Author: Vikram Raval

New Delhi,તા.10 દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના AAP ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં AAP ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે. જોકે, આ દાવા અંગે કોઈપણ AAP નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. આપના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કર્યા! અહેવાલો અનુસાર, કેજરીવાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધાં…

Read More

Prayagraj,તા.10 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આજે (10મી ફેબ્રુઆરી) સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અક્ષયવટની મુલાકાત લેશે માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. દેશના પ્રથમ નાગરિક માટે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો આ એક ઐતિહાસિક ક્ષણ છે. ત્યારબાદ પોતાની ધાર્મિક શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે તે અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા…

Read More

અગામી તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ પૂર્ણિમા આવી રહી છે. આ પૂર્ણિમાએ ઉત્તમ તીર્થ સ્થળે માધ સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ કારણોસર, ઘણા ભક્તો આ દિવસે સ્નાન કરવા માટે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી નદીઓમાં પહોંચશે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, માઘી પૂર્ણિમાના દિવસે કરોડો ભક્તો અહીં સંગમમાં સ્નાન કરશે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ તેજમાં દેખાય છે. આ દિવસે ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં સમજાવ્યું છે સ્નાન કરવાનું વિશેષ મહત્વ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, હાલમાં પ્રયાગરાજમાં મહા કુંભ (12×12)=144 વર્ષ બાદ યોજાયેલ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અર્ગ…

Read More

જ્યોતિષ મુજબ, સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્યને આત્મા, પિતા, પદ અને ભાગ્યનો પરિબળ માનવામાં આવે છે. જે  રાશિને સૂર્યનાં આશીર્વાદ મળે છે તેઓ હંમેશાં જીવનમાં પ્રગતિ કરે છે. નોકરી કરતાં લોકોને ઉચ્ચ દરજ્જો મળે છે, જ્યારે વેપારી વર્ગોને પણ નફો મળે છે. 12 ફેબ્રુઆરીએ, સૂર્ય શનિ દેવની રાશિમાં ગોચર કરી રહ્યાં છે. 12 ફેબ્રુઆરીનાં રોજ સૂર્ય રાત્રે 9 : 40 વાગ્યે શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. આ ગોચરથી સિંહ સહિત અન્ય રાશિને ફાયદો થશે. આવો, જાણો કે કુંભ રાશિમાં સૂર્યનાં ગોચરથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે. મેષ રાશિની આવકમાં વધારો થશેસૂર્યનાં મેષ રાશિના અગિયારમા ઘરમાં ગોચર દરમિયાન જીવનનાં…

Read More

Junagadh, તા.10મહંત મહેશગિરી બાપુ બાય ચાર્ટર પ્લેન મારફત કેશોદ એરપોર્ટ પરથી પ્રયાગરાજ ખાતે પહોંચી જયને ત્યાં મહાકુંભમાં તેમણે સ્નાન કયૃે  હતું અને તેમના વિરોધીઓને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જુનાગઢ ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશ ગીરીબાપુ કેશોદ એરપોર્ટ થી પ્રયાગરાજ કુંભના મેળામાં સ્નાન કરવા માટે ચાર્ટર પ્લેનમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ગંગામાં ત્રણ ડુબકી લગાવી હતી અને આ તકે તેમણે હરિગીરી અને પ્રતિબંધ લગાવનારની વાત વહેતી કરનારને એક મેસેજ પણ આપ્યો હતો કે મારે અહી આવવું હોય તો મને કોણ રોકી શકે? તો બીજી તરફ મહંત મહેશગિરી અને હરિગીરીની વચ્ચે છેલ્લાં ધણા સમયથી આક્ષેપ અને પ્રતિ આક્ષેપોની લડાઈ ચાલુ…

Read More

Ahmedabad,તા.10અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે આઈપીએલ ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સને ટેકઓવર કરવા માટે કરાર કર્યો છે. આ સોદો હાલમાં બંને જૂથોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ’મૈત્રીપૂર્ણ મિલનસાર’ તરીકે કરવામાં આવ્યો છે. કારણ કે ટાઇટન્સનો લોક-ઇન પિરિયડ હાલમાં ચાલી રહ્યો છે. બીસીસીઆઈના નિયમો અનુસાર, લોક-ઇન સમયગાળા દરમિયાન કોઈપણ જૂથ તેની ફ્રેન્ચાઇઝી વેચી શકતું નથી. ’અમે 2021 માં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી ખરીદવાની રેસમાં પણ હતા.’ 4,653 કરોડ રૂપિયા તેણે 10,000 રૂપિયાની બોલી લગાવી હતી પણ તે ચૂકી ગયો. આ વખતે સીવીસી ગ્રુપ અને ટોરેન્ટ વચ્ચે એક મૈત્રીપૂર્ણ કરાર થયો છે. ફેબ્રુઆરીમાં લોક-ઇન પિરિયડ પૂરો થતાં જ સત્તાવાર સોદો થશે. ટોરેન્ટ ગ્રુપના…

Read More

Gandhinagar,તા.10નવી કંપનીઓના રજીસ્ટ્રેશન તથા ચાલુ કંપનીઓને તાળા લાગવાના કિસ્સાઓમાં સમગ્ર દેશમાં ગુજરાતનો સાતમો ક્રમ છે. કંપની કાયદા હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં 26 જાન્યુઆરીની સ્થિતિએ ગુજરાતમાં 7992 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ છે અને સામે 968 કંપનીઓને તાળા લાગ્યા છે. સંસદમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં 968 કંપનીઓને તાળા લાગ્યા છે. તેમાંથી 119નુ અન્ય કંપનીઓ સાથે મર્જર થયુ હતું. 75 એલએલપી (લીમીટેડ લાયાબીલીટી પાર્ટનરશીપ)માં રૂપાંતરીત થઈ હતી. 27નુ વિસર્જન થયુ હતુ. જયારે 747 રજીસ્ટ્રાર ઓફ કંપનીઝની યાદીમાંથી રદ થઈ હતી. રાજયમાં 2022-23માં 8964 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ હતુ. 2023-24માં આ સંખ્યા 10208ની થઈ હતી. 2022-24માં 2791 તથા 2023-24માં 1029 કંપનીઓ બંધ…

Read More

Prayagraj,તા.10મહાકુંભમાં હાઈટેક સાધુ સંન્યાસીઓ શ્રદ્ધાળુઓને આકર્ષિત કરી રહ્યા છે. તો આ હાઈટેક બાળ વેદપાઠી છાત્રો પણ કુતુહલનો વિષય બન્યા છે. ડિઝીટલ ઈન્ડિયામાં હાઈટેક વૈદિક બટુકો વેદાના કહોર મંત્રો, પુરાણ, ઉપનિષદ, ગીતા, અંગ્રેજી, ગણીતથી માંડીને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સુધીનું શિક્ષણ હાંસલ કરી રહ્યા છે. એકથી પાંચ ફેબ્રુઆરી સુધી યોજાયેલી વેદ વિદ્યાલયોની શિબિરમાં પોતાની મેધાનો હુનર બતાવતા સ્વામી નરોતમાનંદ ગિરિ વેદ વિદ્યાલય ઝૂંસીના વેદપાઠી છાત્ર ટેકનીકની મદદથી વેદ ગ્રંથો, મંત્રોને સંરક્ષિત કરવા અને તેમને વૈશ્વિક સ્તર પર શેર કરવાનું શીખવી રહ્યા છે. બીજી બાજુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત દેશભરના વેદ વિદ્યાલયોને હાઈટેક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયે હાલમાં જ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય…

Read More

America, તા.10અમેરિકામાં બે કિશોર વયનાં ટેનિસ ખેલાડીઓના વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હોવાના આરોપમાં ભારતીય મૂળના અમનદીપ સિંહને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમનદીપ પર દારૂ પીને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવવાનો આરોપ હતો. શુક્રવારે, અમનદીપ સિંહને લોંગ આઇલેન્ડના મિનેઓલામાં મહત્તમ 25 વર્ષ અને ઓછામાં ઓછી આઠ વર્ષ અને ચાર મહિનાની સજા ફટકારવામાં આવી હતી. પીડિતોના પરિવારે કોર્ટમાં તેમના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભારતીય શખસે આ દરમિયાન કહ્યું કે “મારા પ્રત્યેનો તમારો ગુસ્સો સંપૂર્ણપણે સમજી શકાય તેવો અને સંપૂર્ણપણે વાજબી છે, આ બધી મારી ભૂલ હતી,” સિંહે ન્યાયાધીશ હેલેન ગુગર્ટીને કહ્યું. બાળક ગુમાવવું એ સૌથી મોટું…

Read More

Nadiad,તા.10ગુજરાતમાં દારૂબંધીનાં હળવા અમલ વચ્ચે પણ અનેક વખત નશા માટે સીરપથી લઠ્ઠાના થતા ઉપયોગમાં એક વધુ ઘટનાઓ નડીયાદનાં જવાહરનગરમાં ઝેરી દારૂ પીવાનાં કારણે 3 ના મોત થયા છે તથા અન્ય કેટલાંકને હાલ ઝેરી દારૂની અસર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. નડીયાદમાં સફાઈ કામદારો સહીતના લોકોનો વસવાટ સમાન જય મહારાજ સોસાયટીમાં પણ ઘટના બની છે. રવિવારનાં તમામે અહી સ્થાનીક સ્તરે હોવાના દેશી દારૂના અડ્ડા પરથી આ દારૂ મેળવ્યો હોય તેમ માનવામાં આવે છે. અને દારૂનું સેવન કર્યા બાદ યોગેશ કુશ્વાહ રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણ એમ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે અને અન્યને સારવાર આપવામાં આવી રહી છે. આ લઠ્ઠાકાંડ…

Read More