મુંબઈ, તા.૧૧
કેમેરામેન્સ સાથે તેના રુક્ષ વર્તનને કારણે પોતાને જયા બચ્ચનનાં લાઈટ વર્ઝન તરીકે ઓળખાવવામાં આવે છે તે બાબતે પ્રતિભાવ આપતાં Taapsee Pannuએ જણાવ્યું હતું કે આ તો મારી પ્રશંસા ગણાય. હું હમેશા માત્ર સારી બાબત જોઉં છું. તે એક સારી એક્ટર અને ખૂબ મજબૂત મહિલા છે. મને તેમની સાથે સરખાવી લોકો તેમની ઉદારતા દાખવી રહ્યા છે. તાપસીએ તેના કેમેરામેન્સ સાથેેના તેના અનુભવ બાબતે નિખાલસતાથી વાતો કરતાં જણાવ્યું હતું કે મારી સાચાં ખોટાની સ્પષ્ટ સેન્સને કારણે હું તેમને ગમતી નથી. મારી થોડાં વધારે નમ્ર બનવું જોઇએ પણ તેઓ મારાં નામની બૂમો પાડે છે તે મને ગમતું નથી. મારા માતાપિતા સિવાય કોઇ મારા નામની બૂમ પાડી મને બોલાવતું નથી. તમે મારી નજીક ઉભાં હો તો તમારે તાપસી તાપસી એમ બૂમો શા માટે પાડવી જોઇએ?તાપસીએ પોતે રોષે ભરાય તે ફોટોગ્રાફર્સ અને તેના માટે કેવી રીતે લાભકારક છે તે સમજાવતાં તાપસીએ હસીને જણાવ્યું હતું કે ક્લિકબેઇટ તરીકે મારી આવી તસવીરો તેમના પેજીસને ચલાવવામાં ઉપયોગી બને છે. હું તેમને વ્યુ મેળવવામાં સહાય કરું છું. મને આનંદ છે કે મારે કારણે તેમના જીવન પર કોઇ અસર થાય છે.

