Author: Vikram Raval

કોમર્શિયલ LPG Cylinderનો ઉપયોગ મુખ્યત્વે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ અને અન્ય વ્યવસાયોમાં થાય છે New Delhi, તા.૧ ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં વધારો થયો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે ૧૯ કિલોના સિલિન્ડર માટે  ૨૮૧૦ ચૂકવવા પડશે. બીજી તરફ, ઘરેલુ ૧૪.૨ કિલોના ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે ન્ઁય્ના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. ઓક્ટોબરની શરૂઆતમાં કરવામાં આવેલી સમીક્ષા બાદ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરનો ભાવ ૨,૭૪૭.૫૦થી વધીને ૨,૮૧૦ થયો છે.…

Read More

Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સપ્ટેમ્બર મહિનાના અંતિમ વેપારી સત્રમાં ભારતીય શેરબજારમાં અગાઉના ઘટાડા બાદ સુધારાની શરૂઆત જોવા મળી રહી છે. અગાઉના બે સત્રમાં થયેલા નોંધપાત્ર ઘટાડા બાદ નીચલા ભાવથી ખરીદી શરૂ થવી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ બની છે. ખાસ કરીને મોટા અને પસંદગીના શેરોમાં ખરીદી વધતા મુખ્ય સૂચકાંકોને ટેકો મળ્યો છે. રોકાણકારો દ્વારા પસંદગીના મોટા શેરોમાં ખરીદી કરવામાં આવતા બજારના મુખ્ય સૂચકાંકોને શરૂઆતમાં ટેકો મળ્યો છે. બજારના ટૂંકા ગાળાના વલણ માટે સકારાત્મક છે. નાના અને મધ્યમ કદના શેરોમાં પણ લગભગ ૦.૭ ટકાનો સુધારો નોંધાયો હતો, જે બજારની અંદર ખરીદીનો વિસ્તાર દર્શાવે છે. બજારમાં સુધારો જોવા મળ્યો હોવા…

Read More

તિથિ પંચમી (પાંચમ) – ૧૨ઃ૩૬ઃ૫૯ સુધી નક્ષત્ર રોહિણી – ૨૮ઃ૨૭ઃ૫૨ સુધી કરણ તૈતુલ – ૧૨ઃ૩૬ઃ૫૯ સુધી, ગરજ – ૨૩ઃ૨૬ઃ૪૩ સુધી પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધિ – ૨૧ઃ૧૮ઃ૦૩ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૩ઃ૪૪ સૂર્યાસ્ત ૧૮ઃ૦૭ઃ૪૨ ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય ૨૧ઃ૧૮ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૧ઃ૦૧ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૫ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૫૩ઃ૫૮ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૧૧ઃ૪૩ થી ૧૦ઃ૫૯ઃ૧૯ ના, ૧૪ઃ૫૭ઃ૧૮ થી ૧૫ઃ૪૪ઃ૫૪ ના કુલિક ૧૦ઃ૧૧ઃ૪૩ થી ૧૦ઃ૫૯ઃ૧૯ ના દુરી / મરણ ૧૪ઃ૫૭ઃ૧૮ થી ૧૫ઃ૪૪ઃ૫૪ ના રાહુ કાળ…

Read More

મેષ આજે તમે મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા નિરાંતવા તથા ખુશ રાખશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. વૃષભ આજના દિવસે માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે…

Read More

વેપારીએ બેંકમા રકમ ઉપાડવા મોકલ્યોને કર્મચારી રૂ.૪૫ લાખ ઉપાડી ફોન બંધ કરી નાસી છૂટ્યો Rajkot તા.૩૦ઃ માર્કેટ યાર્ડની પેઢીનો ચેક બેંકમાં વટાવી ૪૫ લાખની રકમ સાથે રફુચક્કર થયા બાદ અઢી વર્ષે પકડાયેલા આરોપી અમિત ઉર્ફે લાલો ડાભીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વધુુુુ વિગત મુજબ શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા રોનકભાઈ વિનોદરાય ઉદેશીએ પેઢીમાં કામ કરતા શહેરના ચંદ્રેશનગર, માણેક ચોક નજીક રહેતા અમિત ઉર્ફે લાલો હેમતસિંહ ડાભીને રકમ રૂ. ૪૫ લાખનો ચેક ભરી યુનિવર્સિટી રોડ પર બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી રકમ ઉપાડી લાવવા મોકલેલ, પરંતુ અમિત ઉર્ફે લાલો આ રકમ…

Read More

મુંજકા ચોકડી પાસેથી શંકાસ્પદ એકટિવા સાથે ગેરેજ સંચાલક ઝડપયો Rajkot તા.૩૦ઃ શહેર પોલીસે બે સ્થળોએથી ચોરાઉ વાહનો સાથે બે સગીર સહિત ત્રણ શખસોને ઝડપી લીધા છે. ભક્તિનગર પોલીસની ટીમે બે બાળ કિશોરોને ઝડપી શાપર વેરાવળમાંથી ચોરાયેલા બે બાઇક ચોરીના ગુના નો ભેદ ઉકેલ્યો છે. જ્યારે એલસીબી ઝોન-૨ ની ટીમે શંકાસ્પદ એક્ટિવા સાથે ગેરજ સંચાલકને ઝડપી લઇ કુલ રૂ. ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મુજબ શહેર માં વધતા જતા વાહન ચોરીના બનાવો અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચના ને પગલે ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ. જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ. એસ.એચ. ગોહિલ…

Read More

એક મહિનામાં ૧૦થી વધુ મગરનું રેસ્ક્યુ; પાણીની શોધમાં નદીમાંથી કેનાલમાં આવતા હોવાનું વન વિભાગનું તારણ (દિનેશ જોશી દ્વારા) Kodinar તા.૩૦ઃ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં શ્રી ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ આવેલી કેનાલમાં ફરી એકવાર મહાકાય મગર જોવા મળતાં જાગૃત નાગરિક અરવિંદ ચુડાસમાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણીયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે અનુભવી ટ્રેકર્સની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.આ કામગીરીમાં ફોરેસ્ટર એમ.જી. દમણીયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી. વાળા તથા ટ્રેકર્સ પીન્ટુ ચુડાસમા, રાજુ બામણીયા અને ધર્મેશ બારૈયા સહિત સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. મગરને રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે…

Read More

અમેરિકાથી દીકરી આવે ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવાનો પરિવારનો નિર્ણય હતો, તંત્રની ભૂલ અંગે તપાસ કરી આવી ઘટના ફરી ન બને તેવી પરિવારની અપીલ Rajkot તા.૩૦ઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહની અંતિમવિધિને લઈને એક પરિવાર દ્વારા ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ઠાકર પરિવારના જણાવ્યા મુજબ, પરિવારના સભ્યના કુદરતી મૃત્યુ બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. મૃતકની દીકરી અમેરિકાથી પરત આવવાની હોવાથી તે આવ્યા બાદ પરિવારની હાજરીમાં અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પરિવારના જણાવ્યા મુજબ ગઈકાલે મૃતદેહને બિનવારસી માની અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં ઠાકર પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલ તંત્રની કામગીરી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ જામનગર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાલાવડમાં એસઓજીની ટીમે દરોડો પાડી શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ઝડપી પાડી હતી. સ્થળ પરથી આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ ઉપરાંત ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ જામનગરના ખંભાળિયા નાકા પાસે મીરાદાતાર દરગાહ નજીક ઈંડા કરીની રેકડીએ જમવાના બિલ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, દી-પ્લોટ વિસ્તારમાં રહેતા અને બારી-દરવાજાનો વેપાર કરતા ચીરાગભાઈ વિજયભાઈ કટારમલ (ઉ.વ.૨૪) તા.૨૭ સપ્ટેમ્બરના રોજ રાત્રે પોણા ત્રણેક વાગ્યે મિત્ર લેખરાજ કાલવાણી અને હર્ષ ચાંદ્રા સાથે મીરાદાતાર દરગાહ પાસે ઈંડા કરીની રેકડીએ જમવા ગયા હતા. દરમિયાન નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ધોધા તથા તેની સાથેના ઇરફાન કાસમ ખીરા, સાહીદ સલીમભાઈ મથુપોત્રા અને મોહમદહુશેન ઉમરભાઈ ધોધા પણ ત્યાં જમવા આવ્યા હતા.આ દરમિયાન ફરિયાદીનો…

Read More