Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી
    અમદાવાદ

    ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.17

    ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે ઉગ્ર રોષની સાથે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ છે.

    બીજીબાજુ, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર આ રીતે અચાનક બદલાતાં ખુદ હાઇકોર્ટના જ કેટલાક સાથી જજીસ અને વકીલઆલમમાં પણ આંતરિક રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મામલે તાકીદની ચર્ચાની માંગણી ઉઠતાં આવતીકાલે બપોરે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસિએશનની એક અરજન્ટ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ સમગ્ર વિષયવસ્તુ પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાનાર છે.

    જજીસના અચાનક રોસ્ટર બદલાતાં ગંભીર સવાલો ઉઠાવ્યા

    એવું નથી કે, ગુજરાત હાઇકોર્ટના આ નવા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા કોઇ જજનું રોસ્ટર અચાનક બદલી નાંખવામાં આવ્યું હોય પરંતુ આ પહેલાં પણ ચીફ જસ્ટિસ દ્વારા જસ્ટિસ ઉમેશ ત્રિવેદીના વડપણ હેઠળની ખંડપીઠનું કન્ટેમ્પ્ટ કોર્ટનું રોસ્ટર અચાનક જ બદલી નંખાયુ હતું. એ પછી જસ્ટિસ સમીર જે.દવે અને જસ્ટિસ અલ્પેશ વાય.કોગજેની ખંડપીઠ પાસેથી પણ રખડતા ઢોરો અને બિસ્માર રસ્તાઓ વાળી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીનો મહત્ત્વનો તબક્કો ચાલી રહ્યો હતો તે અરસામાં અચાનક જ આ ખંડપીઠનું કન્ટેમ્પ્ટ કોર્ટનું રોસ્ટર પણ બદલી નંખાયુ હતુ અને તેઓને હેબીયર્સ કોર્પસ સહિતની અરજીઓની કામગીરી ફાળવી હતી, જેને લઇને એ વખતે પણ ભારે ચર્ચા જાગી હતી.

    હવે જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે રજિસ્ટ્રાર એ.ટી.ઉકરાણીને લઇને(ઉકરાણી સુરતના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે હતા ત્યારે સાત મહિનામાં 1૫ ફાઇલો ગુમ કરવાના પ્રકરણમાં) કરાયેલા ગંભીર અને ટીકાત્મક અવલોકનો બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર બદલી કાઢી તેમને સીંગલ જજમાંથી તેમનાથી સિનિયર જજ ઇલેશ જે.વોરાની સાથે ખંડપીઠમાં મૂકી દેવાતાં હાઇકોર્ટના વકીલઆલમમાં આંતરિક નારાજગીની સાથે સાથે ઉગ્ર રોષની લાગણી પણ ફેલાઇ છે.

    હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા એડવોકેટ અસીમ પંડયાએ એક પત્ર એસોસિએશનના હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને મોકલી આ વિષય પર તાકીદની ચર્ચા માટે એસોસિએશનની સામાન્ય સભા બોલાવવા માંગણી કરી છે. જેના અનુસંધાનમાં આવતીકાલે બપોરે એસો.ની એક અરજન્ટ મીટીંગ બોલાવાઇ છે.

    પૂર્વ પ્રમુખે પત્રમાં બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા….

    પૂર્વ પ્રમુખે પાઠવેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ દ્વારા તાજેતરના અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે કોઇ ન્યાયમૂર્તિનું રોસ્ટર બદલવામાં આવ્યું છે. રોસ્ટર આંચકી લેવાનો મામલો એસોસિએશનના સભ્યો સમક્ષ પ્રશ્ન ઉઠાવે છે કે, શું એસોસિએશને ચીફ જસ્ટિસના આવા નિર્ણયો સહન કરવા જોઇએ કે તેનો વિરોધ કરવો જોઇએ..?

    તેમણે ઉમેર્યું કે, આ બે ઘટનાક્રમ નાગરિકોના મૂળભૂત અધિકારો, કાયદાનું શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર દૂરોગામી અસરો  કરનારા છે. તેમણે એવો ગંભીર સવાલ પણ ઉઠાવ્યો હતો કે, ભલે ચીફ જસ્ટિસ રોસ્ટરના માસ્ટર છે એટલે કે, રોસ્ટરને લઇ સત્તા ચીફ જસ્ટિસ પાસે હોઇ શકે પરંતુ શું આ પ્રકારે અચાનક જજીસના રોસ્ટર બદલી નાંખવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે વહીવટી હિતમાં છે…??

    ગેરવાજબી વર્તનનો ભોગ બનાવાતા જજીસની પડખે ઉભા રહેવા વકીલોને હાકલ 

    એસોસિએશનના પૂર્વ પ્રમુખે કેસની સુનાવણી દરમ્યાન અથવા લેખિત આદેશમાં જજીસ દ્વારા વ્યકત કરાયેલા મંતવ્યો બદલ તેઓને ગેરવાજબી વર્તનનો ભોગ બનાવતા હોઇ આવા જજીસની પડખે ઉભા રહેવા એસોસિએશનના અન્ય વકીલોને હાકલ પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે આ પ્રકારની ટ્રીટમેન્ટ સહન કરી લઈશું તો, આપણે સ્વતંત્ર અને તટસ્થ જજીસ ગુમાવી દઇશું. ત્રણ વર્ષ પહેલાં પણ અમે સ્વતંત્ર અને તટસ્થ ન્યાયમૂર્તિની અન્યાયી ટ્રાન્સફર સામે ઉભા થયા હતા અને ગુજરાત હાઇકોર્ટમાંથી તેમની બીજી હાઇકોર્ટમાં ટ્રાન્સફરનેે સફળતાપૂર્વક અટકાવી હતી. કાયદાનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતા કોઇપણ ભોગે જળવાઇ રહે તે માટે એસોસિએશને આવા જજીસનો બચાવ કરવો જોઇએ.

    Ahmedabad Ahmedabad News Chief Justice Gujarat High Court lawyer Sandeep-Bhatt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.