Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૦ નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯.૨૪ ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એસઓજી ટીમે એક ઈસમને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર, વેચાણ કરીને મેળવેલ રોકડ રકમ અને મોબાઈલ સહીત કુલ રૂ ૧.૦૯ લાખનો મુદામાલ કબ્જે લીધો છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા સોસાયટીમાં રહેતો આરોપી મયુર બાબુભાઈ ગોગરા નામનો ઇસમ પોતાના મકાનમાં મેફેડ્રોન પાવડરનો ગેરકાયદેસર જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે જે બાતમીને આધારે એસઓજી ટીમે આરોપીના મકાનમાં રેડ કરી હતી સ્થળ પરથી આરોપી મયુર ગોગરાને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર ૨૯.૨૪ ગ્રામ કીમત રૂ ૮૭,૭૨૦, મેફેડ્રોન પાવડર વેચાણ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbiતા.૨૦ લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી ૨૬ વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી ફરિયાદીને તું જોઈતી નથી, તને રાખવી નથી કહીને માનસિક ત્રાસ આપી પતિએ ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુક્ત પરિણીતા ફિનાઈલ પી ગઈ હતી મૂળ લીંબડીના નદીકાંઠા નાનાવાસના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી હીનાબેન પ્રદીપભાઈ ડાભી (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પતિ પ્રદીપભાઈ ગાંડાભાઈ ડાભી, સાસુ દેવુબેન ગાંડાભાઈ ડાભી, સસરા ગાંડાભાઈ ડાભી, જેઠાણી હેમુબેન અને નણંદ મીનાબેન સંદીપભાઈ રહે બધા માનસધામ સોસાયટી ૦૨, પીપળી ગામ તા. મોરબી વિરુદ્ધ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૦ મોરબી વાંકાનેર હાઈવે પર બે યુવાનો પગપાળા ચાલીને જતા હતા ત્યારે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારી બંને યુવાનોને ઈજા પહોંચાડી હતી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મૂળ ખેરાળી તા. વઢવાણના વતની ઉમેશભાઈ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૧૯) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯ જુલાઈના રોજ ફરિયાદી ઉમેશ અને મિત્ર આરીફ બંને મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર શૈલેષ કાંટા પાસે ચાલીને જતા હતા ત્યારે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી પાછળથી…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi.૨૦ નેકનામ ગામે ખેત મજુરી કરતી ૨૪ વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મૂળ દાહોદ જીલ્લાના વતની સુનીતાબેન માંજુભાઈ સંગોડ (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ પોતાની ઓરડી પાસે આવેલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સુનીતાબેનના લગ્ન દોઢેક વર્ષ પહેલા થયા હતા તેઓ છેલ્લા વીસેક દિવસથી નેકનામ ગામે ભાગમાં જમીન રાખીને રહેતા હતા અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Read More

Morbi,તા.૨૦ હરીપર કેરાળા ગામ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના હરીપર કેરાળા વાડી વિસ્તારના રહેવાસી રેખાબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.૫૦) નામની મહિલા ગત તા. ૧૯ ના રોજ રાત્રીના ૯ વાગ્યા પહેલા હરીપર કેરાળા ગામ પાસે આવેલ કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Read More

Gandhinagarતા.૨૦ સરકારી પ્લોટની ફાળવણી અંગે સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી છે. મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો વધારો કરાયો છે. હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ એક હજાર રૂપિયાથી વધારી પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. ગામતળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાથી વધારી બે લાખ રૂપિયા કરવામાં આવી છે. નવો ઠરાવ અમલમાં આવતા ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને વધુ રાહત મળશે. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૭મી જુલાઈ ૨૦૨૬ના રોજ ઠરાવ બહાર…

Read More

Amreli,તા.૨૦ અમરેલીના ખાંભા  તુલસીશ્યામ રેન્જના રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યો. રબારીકા ગામે વૃદ્ધ ઘરમાં સૂતા હતા અને સિંહે હુમલો કર્યો. રવજીભાઈ સેંજલિયા નામના વ્યક્તિ પર મોડી રાતે સિંહે હુમલો કર્યો. હુમલાથી વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા  થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યાના સમાચાર સામે આવતા જ વન વિભાગ રબારીકા ગામે પહોંચ્યું અને તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ખાંભાના ચતુરી ગામમાં પાંચ વર્ષના જિયાનનું સિંહના હુમલામાં મોત થયું હતું. ખાંભાના ડેડાણ ગામે પણ છેલ્લા ત્રણ દિવસથી સિંહણ લોકોની પાછળ દોડતી હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં સિંહના હુમલાના ઘણા…

Read More

Gandhinagar,તા.૨૦ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી સૂચના મુજબ આક્રમક લાઈફ સાયકલ ફંડમાં હવે ઈક્વિટી રોકાણની મહત્મ મર્યાદા ૭૫ ટકા સુધીની રહેશે. ૪૫ વર્ષની ઉંમર સુધી ૭૫ ટકા ઈક્વિટી રોકાણની મંજૂરી મળશે. ગુજરાત સિવિલ સર્વિસિસ ન્યૂ કોન્ટ્રિબ્યુટરી પેન્શન સ્કીમ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારે જાહેરનામું બહાર પાડીને સુધારેલા નિયમો અમલમાં મૂક્યા છે. ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ગુજરાત સિવિલ સર્વિસિસ (નવી અંશદાન પેન્શન યોજના) નિયમો ૨૦૨૪માં સુધારો કરીને નવા રોકાણ વિકલ્પો ઉમેર્યા છે. શું આવ્યો…

Read More

Ahmedabad,તા.૨૦ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું ચાંપાનેર-પાવાગઢ હવે વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૫૯ કરોડથી વધુનો મેગા માસ્ટર પ્લાન અમલી બનાવ્યો છે. ચાર તબક્કાના આ પ્રોજેક્ટમાં પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ત્રીજા અને ચોથા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢના નવનિર્મિત શિખર પર ૫૦૦ વર્ષ બાદ ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. આ પુનરુદ્ધારના ૪ વર્ષ પૂર્ણ થતાં જ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો…

Read More

Maharashtraતા.૨૦ Maharashtraના રાયગઢ જિલ્લાના ખોપોલી શહેરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, અજાણ્યા ચોરોએ અહીંના ઐતિહાસિક અને પેશ્વા યુગના શિવ મંદિરમાંથી શિવલિંગ પર મુકવામાં આવેલ આશરે ૧૨ કિલોગ્રામ વજનનો ચાંદીનો મુગટ ચોરી લીધો છે. આ મુગટની અંદાજિત કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. આ ચોરી, ચોરોની હિંમત સાથે મળીને, બધાને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ કે આ ઘટના વિશે અત્યાર સુધી શું માહિતી બહાર આવી છે. પેશ્વા યુગના શિવ મંદિરમાં થયેલી ચોરી નોંધપાત્ર છે, કારણ કે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં ચોરો ગુનો કરી શક્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભારે રોષ અને…

Read More