- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
(મિલાપ રૂપારેલ) Amreli, તા.6 અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે આવેલું વર્ષો જૂનું બિલ્ડિંગ નવી બ્રોડગેજ ટ્રેનના પ્લેટફોર્મ અને બ્રોડગેજની અન્ય સુવિધાઓના નિર્માણમાં અડચણરૂપ બન્યું છે. આ બિલ્ડિંગ તોડી પાડવા સામે કેટલાક લોકો દ્વારા વિરોધ અને તેને યથાવત રાખવાની માંગણી કરવામાં આવતી હોવાથી લાંબા સમયથી આ મુદ્ કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો. ત્યારે હવે રેલ્વે વિભાગ દ્વારા જુના બિલ્ડિંગને સંપૂર્ણ દૂર કરવાના બદલે અડચણરૂપ ભાગમાંથી માત્ર 4 મીટર જેટલો ભાગ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહી બાદ પણ અંદાજે ર મીટર જેટલો ભાગ નડતરરૂપ રહે તેમ હોવાથી રેલ્વેની આ નીતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. રેલ્વેના નિયમ મુજબ બ્રોડગેજ…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.6 અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલા બનાવોમાં એક મહિલા અને ત્રણ યુવક સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે નોંધાતા બનાવ અંગે જે તે સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રથમ બનાવમાં લાઠી તાલુકાના ચાવંડ ગામે ચામુંડા માતાજીના મંદીર પાસે રહેતા વિપુલભાઇ રમેશભાઇ મીઠાપરા નામના 33 વર્ષીય યુવકને તેમની પત્નિ સાથે જમવા બાબતે ઝધડો થયેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા ગત તા.3 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાના કોઇપણ સમયે ચાવંડ ગામે કાણકીયા સ્કુલ પાસે આવેલ અવાડા પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પી’ જતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું…
Amreli, તા. 6 અમરેલી શહેરનાં ચિત્તલ રોડ પર આવેલા ડેમનાં પાળાથી ખોડીયાર મંદિર સુધીનો માર્ગ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. પરંતુ આ સમગ્ર માર્ગ પર સ્ટ્રીટ લાઈટની પૂરતી સુવિધા ન હોવાથી રાત્રિનાં સમયે ભારે અંધકાર રહે છે, જેના કારણે અકસ્માતનો ભય તેમજ મહિલાઓ, વૃદ્ધો અને રાહદારીઓ માટે અસુરક્ષાની સ્થિતિ સર્જાય છે. આ જનહિતના પ્રશ્નને ધ્યાનમાંરાખીને શક્તિત ગ્રુપ ટીમ, અમરેલી દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ આ માર્ગ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી છે. શક્તિત ગ્રુપ ટીમે જણાવ્યું છે કે, સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ થતાં હજારો શ્રદ્ધાળુઓ અને નાગરિકોને સુરક્ષિત અવરજવર કરવામાં…
Amreli, તા.6 માતૃભૂમિની સરહદો પર અપ્રતિમ શેર્ય અને સમર્પણના પ્રતીકસમા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્તત કરવાના હેતુથી શાંતાબેન હરિભાઈગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમનું અત્યંત ભાવસભર અને સંસ્કૃતિમય આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે, મા ભોમની રક્ષા કરતા સૈનિક ભાઈઓ પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા કોલેજની વિદ્યાર્થીની બહેનોએ 60 પવિત્ર રાખડીઓ તથા સ્નેહ- સંવેદનાઓથી સભર પત્રો દિલ્હી સ્થિત આર્મી હેડ-ક્વાર્ટર ખાતે રવાના કર્યા હતા. દેશના સીમાડા સાચવતા વીર જવાનો સુધી બહેનોનો આ સ્નેહસેતુ પહોંચે તેવો આ મંગલ પ્રયાસ હતો. આ સમગ્ર દેશભક્તિતપૂર્ણ કાર્યક્રમનું સફળ…
Rajula, તા.5 જાફરાબાદ બસસ્ટેશન ખાતે આવતી ઊના -જાફરાબાદ આવતી બસ ઊના ડેપો થી સાંજ ના 6 કલાકે ઉપડતી જાફરાબાદ 7:30 કલાકે પહોંચતી આ બસ છેલ્લા ઘણા સમયથી રાત્રીના 9:00 કલાકે પહોંચી રહી છે. એના કારણે વર્કશોપ માંથી નીકળતી બસ નું ટેકનિકલ રિપેરિંગ કામ કરવામાં નહીં આવતા આ બસના વઈફર બંધ હાલતમાં હોય છે. આ બસની લાઈટ પણ બંધ હાલતમાં હોય છે. જેના કારણે ઘણી વખત ઘણા કિલોમીટર ચાલી ગયા પછી ફરી આ બસને યુટને લઈને વર્કશોપ માં લઇ જવી પડતી હોય છે. જેના કારણે કલાકો સુધી આ બસ સમયસર જાફરાબાદ ખાતે ન પહોંચતા મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે. જેના…
New Delhi, તા. 6 બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવા માટે શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારત માટે આ સીરીઝ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તેનાં દ્વારા જ તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ચક્રની ફાઇનલમાં પહોંચવાની પોતાની સંભાવનાઓને મજબૂત કરશે. ભારત માટે હાલ WTC ની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો એટલો સરળ નથી અને તેને જીતની શરૂઆત આ જ શ્રીલંકા પ્રવાસથી કરવી પડશે, જેની પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી થવાની છે. ખાતામાં ફક્ત ચાર જીત બે વખત WTC ની ફાઇનલ રમી ચૂકેલી ટીમ ઈન્ડિયા હાલમાં WTC ટેબલમાં પાંચમાં સ્થાને છે. તેણે નવ મેચોમાં ચાર જીત અને ચાર હાર…
New Delhi, તા. 6 ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે શ્રીલંકા પહોંચીને અભ્યાસમાં લાગી ગઈ છે. શ્રીલંકાની પરંપરાગત રીતે ધીમી અને ટર્ન લેતી પિચો પર શુભમન ગિલ એન્ડ કંપનીની અગ્નિપરીક્ષા થશે. ક્યારેક વિદેશી પેસર ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતાં પણ હવે ફિરકી ભારતીય બેટ્સમેનોની સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. છેલ્લાં નવ ટેસ્ટ (અફઘાનિસ્તાનને છોડીને) ટીમે જે ઘરમાં રમ્યાં છે તેમાં 72 ટકા વિકેટ તેના સ્પિનરોએ ઝડપી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ અભ્યાસ માટે પોતાની સાથે ચાર વધારાનાં નેટ બોલર લઈને પહોંચી છે. આ ચારેય સ્પિનરોની શૈલી અલગ-અલગ છે. આનાથી બેટ્સમેનોને દરેક પ્રકારની સ્પિનનો…
New Delhi,તા.06 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ હવે પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, બીસીસીઆઈએ બ્રોન્કો ટેસ્ટ માટેનો બેઝ સમય 6 મિનિટથી ઘટાડીને 5 મિનિટ 15 સેકન્ડ અને પછી 5 મિનિટ 20 સેકન્ડ કરી દીધો છે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓએ હવે આ સમય મર્યાદામાં 1200 મીટર દોડ પૂર્ણ કરવી પડશે. વધુમાં, 2-કિલોમીટર દોડ (2K ટેસ્ટ) માટે 9-10 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પહેલાં, ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે યો-યો ટેસ્ટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે બ્રાન્કો ટેસ્ટને પ્રાથમિક ફિટનેસ ટેસ્ટ બનાવવામાં આવ્યો છે. બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ…
New Delhi, તા.6 બાંગ્લાદેશના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનના મગુરા શહેરમાં આવેલા ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. શાકિબના ઘર પર હુમલો રાત્રે 8:45 થી 9 વાગ્યાની વચ્ચે થયો હતો. મગુરા સદર પોલીસ અધિકારી મોહમ્મદ અબ્દુલ્લા અલ મામુને જણાવ્યું હતું કે કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો અને બારીઓ તોડી નાખી હતી. હુમલાખોરોએ ઘરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ઠંડા પીણાની બોટલોમાં ભરેલું પેટ્રોલ લાવ્યા હતા. સદનસીબે, હુમલા સમયે ઘર ખાલી હતું, તેથી…
New Delhi, તા. 6 શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલાં ભારતનાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ રવિન્દ્ર જાડેજાની બોલિંગ માનસિકતામાં આવેલાં મોટા બદલાવને લઈને મહત્વની પ્રતિક્રિયા આપી છે. પૂજારાએ કહ્યું કે જાડેજા હવે રેડ-બોલ ક્રિકેટમાં વધુ ખતરનાક અને આક્રમક બોલર બની ચૂક્યાં છે. 89 ટેસ્ટ મેચોમાં 25.12 ની શાનદાર એવરેજથી 348 વિકેટ લઈ ચૂકેલાં જાડેજા હવે ફક્ત રન રોકવાને બદલે દરેક બોલ પર બેટ્સમેનને આઉટ કરવાનાં ઇરાદાથી બોલિંગ કરે છે. ડિફેન્સિવથી અટેકિંગ માઈન્ડસેટ સુધીની સફર પૂજારાના જણાવ્યાં અનુસાર, પહેલાં જાડેજાની વિચારસરણી મુખ્યત્વે રન રોકવાની રહેતી હતી. તેમણે જણાવ્યું, ‘પહેલાં જ્યારે રવિન્દ્ર જાડેજા બોલિંગ કરતાં હતાં ત્યારે તેમની વિચારસરણી…
