Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ દેરાળા ગામમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાને સિઝેરીયન ડીલીવરી બાદ દુખાવો રહેતો હોય અને દુખાવાથી કંટાળી ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે પ્રાપ્ત વિગતો મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામના રહેવાસી વર્ષાબેન ભરતભાઈ સાબરીયા (ઉ.વ.૨૪) નામની પરિણીતા વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા મોરબી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વર્ષાબેનને સિઝેરીયન ડીલીવરી થઇ હતી જેનો દુખાવો છ માસથી થતો હતો અને દુખાવાથી કંટાળી પોતાના પિતાની વાડીએ ઝેરી દવા પી લેતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ પીપળી નજીક આવેલ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ૧૯ વર્ષીય યુવતીનું કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ ડેકોર ગોલ્ડ આર્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં રહીને કામ કરતા સુનીતાબેન ચેનસિંગ મેઘવાલ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા. ૨૭ ના સાંજે સાતેક વાગ્યે લેબર કોલોનીમાં હોય ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ વાવડી રોડ પર શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન માનસિક બીમારીથી પીડાતો હતો અને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર શ્રદ્ધા પાર્ક શેરી નં ૨ ના રહેવાસી વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની રૂમમાં પોતાની જાતે છતમાં લગાવેલ હુક સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન છ માસથી માનસિક બીમારીથી પીડાતો હતો અને અલગ અલગ હોસ્પીટલમાં દવા ચાલુ હત…

Read More

Kedarnath, તા.૨૮ ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતના કારણે Kedarnath યાત્રા માર્ગ પર અંદાજે ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમનું સરકાર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દુર્ગમ કાલિંદી ટ્રેક પર ફસાયેલા ૧૦૦થી વધુ ટ્રેકર્સને બચાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જીડ્ઢઇહ્લના જણાવ્યા અનુસાર, રવિવારની મોડી રાત્રે સોનપ્રયાગ પોલીસને સૂચના મળી હતી કે ગૌરીકુંડથી લગભગ ૩ કિલોમીટર આગળ ચીડબાસા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની પેલે પાર ફસાયા છે. ચીડબાસા હેલિપેડ પાસે રસ્તા પર ભારે કાટમાળના થર જામી ગયા હતા અને સતત પથ્થરો પડી…

Read More

પ્રથમ વનડે મેચ બાદ હોટેલ પર પાછા ફરતી વખતે બસમાંથી નીચે ઉતરતી વખતે Rohit Sharma પડી ગયો Guwahati, તા.૨૮ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્‌સમેન Rohit Sharma વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સદભાગ્યે તેને કોઈ ઈજા થઈ નથી. આ દરમિયાન વિરાટ કોહલી જે નીચે ઊભો હતો, તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી હતી.…

Read More

સંસ્કૃત શ્લોકમાં આરોગ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ૪ પુરુષાર્થની પ્રાપ્તિનો ઉત્તમ આધાર ગણાવવામાં આવ્યો છે New Delhi, તા.૨૮ આજે એટલે કે, ૨૮ સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ Pm Modiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર આરોગ્ય અને જીવનના મહત્વ સાથે જોડાયેલું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમાં સારા આરોગ્યને જીવનના ૪ મુખ્ય પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનો મહત્વપૂર્ણ આધાર ગણાવવામાં આવ્યો છે. ઁસ્ મોદી દ્વારા શેર કરવામાં આવેલો આ શ્લોક ચરક સંહિતાના સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાયના ૧૫મા શ્લોકમાં મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે “સુખોપવિષ્ટાસ્તે તત્ર પુણ્યાં ચક્રુઃ કથામિમા । ધર્માર્થકામમોક્ષાણામારોગ્યં મૂલમુત્તમમ્‌ ॥” આ શ્લોકનો અર્થ એ છે…

Read More

જોકે ચોક્કસ ઉંમર પછી તેમને એકાઉન્ટ રાખવાની મંજૂરી મળી શકે છે, પરંતુ તે માતા-પિતાની દેખરેખ હેઠળ હોવુ જોઈએ તેમ Supreme Courtએ જણાવ્યું New Delhi, તા.૨૮ Supreme Court, કેન્દ્ર સરકારને સગીરો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટના ઉપયોગ કરવાનું બંધ થાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે, સગીરોના એકાઉન્ટ્‌સ અંગેની હાલની વ્યવસ્થાને ભારતીય કાયદા હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા અને અસરકારક બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે, સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને સૂચનાઓ જાહેર કરી સૂચના આપે કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ તેમના પોતાના એકાઉન્ટ સોશિયલ મીડિયામા બનાવી ના…

Read More

Mumbai,તા.૨૮ “બાહુબલી”માં કટપ્પાની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા સત્યરાજની પુત્રી અને ડીએમકે આઇટી  વિંગના ડેપ્યુટી સેક્રેટરી દિવ્યા સત્યરાજ ગુસ્સે ભરાયા છે. તેણીએ અભિનેતા બેઇલ્વન રંગનાથન અને યુટ્યુબ ચેનલ “પુથિયા સિંથાનાઈ” સામે ૧ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. લગ્ન અંગે દિવ્યાના નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો. એક ઇન્ટરવ્યુમાં, દિવ્યા સત્યરાજે કહ્યું હતું કે યુગલોએ લગ્નની મજબૂરીને કારણે નહીં પણ એકબીજા પ્રત્યેના પ્રેમને કારણે સાથે રહેવું જોઈએ. બેઇલ્વન રંગનાથને આ અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. મદ્રાસ હાઇકોર્ટે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ કેસની સુનાવણી કરતા, બેઇલ્વન રંગનાથન, ગૂગલ એલએલસી, ફેસબુક ઇન્ડિયા ઓનલાઈન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સ કોર્પ. સાથે મળીને યુટ્યુબ…

Read More

Mumbai,તા.૨૮ જાસ્મીન ભસીન પછી, ’Khatron Ke Khiladi 15’ ના સેમિ-ફાઇનલ અઠવાડિયા દરમિયાન મગરના એલિમિનેશન સ્ટંટ હારી ગયા બાદ રૂહાનિકા ધવન શોમાંથી બહાર થઈ ગઈ. શોમાં ૧૮ વર્ષીય અભિનેત્રીની સફર ત્યાં જ સમાપ્ત થઈ ગઈ, કારણ કે તેણી ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવાની તક ગુમાવી દીધી. રુહાનિકાએ આખી સીઝન દરમિયાન પોતાની હિંમત, દૃઢ નિશ્ચય અને પડકારજનક સ્ટંટથી દર્શકોના દિલ જીતી લીધા. ઘણા પડકારજનક કાર્યોનો સામનો કરવા છતાં, તેણીએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પોતાને એક મજબૂત સ્પર્ધક સાબિત કરી. તેણીના એલિમિનેશન પછી, હોસ્ટ રોહિત શેટ્ટીએ રૂહાનિકાની સફર અને દરેક સ્ટંટમાં તેના પ્રયત્નોની પ્રશંસા કરી. જોકે, રૂહાનિકાના બહાર નીકળવાથી તેના ચાહકો નિરાશ થયા, કારણ…

Read More

New Delhi,તા.૨૮ Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે નિસિનના કોરોગી સ્પોર્ટ્‌સ પાર્ક ખાતે રમવાની હતી. જોકે, ભારે વરસાદને કારણે, એક પણ બોલ ફેંકાયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતાં, ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. અગાઉ, આ જ મેદાન પર પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યાં પણ, પાકિસ્તાન તેમના સારા રેન્કિંગને કારણે સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. પાકિસ્તાને એક પણ બોલ રમ્યા વિના સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. એશિયન ગેમ્સમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા, ભારતીય ટીમે સાનોમાં જાપાન સામે એક જ ્‌૨૦ મેચ રમી…

Read More