Author: Vikram Raval

સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી Mumbai, તા.૧૦ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સિદ્ધાર્થના લગ્ન માણી રહેલા પ્રિયંકા અને નિક જોનાસના ફોટોગ્રાફ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. પ્રિયંકા ચોપરા બીજી ફેબ્રુઆરીએ હૈદરાબાદથી મુંબઈ પરત આવી હતી. નીલમ ઉપાધ્યાય સાથે સિદ્ધાર્થના લગ્ન નિમિત્તે પ્રિયંકાએ માતા કી ચૌકી સાથે પ્રસંગોની શરૂઆત કરી હતી. બાદમાં પીઠીના પ્રસંગના…

Read More

થોડા દિવસો પહેલા જ રફ્તારના લગ્ન થયા અને હવે પ્રિયંકા ચોપરાનો ભાઈ પણ તેની પત્ની સાથે નવી સફર પર નીકળ્યો છે Mumbai, તા.૧૦ ૬૬ વર્ષના સિંગર અને એક્ટરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ચોથા લગ્નનો સંકેત આપ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો દંગ રહી ગયા છે. આ સિંગર બોલિવૂડનો ફેમસ ચહેરો છે. બોલિવૂડમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા જ રફ્તારના લગ્ન થયા અને હવે પ્રિયંકા ચોપરાનો ભાઈ પણ તેની પત્ની સાથે નવી સફર પર નીકળ્યો છે. પરંતુ હવે લાગે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ૬૬ વર્ષનો સિંગર અને એક્ટર પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.897 અને ચાંદીના વાયદામાં રૂ.540નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો કોટન-ખાંડી વાયદામાં રૂ.30ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10559.16 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60590.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8156.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20470 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.71150.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10559.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60590.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20470 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.779.48 કરોડનું થયું હતું.…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૮૬૦ સામે ૭૭૭૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૦૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૩૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૧૪ સામે ૨૩૫૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૩૮૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

Jamnagar તા10 જામનગર જિલ્લાનાં જામજોધપુર તાલુકા યુનિટના હોમગાર્ડઝ સભ્યો પ્રકાશ વેણીશંકર વ્યાસ અને હિરેન અરવિંદભાઈ સોલંકીએ જિલ્લા હોમગાર્ડઝ કચેરી કે વડી કચેરીની પૂર્વ મંજૂરી વગર નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા બંન્ને સભ્યોને બીજો હુકમના થાય ત્યાં સુધી દળ માંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.! હોમગાર્ડઝ દળના જવાનો હોમગાર્ડઝ એક્ટની કલમ-૯ હેઠળ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે.! તેઓને કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈપણ પ્રકારની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો જિલ્લા હોમગાર્ડઝ કચેરી અથવા તો વડી કચેરીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે.!

Read More

Jamnagar,તા ૧૦ જામનગરની અદાલતમાં ધ્રોળ તાલુકાના લતીપર ગામના એગ્રો ના એક વેપારી તેમજ રાજકોટના એક સોની વેપારીએ હાજર નહીં રહી, જામીન અથવા બોન્ડની શરતો નો ભંગ કર્યો હોવાથી બંને સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અદાલતના હુકમનો અનાદર કરવા અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા તુષાર ઉર્ફે ખુશાલ ઉર્ફે ખોડો નાનજીભાઈ રામાણી નામનો વેપારી તેમજ રાજકોટમાં રેલનગર શેરી નંબર -૨ માં રહેતો અને સોની કામ કરતો મિલન નરેન્દ્રભાઈ પાટલીયા કે જે બંને આરોપીઓને જામનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ જજની અદાલત સમક્ષ જામીન અથવા બોન્ડની શરતો અનુસાર કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બંને આરોપીઓએ…

Read More

ભાડે આપેલી દુકાન પાસેનું ટીસી દૂર ખસેડાવી દેવા બાબતે ભાડુત વેપારી વગેરેએ ઝઘડો કરી મારમાર્યો ‘તો Rajkot,તા.10 કોઠારીયા રોડ વિસ્તારમાં રોડના ચાલતા કામ દરમિયાન ભાડે આપેલી દુકાન પાસેનું પીજીવીસીએલનું  ટીસી દૂર ખસેડાવી દેવા બાબતે ભાડુત  વેપારી વગેરેએ ઝઘડો કરી દુકાન માલિક ઉપર ત્રિકમ પાવડાથી કરેલા હુમલાના કેસમાં અદાલતે સાતેય આરોપીઓનો છુટકારો ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, સવા વર્ષ પહેલા કોઠારિયા રોડ ઉપર ભાડે આપેલી દુકાન પાસે રસ્તાના કામ સબબ હાર્ડવેર ધંધાર્થી વેપારી રાજેશ તાર૫ડાએ “દુકાનના આગળના પતરા અને પીજીવીસીએલનો  ફેરવી નાંખો”  આમ કહી રાજેશ તારપડા સાથેના ઘોધાભાઈ વિગેરેએ ઝગડો કરી  ધોધાભાઈ ડોબરીયા, પરષોતમભાઈ ડોબરીયા, દીલીપભાઈ ડોબરીયા, ગીગાભાઈ જોગવા, દિનેશભાઈ વિરડીયા,…

Read More

આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારમાંથી મોબાઈલ અને રોકડની ચીલઝડપ કરનાર મહિલાને રંગે હાથે ઝડપી લીધી કાલાવડ રોડ નજીક નંદનવન સોસાયટીમાં સમડીએ સોનાના ચેન ની કરી ચીલઝડપ Rajkot,તા.10 શહેરમાં ખાખીનો ખોફ ઓસરતા કથળેલી કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ત્યારે હત્યા, મારામારી, લૂંટ અને ચોરી સહિતા બનાવો શેર બજારના સેન્સેક્સ ની જેમ ઉછળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ત્રણ સ્થળોએ ત્રણ ચોરીના બનાવો નોંધાયા છે.જેમાં આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 23 હજારના મોબાઈલની ચોરી જ્યારે કાલાવડ રોડ નજીક નંદનવન સોસાયટી પાસે શાકભાજીની ખરીદી કરતી પરણીતાના મોબાઈલની ચીલ ઝડપ અને અમીન માર્ગ પર આવેલ નીલ મોબાઇલ…

Read More

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ગમારાનું મોત નીપજ્યું તું Rajkot,તા.10 મોરબી- ટંકારા હાઈવે ઉપર આગળ જતા ટ્રક સાથે કાર અથડાવાથી પરિવાર સાથે જઈ રહેલા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ઝાલાભાઈ ગમારાનું ગંભીર ઇજાથી મૃત્યુ થયા અંગેના નવ વર્ષ પહેલાના કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરનારના વારસોને વ્યાજ સાથે આશરે ૮૫ લાખ જેટલું જંગી વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, મોરબીના કોન્ટ્રાક્ટર અંકુરભાઈ ઝાલાભાઈ ગમારા કારમાં પરિવાર સાથે અને ટંકારા મોરબી હાઈવે પર જતાં હતા ત્યારે આગળ જતાં રૂ ભરેલા ટ્રકના ચાલકે ટ્રક જમણી સાઈડમાં લેતા પાછળથી અંકુરભાઈની કાર ભટકાઇ જતા ગંભીર ઇજાના કારણે અંકુરભાઈનું મૃત્યુ…

Read More

પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ નીકળતા રૂપિયા ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો ‘તો Rajkot,તા.10 પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ પેટે આપેલો રૂ. 6.06 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને દોઢ વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજા ફટકારવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, વિનોદ નાગજીભાઈ ચોવટીયા ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલનું પ્લાસ્ટીકની દોરી બનાવવાનું જોબવર્કનું કામ કરતા હોય. જે માલમાં ઘટ આવતી હોવા અંગેના હિસાબ પેટે વિનોદ નાગજીભાઈ ચોવટીયાએ ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલને રૂા. ૬.૦૬ લાખનો ચેક આપેલ. જે ચેક દિપેશ પટેલે તેમની બેન્કમાં વટાવવા માટે…

Read More