Author: Vikram Raval

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની OpenAI નું લેટેસ્ટ AI મોડલ ‘GPT-5.6 Sol’ હાલમાં ટેક જગતમાં ભારે વિવાદમાં સપડાયું છે. આ એડવાન્સ મોડલ ડેવલપર્સની સ્પષ્ટ મંજૂરી કે પરમિશન વિના જ યુઝર્સની પર્સનલ ફાઇલો અને પ્રોડક્શન ડેટા ડિલીટ કરી રહ્યું હોવાના સનસનાટીભર્યા આક્ષેપો થયા છે. જોકે, આ સમસ્યા કેટલી વ્યાપક છે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયું, પરંતુ OpenAI દ્વારા અગાઉ પોતાની સિસ્ટમ કાર્ડ ગાઇડલાઇન્સમાં દર્શાવવામાં આવેલા જોખમો સાથે આ ઘટનાઓ સીધી રીતે સુસંગત હોવાથી વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. કંપનીએ અગાઉ જ ચેતવણી આપી હતી કે આ મોડલ કોડિંગ અને પ્રોગ્રામિંગ ટાસ્ક દરમિયાન ક્યારેક અનધિકૃત અથવા નુકસાનકારક પગલાં ભરી શકે…

Read More

Ahmedabad, તા. 22 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2026માં શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મેળવનારી ગુજરાતી ફિલ્મ `મારણ’ (MAARAN) આગામી 31 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા જઈશ. તેમણે સમાજને સ્પર્શતી વિષયવસ્તુ ધરાવતી ગુજરાતી ફિલ્મના નિર્માણ બદલ નિર્માતાઓ અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા અભિષેક જૈને મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે `મારણ’ને મળેલું રાષ્ટ્રીય સન્માન સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત છે. તેમણે ગુજરાતી સિનેમાને સતત પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર…

Read More

Mumbai,તા.22 બોલિવૂડના દિવંગત અભિનેતા ફારૂક શેખના હોસ્ટિંગ હેઠળ 2000ના દાયકાની શરૂઆતમાં ભારે લોકપ્રિયતા મેળવનાર આઇકોનિક ટોક શો ‘Jeena Isi Ka Naam Hai’ ફરી એકવાર નવા અંદાજમાં પરત ફરી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર આ શો ‘Jeena Isi Ka Naam Hai 2.0’ ના નામે ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. ઓરિજિનલ શોમાં સેલિબ્રિટીઝના અંગત અને વ્યાવસાયિક જીવનની રસપ્રદ વાતો દર્શકો સમક્ષ લાવવામાં આવતી હતી. હવે આ નવા અને અપગ્રેડેડ વર્ઝનને હોસ્ટ કરવાની જવાબદારી લોકપ્રિય અભિનેતા આર. માધવન સંભાળશે. ‘Jeena Isi Ka Naam Hai 2.0’માં આવનારા મહેમાનો અંગે હિન્ટ આપતા માધવને જણાવ્યું કે, “આ સીઝનમાં અમે એવા અસાધારણ વ્યક્તિત્વો અને દિગ્ગજોને…

Read More

New Delhi,તા.22 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા હૉકી વર્લ્ડ કપ માટે ભારતે ટીમની જાહેરાત કરી દીધી છે. 4 મોટા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે ટીમની કમાન હરમાનપ્રીત સિંહના હાથમાં છે.FIH હૉકી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટીમમાં 20 ખેલાડીઓને તક મળી છે. યુરોપ પ્રો લીગમાં રમનારા ચાર મહત્ત્વના ખેલાડીઓ ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેમાં ડિફેન્ડર અમનદીપ લકરા, મિડફીલ્ડર રાજ કુમાર પાલ અને રબીચંદ્ર સિંહ મોઇરાંગથેમ, તથા ફોરવર્ડ સેલ્વમ કાર્થીના નામ સામેલ છે. ભારતે ગયા મહિને FIH પ્રો લીગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 4 મેચ જીતી, 5 ડ્રો રહી અને 7 હારી,…

Read More

New Delhi,તા.22 સંજુ સેમસને ટી-20 વર્લ્ડકપ 2026 ( T20 World Cup 2026)માં ભારત માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ સંજુને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાની તક મળી નહોતી. જે બાદ રોહિત શર્માએ તેમની હિંમત વધારતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આખરે સાચી સાબિત થઈ. T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો હતો. હવે ભારત દુનિયાની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 વાર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2024માં રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તો વર્ષ 2026માં સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીતવામાં સફળતા હાસલ…

Read More

New Delhi,તા.22 ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક અને મહા મુકાબલા સમાન ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમને સ્પેન સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. મેદાન પર જર્મની કે અન્ય કોઈ દેશની જેમ જ આ વખતે સ્પેને આર્જેન્ટિનાના વિજય રથને રોક્યો હતો. ફાઇનલમાં મળેલી આ અણધારી અને આઘાતજનક હાર બાદ આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી મેસેજ શેર કર્યો છે, જે વિશ્વભરના ફૂટબોલ ફેન્સમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.લિયોનેલ મેસીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…

Read More

New Delhi,તા.22 ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુએ પોતાની દમદાર વાપસીનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. તેમણે 2 દિવસ પહેલાં શનિવારે જાપાન ઓપન સુપર-750નો ખિતાબ જીત્યો અને મેડલ પોતાના નામે કર્યો છે. પી.વી સિંધુએ જાપાન ઓપનની ફાઇનલમાં ત્રણ વારની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચીને 21-17, 21-17 થી હરાવી હતી.જેમાં સિંધુએ લગભગ 2 વર્ષ પછી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. 31 વર્ષની પીવી સિંધુએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના કમબેકમાં કોહલીની ભૂમિકાનો મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાં તેમણે વિરાટ પાસે સલાહ લીધી હતી, અને તેમની એક શિખામણે સમગ્ર વિચાર બલવી નાંખ્યો હતો.સિંધુએ લખ્યું કે,…

Read More

Dhaka,તા.22 બાંગ્લાદેશ સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમનું આયોજન કરવાની આશા રાખે છે અને મુસ્તફિઝુર રહેમાન વિવાદ બાદ તિરાડ પડેલા દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોને પુનજીવત કરવા માટે “રમતગમત રાજદ્વારી”નો આશરો લઈ રહ્યું છે. બીસીસીઆઈના નિર્દેશો બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મુસ્તફિઝુરને આઈપીએલમાંથી બહાર કર્યા પછી આ વર્ષની શરૂઆતમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. તેના જવાબમાં, બાંગ્લાદેશે સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ કરીને T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો. આ ઘટનાઓની ભારતના બાંગ્લાદેશ પ્રવાસ પર પણ અસર પડી. ઓગસ્ટ 2025 માં યોજાનારી મર્યાદિત ઓવરની શ્રેણી મુલતવી રાખવામાં આવી છે અને હવે તે સપ્ટેમ્બરમાં યોજાવાની છે. બાંગ્લાદેશના રમતગમત રાજ્યમંત્રી અમીનુલ હકે મંગળવારે જણાવ્યું હતું કે સંબંધોને…

Read More

Kabul,તા.22 આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. હશમતુલ્લાહ શાહિદીએ ટીમના ODI કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ 2022 થી 50 ઓવરના ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. શાહિદીએ છેલ્લે ભારત સામે કેપ્ટનશીપ કરી હતી. શાહિદીની કેપ્ટનશીપ હેઠળ, અફઘાનિસ્તાને એશિયા કપ અને 2023 ODI વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તેમણે 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. શાહિદીની કેપ્ટનશીપ હેઠળ, અફઘાનિસ્તાને 27 મેચ જીતી હતી. શાહિદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે, સંપૂર્ણ સન્માન સાથે અને મારી સ્વતંત્ર ઇચ્છાથી, હું જાહેરાત કરી રહ્યો છું કે હું મારી…

Read More

London, ઇંગ્લેન્ડમાં `ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સ્પર્ધાના પ્રથમ દિવસે પુરુષોની ‘ધ હન્ડ્રેડ’ મેચમાં MI ની નવી ફ્રેન્ચાઇઝી MI લંડન મેદાનમાં ઉતરી હતી. આ રોમાંચક મેચમાં MI ની ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરવા માટે ભારતીય સ્ટાર રોહિત શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા MI ની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ સુકાની રહી ચૂક્યા છે અને તેમની કેપ્ટન્સી હેઠળ મુંબઈ 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યું છે. રોહિત શર્માએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે, તેમની સદી છતાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. રોહિત હાલમાં ઇંગ્લેન્ડમાં જ રોકાયેલા છે. મેચ…

Read More