Mumbai,તા.06 બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને વર્ષ 2025માં ભારત ક્ષેત્રે સૌથી પ્રભાવશાળી અને પાવરફુલ સેલિબ્રિટીનો તાજ પોતાના નામે કર્યો છે. ‘ક્રોસ ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીએ 22%નો જંગી ઉછાળો નોંધાયો છે, જેના કારણે તેની કુલ બ્રાન્ડ વેલ્યુ $177.9 million (અંદાજે ₹1,565 crore) થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં તે આ યાદીમાં ત્રીજા ક્રમે હતો.સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પર પ્રભાવના આધારે તૈયાર કરાયેલા રેન્કિંગ મુજબ:અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતની ટોપ 25 સેલિબ્રિટીઝની એકંદર બ્રાન્ડ વેલ્યુ $2 billion (અંદાજે ₹17,590 crore) અંદાજવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 3.7%નો ઘટાડો દર્શાવે છે. આ…
Ahmedabad, તા.6 અમદાવાદના બહેરામપુરામાં એક નામાંકિત કોસ્મેટિક કંપનીનું નામ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને નકલી સાબુ તથા ફેસવોશ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે રેડ પાડી અંદાજે રૂ. 11.68 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ (3,894 નંગ ડુપ્લીકેટ સાબુ અને 6,490 નંગ ફેસવોશ) જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે દાણીલીમડાના મોહમ્મદ જુનેદ પટેલ નામના શખસની ધરપકડ કરી છે. આરોપી અસલી કંપનીના ટ્રેડમાર્ક અને લોગોની કોપી કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકર હેઠળ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી બજારમાં નકલી સાબુ અને ફેસવોશ વેચતો હતો. ન્યુ રાણીપના શુકન સિટી ખાતે રહેતા અને પુણેની ‘યામી ઘર શોપ પ્રા. લી.’ કંપનીમાં ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ પ્રોટેક્શનનું કામ સંભાળતા 30 વર્ષીય…
Ahmedabad, તા.6 ગુજરાતમાં ચોમાસાની આ ઋતુ દરમિયાન 15 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસો નોંધાયાં છે, જેમાં 35 લેબ-પુષ્ટિ થયેલા કેસો અને 22 બાળકોનાં મોત સામેલ છે. ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનનાં બાળકોમાં પણ આ વાયરસના લક્ષણો અને ચેપ જોવા મળ્યાં છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે એક વિશેષ `નેશનલ જોઇન્ટ આઉટબે્રક રિસ્પોન્સ ટીમ’ તૈનાત કરી છે, જેથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા અને તબીબી તપાસને ઝડપી બનાવવામાં મદદ મળી શકે. ચાંદીપુરા વાયરસ એ મુખ્યત્વે એક ખાસ માખી સેન્ડફ્લાય દ્વારા ફેલાતો વાયરસ છે, જે ખાસ કરીને નાનાં બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લે છે. આ વાયરસના…
Ahmedabad,તા.06 સમકાલીન કલાકાર મોના જૈન તેમની બહુપ્રતીક્ષિત એકલ કલા પ્રદર્શની “Find Your Path” દ્વારા કલા પ્રેમીઓ સમક્ષ પોતાની નવીનતમ કૃતિઓ રજૂ કરી રહ્યા છે. આ પ્રદર્શની આત્મશોધ, આંતરિક શાંતિ, ચેતના અને માનવીય લાગણીઓના વિવિધ પાસાઓને રંગો અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરે છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન મંગળવાર, 4 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે અમદાવાદ ની ગુફા (Amdavad Ni Gufa), અમદાવાદ ખાતે યોજાશે. આ પ્રસંગે કલા, સંસ્કૃતિ, જાહેર જીવન અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. મુખ્ય અતિથિઓ અને વિશિષ્ટ મહેમાનો શ્રી સુહાસ માંત્રી – માનદ વાણિજ્ય દૂત, બેલારુસ અને મોન્ટેનેગ્રો આઈ.પી.એસ અજય ચૌધરી – એડીજીપી, એબ્સ્ટ્રેક્ટ…
Ahmedabad, તા.6 ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો તેના રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના અગાઉના કામકાજના દિવસ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે. આ ઓફર માટે રૂા. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 829થી રૂ. 871 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 17 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂના 414.50 ગણી અને 435.50 ગણી છે.…
Maharashtra,તા.6 મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાલ બુધવારે પણ ચાલુ રહી હતી. આ ડોકટરો મહારાષ્ટ્ર સરકારના એ ફેસલાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં બીએચએમએસ સીસીએમપી એટલે કે હોમિયોપેથી ડીગ્રીની સાથે 1 વર્ષનો સર્ટીફીકેટ કોર્સ કરનારા ડોકટરોને એલોપથી દવા લખવાની મંજૂરી આપવામાં આવી છે. એમબીબીએસ ડોકટરોનું કહેવું છે કે, આ ખતરનાક છે. હવે ડોકટરોના વિરોધમાં હવે આઈએમએની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અને આઈએમએ ઈન્ડિયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. એમબીબીએસ ડોકટરોનું કહેવું છે કે, માત્ર 1 વર્ષનો કોર્સ કર્યા બાદ હોમિયોપેથીક ડોકટરોને એલોપેથીક દવા લખવાની મંજૂરી આપવી દર્દીઓની તબીયત માટે ખતરનાક છે. ડોકટરોનો આરોપ છે કે આથી ડબલ રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન…
Pakistan તા.6 પાકિસ્તાન સરકારમાં ટોચના સ્તરે ફેરફાર અને પીએમ શાહબાજ શરીફના રાજીનામાની અટકળોને પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરના નજીકના ગણાતા અને ગૃહમંત્રી મોહસીન નકવીએ ફગાવી દીધી છે. નકવીએ સરકારના ભવિષ્યને લઈને સવાલો પર સ્પષ્ટતા કરી હતી કે, શાહબાજ વડાપ્રધાન તરીકે તેમના પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો કરશે. ઉલ્લેખનીય છે કે ઉપરોકત અટકળો ખુદ તેમના અને શાહબાજ સરકારના સહયોગી બિલાવલ ભુટ્ટોના હાલના નિવેદનોથી શરૂ થઈ ગઈ છે. જોકે તેઓ ઈસ્લામાબાદમાં કોઈ મોટા ફેરફારની વાત નકારી રહ્યા છે. પાકિસ્તાની સેનાના નજીકના મનાતા મોહસીન નકવીએ બુધવારે પત્રકારોને કહ્યું હતું કે સરકારનો જવાનો કોઈ સવાલ જ નથી, વડાપ્રધાન શાહબાજ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે.…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.6 અમરેલી શહેરમાં છેલ્લા ર દાયકા કરતાં પણ વધારે સમયથી રખડતા ગૌવંશની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતુ નથી. ગૌવંશ ટાઢ, તડકો અને વરસાદમાં અનેક યાતનાઓ ભોગવી રહૃાા છે. અકસ્માતનોભોગ અને અકસ્માતનું કારણ પણ બની રહૃાા છે છતાં એકપણ જીવદયાપ્રેમી આ બાબતે રજૂઆત કરતાં નથી. તાજેતરમાં પાલિકા ઘ્વારા રખડતા ગૌવંશને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ, તેમાં સફળતા મળી ન હતી. ગૌવંશને ઝડપીને કયાં સલામત સ્થળે રાખવા તે અંગે કોઈ વ્યવસ્થા જ જોવા મળતી નથી. આગામી દિવસોમાં મુખ્યમંત્રીનું અમરેલીમાં આગમન થવાનું હોય તે સમયે પાલિકાનાં શાસકો ઘ્વારા ગૌવંશને સલામત સ્થળે ખસેડવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી. પરંતુ,…
