Author: Vikram Raval

Prayagraj,તા.10 મહાકુંભ મેળો સમાપ્તિના આરે છે. એવામાં કરોડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જેના લીધે પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. તંત્ર અને સત્તાધીશો સતત સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પ્રયાગરાજમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પોતાના કાર્યકરોને ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મદદ કરવા અપીલ કરી રહી છે. અખિલેશે દલીલ કરી છે કે, ‘લોકો પરેશાન છે, બેચેન છે અને કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. અહીં મેળાના સ્થળ પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ…

Read More

New Delhi, તા. 10મહાકુંભ મેળામાં જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં આયોજીત પરમધર્મ સંસદમાં રવિવારે રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.  મહાકુંભમાં આયોજીત પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાં બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. આવો જાણીએ આખરે ક્યા કારણે પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. ધર્મ સંસદે રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ જેના પર કરોડો હિન્દુ ધર્મ માનનારા લોકોની આસ્થા અને તેમનો પૂજનીય ગ્રંથ છે. તેના વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના કારણે હિન્દુ સમુદાયમાંથી બહિષ્કૃત કરવાનો નિર્ણય લીધો છે. ધર્મ સંસદે રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ પર કરવામાં…

Read More

Mumbai,તા.10મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ’એલ 2: એમ્ય્યુરનના ટીઝર આવતાની સાથે જ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મનાં દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે શાહરુખ ખાન તેમની ફિલ્મ ‘લ્યુસિફર’ની હિન્દી રિમેકમાં કામ કરે. ‘એલ 2: એમ્ય્યુરન’ 2019ની હિટ ફિલ્મ ‘લ્યુસિફર’ની સિક્વલ છે. સાઉથમાં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે આશા રાખવામાં આવી રહી છે કે ’એલ 2: એમ્ય્યુરને વધુ લોકો પસંદ કરશે. જ્યારે પૃથ્વીરાજને પૂછવામાં આવ્યું કે તેઓ ‘લ્યુસિફર’ની બોલિવૂડ રિમેકમાં કોને કાસ્ટ કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ શાહરુખ ખાનને મોહનલાલની ભૂમિકામાં જોવા માંગે છે. તેમણે એમ…

Read More

New Delhi,તા.10ઉબર-ડ્રાઈવરે પોતાની મારૂતિ સેલેરિયોને એક લકઝરી લાઉજ જેવી બનાવી દીધી છે. વાઈ-ફાઈ,પરફયુમ નાસ્તો, પાણીની બોટલ જેવી અધધધ સુવિધા પેસેન્જરને ફી આપીને કસ્ટમર સર્વિસને તેણે નવી વ્યાખ્યા આપી છે. આમ તો ટેકસીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જલદી પહોંચવાનું હોય છે. પણ હમણાં ઈન્ટરનેટ પર છવાયેલી દિલ્હીના અબ્દુલ કાદિરની ટેકસી એક ડ્રીમ લકઝરી રાઈડ છે અને એમાં બેઠા પછી જલ્દીથી ઉતરવાનું મન થતું નથી. આ ટેકસીમાં બેઠેલા એક પેસેન્જરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ટેકસીનો ફોટો શેર કરીને લખ્યું છે..આ કેબની ફેસિલિટી ફલાઈટથી પણ સરસ છે. અબ્દુલ પોતાની ટેકસીમાં બેસનાર દરેક પેસેન્જર માટે સફર યુનિક અને યાદગાર બનાવવા કોમ્પ્લીમેન્ટરી સ્નેકસ,…

Read More

Rajkot, તા.10ગત તા.4થી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ‘કુંભ’ મેળામાં જવા માટે ખાસ પેકેજ સાથેની ‘વોલ્વો’ બસ સેવા શરૂ થઇ છે અને આ બસને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે  રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજ તા.10 સુધીમાં રાજકોટથી કુંભ માટે એસટીની વોલ્વો મારફતે 250 જેટલા મુસાફરો ગયા છે અને હજુ આગામી તા.24 સુધીની બસોનું બુકીંગ ફુલ થઇ ગયું છે. આ અંગેની એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજે તા.10નાં રોજ 45 મુસાફરો કુંભમાં ગયા હતા.જ્યારે તા.11મીએ 45, 12મીએ 43, તા.13 મીએ-43, તા.14ના રોજ-43, 15મીએ-43, 16મીએ-43 તથા તા.17ના રોજ-43, 18મીએ-43, તા.19ના રોજ-43, તા.20ના રોજ 43,…

Read More

Rajkot, તા. 10મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલતી રીકવરી ઝુંબેશમાં આજે વધુ બે મિલ્કત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.7ના લાખાજીરાજ રોડ અને નવા નાકા રોડ પર આવેલ એક-એક મિલ્કત સીલ કરાઇ હતી. સોની બજારના પાંચ યુનિટમાંથી રૂા. 1 લાખ, વોર્ડ નં.પના માર્કેટ યાર્ડ  પાસે રીકવરી થઇ હતી. તો યાર્ડ રોડ પર એક નળ કનેકશન કાપવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં 39 લાખની રીકવરી થઇ હતી તો ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીની વેરાની આવક રૂા.353.61 કરોડ પર પહોંચ્યાનું વિભાગે જણાવ્યું હતું.

Read More

Rajkot, તા.10રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈએ લોકોની માફી માંગી કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. પોલીસે ભુઈ સામે અટકાયતી પગલા લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યાલયે ઘણા સમયથી ભુઈ ચકુમાના ધતિંગ સંબંધી માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા મેઘમાયાનગરના રહીશો રૂબરૂ આવી ભુઈના કરતુતો સંબંધી માહિતીમાં છેલ્લા 20 વર્ષથી ભુઈ ચકુમા ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડીનું કામ કરે છે. ભોજાણી પરિવારે ભુઈ…

Read More

Rajkot, તા. 10રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મળતી સરકારી સત્તાવાર મોટર સુવિધાનો ઉપયોગ અન્ય રાજયોના પ્રવાસ માટે નિયત ચાર્જ કરીને કરી શકવાનો નિયમ છે. પરંતુ ગત તા. 6ના રોજ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, મહિલા મોરચાના હોદ્દેદાર અને પરિવારજન સાથે પ્રયાગરાજ ખાતે કુંભના મેળામાં મેયરની સત્તાવાર કાર લઇને જતા આજે એકાએક સુરજ ઉગવા સાથે વિવાદ પણ ઉગી નીકળ્યો હતો. પદાધિકારીઓના આ અન્ય રાજયના પ્રવાસનો ખર્ચ પ્રતિ કિ.મી. રૂા. બે હોવાના જુના ઠરાવ વચ્ચે આ મામલો આજે મહાપાલિકામાં પણ ગાજતા હવે પદાધિકારીઓની ગાડીનો આવો ખર્ચ બજારમાં જે પ્રતિ કિ.મી. ભાડુ ચાલતું હોય તે મુજબ વસુલવાનો ઠરાવ કરવામાં આવશે તેવું સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે…

Read More

Ahmedabad, તા.10જેદ્દાહથી અમદાવાદ આવી રહેલી ઇન્ડીગો એરલાઇન્સની ફ્લાઇટમાં ગુજરાતીમાં લખાયેલી એક ચીઠ્ઠીમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા અફડાતફડી સર્જાઇ ગઇ હતી અને સુરક્ષા એજન્સીઓએ તૂર્ત જ એરપોર્ટની તલાસી લેવાનું શરુ કર્યું છે. બીજી તરફ ઇન્ડીગોની ફ્લાઇટમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ ચીઠ્ઠી ફ્લાઇટની અંદરથી મળી હોવાથી આ ફ્લાઇટમાં આવેલા તમામ મુસાફરોના હેન્ડરાઇટીંગ લેવાઇ રહ્યા છે અને ચીઠીમાં જે લખાણ છે તેની સાથે સેમ્પલીંગ કરવામાં આવશે અને જો તેમાં કોઇ મુસાફરે આ ચીઠ્ઠી લખી હશે તો તૂર્ત જ તેની ઓળખ કરીને આગળની કાર્યવાહી કરાશે. આ અંગે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર…

Read More

Jamnagar,તા.10  જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં 45 દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી હતી, જેની વ્યાપક અસર જોવા મળી રહી છે, અને નોટીસ સમય પૂર્ણ થાય તે પહેલા જ ધંધાર્થીઓ દ્વારા સ્વયંભૂ જગ્યા ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે જમીનનો એક પ્લોટ જે બાગબગીચા માટે રીઝર્વ રખાયો હતો. તેમાં વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આવી તમામ દુકાનદારોને તા.8-2-2025 સુધીમાં સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી હતી. અન્યથા નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા દ્વારા આવી દુકાનો…

Read More