- ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી
- Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’
- સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે
- Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન
- Wadiya-Kunkawava નો ખેડૂતોને ભેંટ : યાર્ડ માટે જમીન ફાળવવા સરકારનો નિર્ણય
- Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ
- Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો
- Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર
Author: Vikram Raval
બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં કાર પાસ કે, પ્રવેશ પાસ વિના વિવિઆઈપી પ્રવેશ દ્વારમાં કાર ઘુસાડી ફોજદારને ઇજા પહોંચાડી તી Rajkot,તા.10 શહેરમાં બાબા બાગેશ્વર મહારાજનાં કાર્યક્રમમાં કાર પાસ કે, પ્રવેશ પાસ વિના વિવિઆઈપી પ્રવેશ દ્વારમાં કાર ઘુસાડી પીએસઆઇને ઇજા પહોંચાડી ફરજ રૂકાવટ કરવાના કેસમાં મનપાના નિવૃત ટી.પી. શાખાનાં કર્મચારીને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. કેસની ટુંકમાં હકિકત રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ગત તા.૦૧/૦૬/૨૦૨૩ નાં રોજ આયોજિત બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર સ્વામીના કાર્યક્રમમાં જુની NCC ચોક પાસેના એન્ટ્રી ગેઇટ પર પીએસઆઇ એમ.બી. જાડેજા આયોજન સમીતીના બાઉન્સરો સાથે બંદોબસ્તમાં ફરજ બજાવતા હતા. ત્યારે કાલાવડ રોડ પર રહેતા મનપાના નિવૃત ટી.પી. શાખાનાં કર્મચારી જગમાલભાઈ…
Morbiતા.10 મોરબી સહીત રાજ્યના તમામ આરટીઓના ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓ આજે પોતાની પડતર માંગણીઓને પગલે હડતાલ પર ઉતરી ગયા હતા જોકે અરજદારોને હડતાલ અંગે કોઈ માહિતી ના હોવાથી ઓનલાઈન એપોઈનમેન્ટ લઈને પહોંચ્યા હતા જેથી ધરમનો ધક્કો થયો હતો મોરબી સહીત ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા હતા આજે નો વર્કિંગ ડે જાહેર કરવામાં આવ્યો હતો જેથી લોગઇનની કામગીરી બંધ રહી હતી હડતાલમાં 12 ઇન્સ્પેકટર કક્ષાના કર્મચારીઓ જોડાયા હોવાને કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડ્યા હતા લાયસન્સ સંબંધિત વિવિધ કામગીરી માટે ઓનલાઈન એપોઇનમેન્ટ લઈને પહોંચેલા અરજદારોને કચેરી પહોંચી ખબર પડી કે સાહેબ…
Morbiતા.10 ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈને સુરત જેલહવાલે કર્યો છે મોરબી જીલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા ઉચ્ચ અધિકારીઓની સુચનાથી વાંકાનેર તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂના ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપી યાસીન રહીમ સમા (ઉ.વ.૩૧) રહે રાજકોટ દુધની ડેરી નજીક વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાસા દરખાસ્ત મંજુર થઇ હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા રાજકોટ ખાતેથી હસ્તગત કરી લાજપોર જેલ સુરત મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Morbiતા.10 વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થરની ખાણ પાસે પોલીસે આઈ ૨૦ કારનો પીછો કરતા કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારમાંથી દારૂની ૧૩૧ બોટલનો જથ્થો મળી આવતા દારૂ અને કાર સહીત ૪.૫૩ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાડધરા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક કારણે રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી હતી જેથી પોલીસે પીછો કરતા મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થર KHAAN1 પાસે કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો જે રેઢી પડેલી કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ…
Morbiતા.10 લુણસરીયા ગામના ઝાપા પાસે એકટીવા લઈને જતા વૃદ્ધને ડમ્પર ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકાના દિઘલીય આ ગામના રહેવાસી હિતેષભાઈ વનમાળીદાસ કુબાવત (ઉ.વ.૪૫) વાળાએ ડમ્પર જીજે ૧૭ એક્સએક્સ ૩૬૭૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા વનમાળીદાસ કુબાવત પોતાનું એકટીવા લઈને લુણસરીયા લગ્નપ્રસંગમાંથી દિઘલીય ગામ તરફ આવતા હતા ત્યારે લુણસરીયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એકટીવાને પાછળથી ભટકાડી અકસ્માત કર્યો હતો જેથી ફરિયાદીના પિતા વનમાળીદાસને પેટના ભાગે તેમજ શરીરે અને હાથમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ડમ્પર સ્થળ પર…
Morbiતા.10 શહેરમાં સ્પાની આડમાં ઠેર ઠેર કુટણખાના ધમધમી રહ્યા છે ત્યારે પોલીસે રેડ કરી મસાજની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરી સ્પા સંચાલક સહીત બેને ઝડપી લઈને ૧.૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો સ્પામાંથી અલગ અલગ રાજ્યમાંથી મસાજનું કામ કરવા આવેલ આઠ યુવતીઓ પણ મળી આવી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેશ હોટેલ બાજુમાં આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં આવેલ નેક્સસ લક્ઝરીયર્સ સ્પાનો સંચાલક જયદીપ મકવાણા અને નિશ્ચલ ભીમાણી બંને બહારથી ગ્રાહકો બોલાવી બોડી મસાજના નામે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી કુટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્પામાં અલગ…
Morbiતા.10 મોરબીની સિવિલ હોસ્પીટલના સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જીલ્લા સેવા સદન કચેરી ખાતે હડતાલ શરુ કરી દેવામાં આવી છે મોરબી જનરલ હોસ્પીટલના આઉટસોર્સ વર્ગ 4 ના કર્મચારીઓએ ગત તા. ૧૩-૧૨-૨૦૨૪ ના રોજ આર.એમ. એસોસિએટ રાજકોટને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે વર્ગ 4 ના આઉટ સોર્સ કર્મચારીઓને જે પગાર મળે છે તેની કોઈ વિગત જાણી શકાતી નથી દર માસે પગાર સ્લીપ રેગ્યુલર મળે તે અંગે વ્યવસ્થા કરવા માંગ કરી હતી અને કોન્ટ્રાકટ શરુ થયા તા. ૦૧-૧૧-૨૦૨૪ ના રોજથી દર માસની જૂની પગાર સ્લીપ દિન 2 માં આપવા માંગ કરી હતી પગારમાં કઈ…
Morbiતા.10 રફાળેશ્વર ગામ નજીક ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા ૨૬ વર્ષના યુવાનનું શરીર કપાઈ જતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં મેપ્સ લેબોરેટરીમાં કામ કરતા સુનીલકુમાર સંતોષરાય (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૦૯ ના રોજ રાત્રીના સુમારે રફાળેશ્વર નજીક મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રેનની હડફેટે ચડી ગયો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે
Morbiતા.10 મકનસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવ મામલે પતિ અને જેઠ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે કચ્છના રાપર તાલુકાના દેવસર ગામના ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવેએ આરોપી કિશન મુળાજી દવે અને હામથાજી મુળાજી દવે રહે બંને પ્રેમજીનગર મકનસર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને પતિ કિશને અવારનવાર અસહ્ય માનસિક શારીરિક દુખ ત્રાસ આપી ઢીકા પાટું માર માર્યો હતો અને જેઠ હમથાજીએ દીકરી સાથે ઝઘડો કરી ઢીકા પાટું માર મારી મરવા મજબુર કર્યા હતા જેથી દીકરી જયશ્રીએ પતિ અને જેઠના ત્રાસથી કંટાળી જઈને ગત તા. ૦૭ ના…
Morbiતા.10 શહેરના સુપર માર્કેટ નજીકથી પંદર દિવસ પૂર્વે બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી એક ઇસમ બાઈક લઈને નીકળતા તેને રોકી કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું અને આરોપી અલી અસગર ઓસમાણ હુશેન શેખ (ઉ.વ.૨૨) રહે વાંકાનેર રેલ્વે સ્ટેશન, મૂળ અંજાર કચ્છ વાળાને ઝડપી લીધો હતો જે આરોપીએ પંદરેક દિવસ પૂર્વે સુપર…
