Author: Vikram Raval

ખેડૂત પ્રમાણપત્ર નો દાખલો કાઢી આપવા બાબતે લાંચ લેતા   ગ્રામ પંચાયતના કર્મચારી એસીબી ના છટકામાં સપડાયો Morbi,તા.08 મોરબી પંથકના વજેપર (માધાપર) ના ખેડૂતને ખાતેદારનું પ્રમાણપત્ર આપવા ના મુદ્દે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયેલા જયદીપસિંહ જાડેજા ને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં અભિપ્રાય આપવાના બહાને જયદીપસિંહ જાડેજાએ ₹5,000 ની માગણી કરી હતી.તેમજ ગામ નમુના 2માં નોંધ કરાવવા અને વારસાઈ આંબો મેળવવા વાતચીત બાબતે તેઓએ અગાઉ આપેલ અભિપ્રાય પેટે 5…

Read More

લગ્નમાં હાજર બુટલેગર લખન મેરુ ચાવડાને પકડવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટનામાં તાલુકા પોલીસમાં નવ શખ્સોં વિરુદ્ધ ફરિયાદ  Junagadh,તા.08 જૂનાગઢમાં બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામો છે. દારૂના ગુનામાં ફરાર બુટલેગર લખન મેરુ ચાવડા લગ્ન પ્રસંગમાં હાજર બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર નવેક શખ્સોંએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પીઆઈ વત્સલ સાવજને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બીજી બાજુ નવ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મામલામાં જૂનાગઢ સીટી સી ડિવિઝન પોલીસમાં પીઆઈ વત્સલકુમાર જયંતીલાલ સાવજએ સરકારી હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું તથા…

Read More

ત્રણ ફાયર ફાઈટરો એ પાણીનો મારો ચલાવી ત્રણ કલાકના અંતે આગને કાબુમાં લીધી મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો બળીને ખાખ શ્રમિકો સમયસર બહાર નીકળી જતા જાનહાની ટળી આગનું કારણ અકબંધ Rajkot,તા.08 શહેરના મોરબી રોડ પર આવેલા કાગદળી ગામ નજીક કોઠારીયા રોડ પર આવેલા અર્થવિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં આજે આશરે 11:00 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા રામાપીર ચોકડી અને રેલવે ફાયર સ્ટેશન દ્વારા ફાયર ફાઈટરને દોડાવી ત્રણ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો અર્થ વિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ફોર્મના ગાદલા બનાવે છે અને છેલ્લા પાચક દિવસમાં મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો આવ્યો…

Read More

New Delhi, તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે. પ્રવેશ વર્માએ દિલ્હીમાં ભાજપની જીત પર જણાવ્યુ છે કે દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. ગુજરાત મોડલ દિલ્હીમાં લાગુ કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. વર્ષ ૨૦૧૩માં પ્રવેશ વર્માએ મહરૌલી વિધાનસભા સીટથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ…

Read More

તેમણે કહ્યું, કોંગ્રેસને આ ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા હતી : જોકે, પાર્ટીએ પોતાનો વોટ હિસ્સો વધાર્યો છે New Delhi, તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન આપતાં કહ્યું કે, ૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર લોકમત સિવાય બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે, ૨૦૧૫ અને ૨૦૨૦ માં જ્યારે વડાપ્રધાનની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, ત્યારે પણ છછઁ એ દિલ્હીમાં નિર્ણાયક જીત મેળવી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ’દિલ્હી ચૂંટણી પરિણામો વડાપ્રધાનની નીતિઓ પર મહોર નથી, પરંતુ, આ જનાદેશ અરવિંદ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને સિદ્ધિઓના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે છે.…

Read More

Mumbai, તા.૮ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે કટકમાં યોજાનાર બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માના ફોર્મની સાથે સાથે સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીની ફિટનેસ પર પણ નજર રહેશે. કોહલી જમણાં ઘુંટણમાં સોજાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેથી ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની ફિટનેસને લઈને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ભારતે નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં ચાર વિકેટથી જીત નોંધાવીને ૩ મેચની સિરિઝમાં લીડ મેળવી લીધી છે અને તેનું લક્ષ્ય પોતાનું વિજય અભિયાન યથાવત રાખી સિરીઝ જીતવાનું રહેશે. કોહલી જો ફિટ થઈને ટીમમાં વાપસી કરે છે, તો તેના ફોર્મ પર પણ નજર હશે. કેમ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા…

Read More

૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે Mumbai, તા.૮ ચેમ્પિયન્સ ટ્રોફીનું પરિણામ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં એક વિસ્ફોટક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જલ્દી ભારતીય ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માનો ઉત્તરાધિકારી જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા આ પહેલા સ્ટેન્ડઈન કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ પાછલા વર્ષે ટી૨૦ વિશ્વકપ બાદ બીસીસીઆઈએ અચાનક સૂર્યકુમાર યાદવને ભારતનો ફુલ ટાઈમ ટી૨૦ કેપ્ટન બનાવી દીધો…

Read More

Bharuch,તા.૮ ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવાનો અને યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર એક મિનિબસ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કારમાં અચાનક આગ લાગી ગઈ અને ભરૂચના ત્રણ યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા. ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કારમાં અન્ય ત્રણ યુવાનો સાથેકામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ…

Read More

Vadodara ,તા.૮ વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે ૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાઘલી-૨, વડોદરા તાલુકાની કોયલી-૧, દશરથ-૧ અને નંદેસરી બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં, પાલિકા, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરનાર ૮ હોદ્દેદારોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જીલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરૂદ્ધ કામગીરી કરતા પક્ષે આકરી કાર્યવાહી કરી છે. વડોદરાની કરજણ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડમાં ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા વોર્ડ…

Read More

Lucknow,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકો માટે ૫ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેના પરિણામો આજે શનિવાર, ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે. તે જ સમયે, દિલ્હીમાં ૧૦ વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરવામાં આવી છે. હવે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે આમ આદમી પાર્ટીની હાર પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સપાએ આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું…

Read More