New Delhi તા.1
મધ્યપુર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં અમુક અંશે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે સરકારે તગડો ઝટકો આપ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કોમર્શિયલ રાંધણગેસ સીલીન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો ધરખમ ભાવવધારો ધરવામાં આવ્યો છે.
આ સાથે કોમર્શિયલ એલપીજી સીલીન્ડરની કિંમત 2000 રૂપિયાને પાર થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે સબસીડીયુક્ત ઘરેલુ ગેસની કિંમતમાં કોઈ ભાવવધારો કરાયો નથી તેમાં છેલ્લે ગત 7 માર્ચે 60 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.
કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરમાં તોતીંગ ભાવવધારાને પગલે મોંઘવારી ભડકે બળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય વર્ગ પર બોજ વધશે. હોટલ-રેસ્ટોરાં ઉપરાંત કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા ઔદ્યોગીક એકમો પર મોટો બોજ પડશે અને તેઓ દ્વારા આ બોજ ગ્રાહકો પર ઝીંકવામાં આવે એટલે વિવિધ ક્ષેત્રે અસર પડશે.

