- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવીને ડ્રેનેજ લાઈનમાંથી ત્રણેય યુવકોને બેભાન અને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા Ahmedabad, તા.૭ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનોના અભાવે ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનો સમગ્ર હાઉસકીપિંગ સ્ટાફ દેખાવા સાથે હડતાળ પર ઉતરી ગયો છે.મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે યુ.એન. હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી ચાલી રહી હતી. આરોપ છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા…
આગામી ૨ થી ૩ દિવસમાં તમામ પુજારીઓ માટે ખિસ્સા વગરનો ખાસ યુનિફોર્મ તૈયાર કરવામાં આવશે Haridwar, તા.૭ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા મનસા દેવી મંદિર ટ્રસ્ટ દ્વારા ચઢાવાની વ્યવસ્થાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ફરજ બજાવતા તમામ પુજારીઓ હવે ફરજ દરમિયાન ખિસ્સા વગરના ખાસ કુર્તા પહેરીને જ સેવા આપશે, જેથી કોઈ પણ પુજારી ચઢાવાના પૈસા પોતાના ખિસ્સામાં ન મૂકી શકે. રામ મંદિરમાં ચઢાવાને લઈને સામે આવેલા વિવાદો બાદ મનસા દેવી મંદિર પ્રશાસને આ મોટું પગલું ભર્યું છે.આગામી ૨ થી ૩ દિવસમાં તમામ પુજારીઓ માટે ખિસ્સા વગરનો ખાસ યુનિફોર્મ તૈયાર કરવામાં આવશે, જે…
આવા નિવેદનોને સનસની ફેલાય તેવા ના બનવા દેવા જોઇએ : જસ્ટિસ અમાનુલ્લાહ New Delhi, તા.૭ મોહમ્મદ પયગંબર અંગે વાંધાજનક ટિપ્પણી બદલ નાઝિયા ખાન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની તાત્કાલીક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી હતી સાથે જ એવી સલાહ આપી હતી કે સિસ્ટમ પર ભરોસો રાખો પોલીસ પાસે જવા પણ કહ્યું હતું.નાઝિયા ખાને જૂન મહિનામાં એક પોડકાસ્ટમાં પયગંબર અને તેમના પરિવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના મુદ્દે નાઝિયા ખાન સામે અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે મુસ્લિમો દ્વારા રેલીઓ પણ કરવામાં આવી હતી.…
ટ્રમ્પના દબાણને વશ બંધારણની ખાસ કલમનો ઉપયોગ ફિફાની શરણાગતિથી ફૂટબોલ જગતમાં રોષ Washington, તા.૭ વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો સૌથી આઘાતજનક વિવાદ સર્જાતા ફૂટબોલ વિશ્વમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ભારે તનાવ ફેલાયો છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં રમાતા વર્લ્ડકપમાં અમેરિકાના એક ખેલાડીને રેડ કાર્ડ અપાતા વિશ્વ ફૂટબોલ મહાસંઘના વડા ઈન્ફિનાટોને ત્રણ વખત ફોન કરીને ધમકી ભર્યા સુરમાં ખખડાવ્યા હતાં કે ‘અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુન પર બોસનિયા સામેની મેચ દરમ્યાન લાદવામાં આવેલા રેડ કાર્ડના વન-મેચ સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવે જેથી તે હવે પછીની અમેરિકા માટેની મહત્વની મેચ રમી શકે.ફૂટબોલ જગતના આઘાત વચ્ચે ‘ફિફા’એ ટ્રમ્પની માંગણી સ્વીકારી લીધી છે અને હવે…
૨૧મી સદીનો માનવી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો તે ૨૩મી સદીના લોકો જાણી શકશે Washington, તા.૭ અમેરિકાએ સ્વતંત્રતાની ૨૫૦ વર્ષની ઉજવણી કરી. એ દરમિયાન એક અનોખો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. એક ટાઈમ કેપ્સૂલમાં અમેરિકાએ આજના સમયની અમુક ચીજો સાચવવાનું નક્કી કર્યું છે, એમાં આઈફોનનો પણ સમાવેશ થાય છે. એને જમીનમાં દાટી દેવામાં આવશે અને ૨૫૦ વર્ષ પછી ખોલાશે.૨૨૭૬માં જ્યારે અમેરિકા તેની સ્વતંત્રતાના ૫૦૦ વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે એ સમયના અમેરિકનો જમીનમાં દાટવામાં આવેલી ટાઈમ કેપ્સૂલ બહાર કાઢશે. ૪૦૮ કિલો વજનના આ ખાસ પ્રકારના ડબ્બામાં એટલે કે ટાઈમ કેપ્સૂલમાં અમેરિકાની કલા-સંસ્કૃતિને લગતી ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે, પરંતુ ચર્ચા આઈફોનની…
હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું Tehran, તા.૭ ઇરાનના સર્વોચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે. ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી સમૂહ ફક્ત લશ્કરી સંગઠન જ નથી, પરંતુ એક વ્યાપક રાજકીય અને વૈચારિક…
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર ફ્રી વિસ્તારમાં પરીક્ષણ કરીને ચીને ૪૦ વર્ષ જૂના કરારનો ભંગ કર્યો China, તા.૭ ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેની સામે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાને ઉગ્ર વિરોધ નોંધાવીને ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી હતી. જોકે, ચીનની સરકારે તેને વાર્ષિક લશ્કરી કવાયતના ભાગરૂપે થયેલું પરીક્ષણ ગણાવ્યું હતું અને એમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. એક ડમી નિશાનને સફળતાથી તોડી પાડવામાં આવ્યું હતું એવું ચીનની નેવીએ સત્તાવાર નિવેદન આપ્યું હતું.ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડીને પરીક્ષણ કરાયું હતું. નક્કી કરેલા લક્ષ્ય પર…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં શરૂઆત સકારાત્મક રહી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા અનુકૂળ સંકેતો, બેન્કિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં શરૂઆતની ખરીદી તથા વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિમાં સુધારાને કારણે બજાર ઊંચા સ્તરે ખુલ્યું હતું. જોકે દિવસના બીજા ભાગમાં નફાવસૂલીનું દબાણ વધ્યું અને ખાસ કરીને મોટા શેરોમાં વેચવાલી જોવા મળતાં બજારની શરૂઆતની તેજી ધીમે ધીમે ઓછી થઈ ગઈ. અંતિમ કલાકોમાં વેચવાલી વધતાં બજાર નબળાઈ સાથે બંધ થયું. આ દર્શાવે છે કે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત બની રહ્યા છે અને આગામી કોર્પોરેટ પરિણામો પહેલાં જોખમ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. સેન્સેક્સમાં સવારે મજબૂત વધારો જોવા મળ્યો હતો, પરંતુ અંતિમ કલાકોમાં બેન્કિંગ, નાણાકીય અને…
વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો Washington, તા.૭ અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા ‘ૈંઊછૈિ’ ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી…
એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમને તપાસી, સિક્યોરિટી ખામી શોધી અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો : ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર એટેક કરશે California તા.૭ સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની જીઅજઙ્ઘૈખ્તના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ત્નટ્ઠઙ્ઘીેઁકકીિ નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની…
