- Patna: નીતીશ કુમાર માટે મેં ૯ લોકોની હત્યા કરાવી
- વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત છેઃ High Court
- કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું
- Taxની આવક ૧૩% વધી રૂ. ૧૩.૩૮ લાખ કરોડ થઈ
- Ahmedabadમાં આમ જનમત પાર્ટીનું ૨૫૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ
- Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું
- ‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’: Salman Khan
- ‘Jailer 2’ એ પહેલા દિવસે ‘જાના નાયકન’નો રેકોર્ડ તોડ્યો
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ જામનગર જિલ્લામાં પોલીસે તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ વર્લી-મટકાના જુગાર સામે પાંચ સ્થળે દરોડા પાડીને પાંચ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જુદા-જુદા દરોડામાં કુલ રૂ. ૧,૦૭૫ રોકડા તથા વર્લી-મટકાનું સાહિત્ય અને બોલપેન મળી આવ્યા હતા.લાલપુર એસ.ટી. બસ સ્ટેશન પાસે જાહેર રોડ પરથી પોલીસે સાજણ કમાભાઈ ફફલ, ઉંમર ૪૭, રહે. ગોહીલવાસ ધરાનગર, .લાલપુરને વર્લી-મટકાના આંકડા લખતા ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. ૧૨૦ રોકડા, આંકડા લખેલી ચિઠ્ઠી અને બોલપેન મળી કુલ રૂ. ૧૨૦નો મુદ્દામાલ કબજે થયો હતો. જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાં તકદીર પાન પાસે જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખી જુગાર રમતા રવીભાઈ મનસુખભાઈ સોલંકી, ઉંમર ૩૬, રહે. ખરાવાડ, જામજોધપુરને…
જામનગર-દેવભૂમિ દ્વારકામાં ૩૪૭ ટીમોની કાર્યવાહી, એક જ દિવસમાં રૂ.૯૩૪.૭૫ લાખની વસૂલાત (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. બંને જિલ્લાના ૫૪,૦૮૦ ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.૨૩ કરોડની બાકી રકમ વસૂલવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૩૪૭ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. એક જ દિવસની કામગીરી દરમિયાન કુલ ૮,૯૦૪ ગ્રાહકોના કનેક્શન ડિસકનેક્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ૨,૦૩૬ કનેક્શન વાસ્તવમાં કાપી નાખવામાં આવ્યા હતા. ડિસકનેક્શન પૂર્વે જ ૩,૪૫૬ ગ્રાહકોએ બાકી વીજબીલની રકમ ભરપાઈ કરી હતી. આમ, કુલ ૫,૪૯૨ ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી રૂ.૭૦૩.૬૮ લાખની બાકી રકમ આવરી લેવામાં…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ Jamnagar શહેરમાં ફેક્ટરીમાંથી ઈલેક્ટ્રિક મોટર સહિત રૂ.૭.૫૨ લાખની કિંમતના માલસામાનની ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બેડેશ્વર પોલીસ ચોકીની ટીમે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૦૬, ૫૪ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓ ફરિયાદીની માલિકીની સિલ્વર પ્રેટેન પ્રા.લિ. ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તા.૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બંનેએ ફેક્ટરીમાં રહેલી ૧૨ ઈલેક્ટ્રિક મોટર, અંદાજે ૫૦૦ કિલો ટ્રાન્સફોર્મરના કોપરના વાયર તથા આશરે ૪૫ કિલો લોખંડનો સ્ક્રેપ મળી કુલ રૂ.૭,૫૨,૦૦૦ની…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો…
ગંજીપાનાથી તીનપત્તી રમતા ૭ શખ્સ ઝડપાયા, રોકડ સહિત રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને જામનગર એલસીબીએ દરોડો પાડી ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૬૦ હજાર રોકડા, સાત મોબાઇલ ફોન, એક કાર અને બે મોટરસાઇકલ મળી કુલ રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઈ ડાંગરને મળેલી ખાનગી બાતમીના આધારે વીરડા વાડી સીમમાં રમેશભાઈ ગાગીયાની વાડીના શેઢા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સાત શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવતા પોલીસે તમામને ઝડપી લીધા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ Morbiમાં રહેતા યુવાને પોતાના મિત્રને દેશી કટ્ટો કારતુસ સાથે સાચવવા આપ્યો હતો તેમજ દેશી કટ્ટો લઈને યુવાન વિસીપરામાં બેસવા ગયો હતો જ્યાં પેન્ટના નેફામાં દેશી કટ્ટો (બંદુક) મુકવા જતા મિસ ફાયર થતા યુવાનને જાંધના ભાગે ગોળી લાગતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાએ આરોપીઓ આશિષ હેમંત આદ્રોજા રહે રવાપર રોડ મોરબી અને રાજેશ ખીમજી પરમાર રહે વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના દસેક વાગ્યે પોતાની પાસે રહેલ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ નીચી માંડલ ગામે બે મિત્રો દુકાને નાસ્તો લેવા ગયા હતા ત્યારે બે ઇસમોએ ગાળો આપી હાથ ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ ચોટીલા તાલુકાના સુરઈ ગામના વતની હાલ મોરબીના નીચી માંડલ નજીક સેનીસ્ટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા હિતેશ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.૨૮) આરોપીઓ જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ રહે બંને નીચી માંડલ ગામની સીમ તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને મિત્ર…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ મકનસર ગામમાં રહેતા ૪૪ વર્ષીય આધેડે પોતાની જાતે વહેલી સવારના સુમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અરજણભાઈ મેરૂભાઈ સનુરા (ઉ.વ.૪૪) નામના આધેડે પોતાના ઘરે સવારના બે થી ચાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે છાશવારે કેબલ વાયર ચોરી, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા રહે છે પોલીસની નિષ્ક્રિયતાને પગલે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે માળિયાના ચીખલી ગામની સીમમાંથી તસ્કરો પીજીવીસીએલના ૧૫૬૦ મીટર વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના લુંટાવદર ગામના રહેવાસી હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકર (ઉ.વ.૩૪) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા દરમીયાન અજાણ્યા ચોર ઇસમોએ માળિયા તાલુકાના ચીખલી ગામની સીમમાં પીજીવીસીએલ પીપળીયા સબ ડીવીઝન તાબા હેઠળ આવેલ સુલ્તાનપુર ગામથી ચીખમી જતા આશરે ૨૦૦…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાં રેડ કરી પોલીસે દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે માળિયા નવાગામ વાંઢ વિસ્તાર વોકળા કાંઠે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસ ટીમે ૧૪૦૦ લીટર આથો કીમત રૂ ૩૫,૦૦૦ તેમજ ૮ બાચકા જેમાં દેશી દારૂ ભરેલો હતો તેમાંથી કુલ દેશી દારૂ ૪૩૦ લીટર કીમત રૂ ૮૬,૦૦૦ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત કુલ રૂ ૧,૨૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી સમીર જાક્મ જેડા રહે નવાગામ…
