Author: Vikram Raval

Surat,તા.10  સુરત પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોટા ઉપાડે 119 જેટલા ઝીરો દબાણ રૂટ જાહેર કર્યા છે. પરંતુ તેનો અમલ પણ ઝીરો જ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણનો કડવો અનુભવ ખુદ પોલીસને પણ થઈ ગયો છે. રવિવારે બપોરે દબાણ ઓછું હોય તેવા સમયે પોલીસની પીસીઆર વાન ચૌટા બજારમાં આવી હતી. પરંતુ માથાભારે દબાણ કરનારાઓ પોલીસ વાનની સાયરનને પણ ગણાકારતા ન હતા જેના કારણે પોલીસે સતત સાયરન વગાડીને દબાણ હટાવવા પડ્યા હતા. ભીડ ન હોય તેવા સમયે જો પોલીસની વાનને ચૌટાબજારના ગેરકાયદે દબાણથી બહાર નીકળવા ભારે જહેમત ઉઠાવી તો સ્થાનિકો અને અન્ય લોકોની…

Read More

Surat,તા.10 બોર્ડની પરીક્ષા અતિ મહત્ત્વની હોવાથી વિદ્યાર્થીઓ યાદગીરી માટે ફેરવેલ ઉજવતા હોય છે. ત્યારે રવિવારે ગાંધીધામનાં શિણાય – આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ…

Read More

Ahmedabad,તા.10 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે (નવમી ફેબ્રુઆરી) કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે બે બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક દંપતી અમદાવાદના શાહીબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગમાં રહેતા 36 વર્ષીય ગણપતલાલ જૈન, પત્ની ઉષાબેન અને તેમના બે બાળકો ગત મોડી રાત્રે કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર તેમની કાર ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ધડાકાભેર…

Read More

Ahmedabad,તા.10 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવ્યું છે. વિતેલા પાંચેક વર્ષમાં વિશાળ સાગરકાંઠો ધરાવતાં ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવી ચૂકેલાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના યુવાધન ઉપરાંત માલેતુજાર પરિવારના યુવકો, યુવતીઓને ટાર્ગેટ કરીને એમ.ડી. એટલે કે મેફેડ્રોન ડ્રગ્સની માયાજાળ રચી છે. આંચકારૂપ બાબત એ છે કે, પશ્ચિમ અમદાવાદમાં યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડાવવા ટાર્ગેટ કરાઈ રહ્યું છે અને પૂર્વ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્કમાં ડ્રગ્સના વેચાણ, હેરાફેરીમાં હવે યુવતીઓનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. માલેતુજારોને એક-બે વખત મફત નશો કરાવી લત લગાવીને ડ્રગ્સનું નેટવર્ક તૈયાર કરાય છે ખાસ કરીને અમદાવાદના યુવાઓમાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે એસ.ઓ.જી. એટલે કે સ્પેશિયલ…

Read More

Ahmedabad,તા.10  અમ્યુકોના એસ્ટેટ ખાતાના અધિકારીઓ બાંધકામ તોડવાની બાબતમાં પણ વહાલાં દવલાંની નીતિ અપનનાવી રહ્યા છે. હેરિટેજની કેટેગરીમાં આવતા બાંધકામો અને તેની પરિસરમાં એટલેકે પાલડી વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદને ઘ્યાનમાં લઈને પણ તમામ ગેરકાયદે બાંધકામોની વિગતો અમ્યુકો દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. અમદાવાદ પશ્ચિમમાં વેજલપુર, ગોતા અને નહેરુ નગર વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડતા જ નથી. તેની સામે અમરાઈવાડી, સરખેજ વિસ્તારના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.  અમીર અને ગરીબનો તફાવત ગેરકાયદે બાંધકામોને ઘ્વસ્ત કરવામાં પણ અમીર અને ગરીબનો તફાવત જોવામાં આવી રહ્યો હોવાની એક ફરિયાદ ઊઠી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ…

Read More

Ahmedabad,તા.10 કેન્દ્ર-રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંય વખતથી એક ગાણું ગાય છે કે, ખેડૂતોની આવક બમણી થશે. હકીકતમા ખેડૂતોની આવક તો ડબલ તો ન થઇ પણ દેવુ જરૂર થયુ છે. ખુદ કેન્દ્ર સરકારે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સહકારી, રીજીયનલ અને કોમર્શિયલ બેંકોમાંથી કુલ મળીને 2,30,764 કરોડ રૂપિયાની લોન લીધી છે. આમ, ગુજરાતના ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયા છે. વરસાદી પાણીમાં ઊભા મોલને નુકશાન પહોંચ્યું આ વર્ષે ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. અતિવૃષ્ટિને લીધે દરિયાકાંઠાના વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સુધી ખેતી તહસ નહસ થઈ ગઈ હતી. વરસાદી પાણીમાં ઊભા મોલને નુકશાન…

Read More

Ahmedabad ,તા.10 મણિનગર કાંકરિયામાં રવિવારે બપોરે એક વિચિત્ર ઘટના બની હતી જેમાં પ્રેમિકાને આકર્ષિત કરવા માટે એક યુવક વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો જો કે સમય સુચકતા વાપરીને પ્રાણી  સંગ્રહાલયના સ્ટાફે મહા મુસીબતે તેને  પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના વતની અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદિપકુમાર ડાહ્યાલાલ પંડયાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં મૂળ યુપીનો અને રખિયાલ માં ભાડે રહેતા અરુણકુમાર બ્રિજમોહન પાસવાન (ઉ.વ.26) સામે ફરિયાદ નોધાવી છે કે રવિવારે બપોરે યુવક કાંકરિયામાં ફરવા માટે આવ્યો હતો બપોરે હાથીના પાંજરા સામે આવેલા…

Read More

 Kutch,તા.10 રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.…

Read More

New Delhi,તા.10 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે લીડર બની શકાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પણ શીખ આપી હતી. પરીક્ષા માટે સારી ઊંઘ મહત્ત્વપૂર્ણ છે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘તમારા માટે સ્વસ્થ આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. તેમજ અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી…

Read More

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વૈશ્વિક ખોરાક તરીકે ચણા, સૂકા કઠોળ અને દાળ જેવા કઠોળ પાકોના મહત્વને ઓળખવા માટે ૧૦ફેબુ્રઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે પસંદગી કરવામાં આવી છે. લોકોમાં પોષણક્ષમ આહારમાં કઠોળનો પણ સમાવેશ કરવા બાબતે જનજાગૃતિ લાવવાના ઉદેશથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. વિશ્વ પલ્સિસ ડે એટલે કે વિશ્વ કઠોળ દિવસ થકી કઠોળ અને તેમાં પણ ખાસ કરીને વિવિધ દાળ માં રહેલાં પોષક તત્વો અંગે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ભારતીય ઘરોમાં દાળ ચોક્કસપણે બનાવવામાં આવે છે.તે વિવિધ સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે,  પોષક તત્વોથી ભરપૂર દાળને આહારમાં સામેલ કરવી મહત્વપૂર્ણ…

Read More