Author: Vikram Raval

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર તા ૨૦, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના મેમણચોક વિસ્તારમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક વેપારીને ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. ૫ હજારની રોકડ રકમ અને રૂ. ૧૦ હજાર કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન સટ્ટા માટેની આઈડી અમદાવાદના એક બુકીએ આપ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાથી પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ધ્રોલના મેમણચોક વિસ્તારમાં આવેલી રોયલ ટચ દુકાનની બહાર…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર, તા. ૨૦, જામનગર તાલુકાના સરમત ગામના ખેડૂત યુવાન પર તેના જ કુટુંબી કાકાએ જૂની અદાવતનો ખાર રાખી ધારીયું અને છરી સાથે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ સરમત ગામના આશાપુરા મંદિર પાસે રહેતા અને ખેતીકામ કરતા પૃથ્વીરાજસિંહ હનુભા જાડેજા ગત ૧૫ જુલાઈના રોજ સાંજે સરમત પાટીયા પાસે આવેલી હીરાભાઈ સવાભાઈ સોલંકીની ચાની હોટલે બેઠા હતા. તે દરમિયાન તેમના કુટુંબી કાકા ભીષ્મરાજસિંહ  હઠીસિંહ જાડેજા અને રઘુવીરસિંહ જાડેજા રોયલ એનફિલ્ડ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ જૂની અદાવતનો ખાર રાખીને ભીષ્મરાજસિંહ જાડેજા હાથમાં ધારીયું અને છરી લઈને પૃથ્વીરાજસિંહ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં ખેતીકામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં ખુશાલીબેન દિનેશભાઈ પીપરોતર (ઉ.વ. આશરે ૧૮ વર્ષ)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ખુશાલીબેન પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટી રહી હતી. દરમિયાન ઝેરી દવાની અસર થતાં તેની તબિયત બગડી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ અંગે માતા હીરીબેન દિનેશભાઈ પીપરોતરની જાણના આધારે શેઠવડાળા પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો હોવાનો આરોપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ઘર ઘૂસી યુવક પર તલવાર, ધારિયું અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલો રોકવા વચ્ચે પડેલી ફરિયાદીની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે જામવાડી ગામના રબારીવાડામાં રહેતા જયેશભાઈ વસ્તાભાઈ કોડિયાતર (ઉ.વ. ૨૯)ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસ મથકે કમાભાઈ ભીખાભાઈ મકવાણા, ભીમા કમાભાઈ મકવાણા, પાંચા કારાભાઈ મકવાણા અને નારણભાઈ કારાભાઈ મકવાણા (તમામ રહે. વાનાવડ,…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર તાલુકાની મોટી ખાવડી સીમમાં આવેલી વાડીમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા મૂળ કેરળના રહેવાસી અને હાલ મોટી ખાવડી સીમમાં રહેતા ડીવેન્સ સીવાન (ઉ.વ. ૨૪ વર્ષ)નું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ડીવેન્સ પાણીની ટાંકી તપાસવા ગયા હતા. દરમિયાન અચાનક તેમનો પગ લપસતાં શરીરનું સંતુલન ગુમાવી તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે મિથિલેશકુમાર સુભાષચંદ્ર શુક્લની જાણના આધારે મેઘપર (પડાણા) પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો દાખલો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર તા ૨૦, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના સંચાલક આશરે ૩૫ વર્ષીય જયેશભાઈ માલદેભાઈ બડીયાવદરા (આહીર)એ કોમ્પ્લેક્સના સાતમા માળેથી કૂદી જતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના ગોકુલનગરના સાંઢિયા પુલ રોડ પર આશાપુરા હોટેલ નજીક આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં બની હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી…

Read More

૬.૨૩ ગ્રામ હેરોઈન, ચાર મોબાઇલ અને વજનકાંટા સહિત રૂ. ૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે; પંજાબનો સપ્લાયર ફરાર (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર, તા. ૨૦ લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ મેઘપર (પડાણા) પોલીસે ત્રણ શખ્સો અને પંજાબના એક કથિત સપ્લાયર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મેઘપર (પડાણા) પોલીસ મથકના એએસઆઈ વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજાને પોલીસ હેડ કોન્સ્ટેબલ મારફતે બાતમી મળી હતી કે પડાણા ગામમાં પાણીના ટાંકા નજીક આવેલી દિનેશભાઈ મઢવીની…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં એક નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં બાળકોમાં વાંચન પ્રત્યે પ્રેરણા સ્ફુરે અને રીડિંગ ફોર જોય માટે ‘‘જામનગર ઇઝ રીડિંગ‘‘ની પહેલ શરુ કરી છે.  નયારા એનર્જીએ આ પહેલને જામનગર જિલ્લાની  ૩૬૯ શાળાઓ અને ૬૮૫ આંગણવાડી કેન્દ્રોના આશરે ૬૧૦૦૦ બાળકો સુધી પહોંચાડવા દેશની શ્રેષ્ઠ બિન લાભકારી સંસ્થાઓને કાર્ય સોંપ્યું છે. બાળકોને વાંચનમાં આનંદદાયક પળોનો અનુભવ થાય એ માટે સમૃદ્ધ ચિત્રો, સરળ શબ્દ ભંડોળ, કેળવણીદાયક સમજણવાળા પુસ્તકો માટે શાળાઓ અને આંગણવાડીમાં ‘‘એક ખૂણો પુસ્તકાલય માટે‘‘  વિશેષરીતે નિર્મિત કરાશે. આ નવતર પહેલનો પ્રારંભ જામનગર જિલ્લાના ઉચ્ચ…

Read More

વર્ષ ૨૦૨૩ થી કાર્યરત સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૨૧૮ ગૌમાતાને સમાધિ આપી (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૦ મોરબીમાં વિવિધ સંસ્થાઓ માનવ અને અબોલ જીવોની સેવા માટે જાણીતી છે સંસ્થાઓ નિસ્વાર્થ સેવા કરી માનવતા મહેકાવી રહી છે આવી જ એક સંસ્થા ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી છે જે વર્ષ ૨૦૨૩ થી મૃત્યુ પામેલી ગૌમાતાની વિધિવત સમાધિ આપી રહ્યા છે ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી સંસ્થા વર્ષ ૨૦૨૩ થી કાર્યરત છે અને ચાર વર્ષના સમયગાળા દરમિયાન સંસ્થાના સેવાભાવીઓ દ્વાર ૧૨૧૮ ગૌમાતાને સમાધિ આપવામાં આવી છે સંસ્થામાં ૧૫ જેટલા યુવાનો કાર્યરત છે અને તેઓ મૃત્યુ પામેલી ગૌમાતાને સમાધિ આપવા ખાડો કરી ક્રેનથી…

Read More

વૈચારિક શક્તિને ખીલવતા સેમિનારમાં વિધાર્થીઓ પ્રાપ્ત કર્યું સર્જનાત્મક જ્ઞાન Rajkot તા.૨૦ રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર તથા નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કૂલ (ગ્રાન્ટેડ) ખાતે વિદ્યાર્થીઓની વૈચારિક અને બૌદ્ધિક શક્તિને નવી દિશા આપવા તથા તેમનામાં રહેલી સુષુપ્ત સર્જનાત્મકતાને જાગ્રત કરવાના હેતુથી એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ જ્ઞાનસત્રનો મુખ્ય વિષય ક ક્રિએટિવિટીનો ક રાખવામાં આવ્યો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯ અને ધોરણ ૧૦ના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સર્જનાત્મક વિચારસરણી કેળવાય તે હેતુથી શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાએ આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના કરી…

Read More