Author: Vikram Raval

Tel Aviv,તા.૩૦ સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી ઇઝરાયલ જતી કોમર્શિયલ ફ્લાઇટને બુધવારે સાઉદી અરેબિયામાં કટોકટી ઉતરાણ કરવાની ફરજ પડી હતી. આનાથી હાઇજેક થવાની આશંકા વધી ગઈ, જેના કારણે ઇઝરાયલે તેના ફાઇટર જેટ તૈનાત કર્યા. ફ્લાઇટમાં ૧૫૦ થી વધુ ઇઝરાયલી મુસાફરો હતા. વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવ્યું. ફ્લાઇટને પહેલા ઇમરજન્સી કોલ મળ્યો, પછી હાઇજેક કોલ. વડા પ્રધાન નેતન્યાહૂ અને ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને પણ આ મુદ્દા પર કટોકટી બેઠક યોજી હતી. ઇઝરાયલી મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ ઘટના બે પાઇલટ્‌સ વચ્ચેના ઝઘડાને કારણે થઈ હતી અને તેમાં સવાર બધા સુરક્ષિત હતા. વિમાન સાઉદી અરેબિયાના નાગરિક અને લશ્કરી મથક…

Read More

ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડીઃ સ્થાનિક કુરિયર સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપની હેરાફેરી કરવાનો સિલસિલો Ahmedabad, તા.૩૦ શહેર પોલીસ એકતરફ નશાના કાળા કારોબાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને માફિયાઓ વિરુદ્ધ જડબેસલાક કાર્યવાહી કરી રહી છે. નાની માત્રામાં વેચાતા ગાંજા, MD ડ્રગ્સ તથા નશાયુક્ત ‘કોરેક્સ’ કે અન્ય સિરપની હેરાફેરી કરનારા તત્ત્વોને ડામવા પોલીસ સક્રિય બની ગઈ છે. જોકે, પોલીસની આકરી કડકાઈથી બચવા હવે ડ્રગ્સ માફિયાઓએ પણ પોલીસને થાપ આપવા નીતનવી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અપનાવવાનું શરૂ કર્યું છે. નશાનો કાળો કારોબાર ચલાવનારા માફિયાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસે ઝુંબેશ ચલાવી છે ત્યારે હવે નશાનો કાળો કારોબાર ચલાવનાર તત્ત્વો પણ પોલીસથી બચવા નીતનવા રસ્તા…

Read More

પોલીસે મૃતક અંશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી Ahmedabad, તા.૩૦ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિશુક્ર સોસાયટીમાં સમી સાંજે કરુણ બનાવ બન્યો હતો. સગીર વિદ્યાર્થી લિફ્ટમાં ઘરે જતો હતો ત્યારે અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. બહાર નીકળવા જતાં સગીર લિફ્ટમાં ફસાઈ જવાના લીધે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર બનાવના પગલે રહીશોએ પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે લિફ્ટનું મેઇન્ટેનન્સ સમયસર કરવામાં આવતું નથી અને આ અંગે બિલ્ડરને અનેક વખત જણાવ્યું છે, છતાં પણ બિલ્ડર તરફથી કોઈ તકેદારીના પગલાં લેવાયા નથી. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સગીરનું પોસ્ટમોર્ટમ…

Read More

૨૧ સપ્ટેમ્બરે પશ્ચિમી વિસ્તારમાં પેટ્રોલિંગ માર્ગ તૈયાર કરવાની કામગીરી દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો New Delhi, તા.૩૦ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સરહદ પર તણાવ ફરી વધતો જોવા મળી રહ્યો છે. ડિમિલિટરાઇઝ્‌ડ ઝોન (DMZ)માં થયેલા લેન્ડમાઇન વિસ્ફોટ માટે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને જવાબદાર ગણાવ્યા બાદ કિમ જોંગ ઉનની બહેન Kim Yo Jong આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે દક્ષિણ કોરિયાને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે જો સરહદ પર કિલ્લેબંધીનું કામ કરી રહેલા ઉત્તર કોરિયાના સૈનિકો પર ગોળી ચલાવવામાં આવશે તો સરહદ પર તૈનાત ઉત્તર કોરિયાની ટુકડીઓ તાત્કાલિક અને કડક જવાબ આપશે.૨૧ સપ્ટેમ્બરે DMZના પશ્ચિમી વિસ્તારમાં પેટ્રોલિંગ માર્ગ તૈયાર…

Read More

ગોળીબારની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ઘટનાની તપાસ શરૂ કરી Kathua, તા.૩૦ જમ્મુ-કાશ્મીરનાં કઠુઆ જિલ્લાનાં બસોલી ક્ષેત્રનાં CISF કેમ્પમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મશકાનાં સેવા પ્રોજેક્ટમાં તૈનાત સીઆઇએસએફ કર્મચારીઓની વચ્ચે થયેલ ઉગ્ર ચર્ચા પછી ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં સીઆઇએસએફનાં ચાર જવાનોનાં મોત થયા છે. આસિસ્ટન્ટ કમાંડેટ અંકિતકુમાર પાંડે, એસઆઇ લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક એહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમારનું મોત થયું છે. CISF કર્મચારીઓ પર ગોળી ચલાવનાર આરોપીની ઓળખ સીઆઇએસએફ કર્મચારી અભિદેશ સિંહ તરીકે કરવામાં આવી છે. ગોળીબારની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.આ જવાન હિમાચલ પ્રદેશની સરહદે આવેલા બસોલીનાં…

Read More

સગીરોના Social Media એકાઉન્ટ બનાવવા માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે: અરજદાર New Delhi, તા.૩૦ ૧૮ વર્ષથી ઓછી વયના સગીરો માટે Social Mediaના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રતિબંધોની શક્યતાઓ અંગે વિચારણા કરવા કહ્યું છે. સુપ્રીમે કહ્યું છે કે સગીરો સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરી શકે તે માટે કાયદાકીય માળખુ બનાવવામાં આવે. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમની આ ભલામણનું સમર્થન કર્યું છે.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી, વી મોહનાની બેંચે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે ૧૮ વર્ષથી ઓછી વયનાના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ અંગે વિચારે, શક્ય હોય તો આ દિશામાં નિયમો…

Read More

ટેલિકોમ કંપનીએ શંકાસ્પદ સ્પામરની ઓળખ કરી અન્ય કનેક્શન પણ બંધ કરવાના રહેશે: અન્ય કંપનીઓને માહિતી આપવી પડશે New Delhi, તા.૩૦ અનિચ્છિત Spam callથી પરેશાન મોબાઈલ ગ્રાહકોની તરફેણમાં ટ્રાઈએ તેના નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુઝર્સને ૩૦ દિવસનો પ્રી-પેઈડ પ્લાન આપવા ટેલિકોમ કંપનીઓને ફરજ પાડયા પછી હવે ટ્રાઈએ સ્પામ કોલ સામે લાલ આંખ કરી છે. ટ્રાઈના નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓની એઆઈ આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામર તરીકે ઓળખી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી કરી શકશે. સ્પામ કોલ મુદ્દે બે વખત નિયમોનો ભંગ થશે તો એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરાશે. ગ્રાહકોની સુરક્ષા…

Read More

આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતી કાર્યવાહી કરી જેમા એક આતંકી ઠાર મરાયો હતો Srinagar, તા.૩૦ Jammu and Kashmirના બડગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. ઠાર મરાયેલા આતંકીની ઓળખ પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા તરીકે થઈ છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. અથડામણમાં એક આતંકીના માર્યા ગયા પછી પણ ઓપરેશન ચાલુ છે.આ અથડામણ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના યુસમર્ગ વિસ્તારમાં થઈ હતી. સુરક્ષાદળોને કોરાગ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની માહિતી મળી હતી. સુરક્ષાદળોને યુસમર્ગના કોરાગ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ ભારતીય સેના,…

Read More

પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને ૩૦૦૦ કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા New Delhi, તા.૩૦ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળએ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય Drugs તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને ૫૨૬ કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ Drugsની કિંમત રૂપિયા ૩૦૦૦ કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સપાટા દરમિયાન બોટ પર સવાર ૫ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી…

Read More

આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા Mumbai, તા.૩૦ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના લટેસ્ટ એપિસોડમાં આયુષ્યમાન ખુરાના સામેલ થયા હતા. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ સાથે જોડાયેલી વાતચીતમાં તેમના પાકિસ્તાની જાસૂસવાળા પાત્રનો ઉલ્લેખ કરતી વખતે અદનાન સામીનું નામ લેવામાં આવ્યું હતું. જેના પર હવે ખુદ સિંગર અદનાન સામીએ જવાબ આપ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા. આ એપિસોડનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સમય રૈના આયુષ્યમાનને તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ વિશે…

Read More