Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી

    July 17, 2026

    Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો

    July 17, 2026

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી
    • Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો
    • શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે
    • Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ
    • Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર
    • Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ
    • Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ
    • Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ભગવાન Parashuramaનું જીવનચરીત્ર
    લેખ

    ભગવાન Parashuramaનું જીવનચરીત્ર

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે પૂત્ર પ્રાપ્તિ માટે પૂત્રેષ્ટિ યજ્ઞ કર્યો જેના ફળ સ્વરૂપે ગાધિ નામના પરમ ધર્માત્મા પૂત્ર થયા.રાજા ગાધિની સત્યવતી નામની એક કન્યા હતી જેને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિ સાથે પરણાવી હતી.

    “તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું ગાંડો થયો હતો. હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી. ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે મનુષ્ય જીવન એકલા ભોગ માટે નહી પરંતુ પરમાત્માના યોગ માટે છે એ હું સમજું છું પરંતુ મને એક સંતાન થાય એવી ઇચ્છા છે જે આપ પુરી કરો અને આખરે ઋચિક પત્નીની ઇચ્છા પુરી કરવા તૈયાર થઇ જાય છે.”

    એકવાર સત્યવતી પોતાના પિયર જાય છે અને માતાને કહે છે કે મારે પતિ સાથે કોઇપણ પ્રકારના મતભેદ નથી.મારા પતિએ મને એક પૂત્રરત્ન થાય તે માટે રાજી થઇ ગયા છે.ત્યારે સત્યવતીની માતા કહે છે કે તારા પતિ ઘણાજ પ્રભાવશાળી તપસ્વી છે અને તારે પણ ભાઇ નથી તેથી મારા માટે પણ આર્શિવાદ માંગી લેજે.સત્યવતી પતિ સમક્ષ પ્રસ્તાવ મુકે છે કે મારે ભાઇ નથી.તમે મને જેમ એક અપત્ય આપવાના છો તેમ મારી માતાને પણ એક અપત્ય આપવાની કૃપા કરજો.ગાધિરાજા ક્ષત્રિય હતા અને ઋચિક બ્રાહ્મણ હતા તેથી ઋચિકે પોતાનો દિકરો બ્રહ્મતેજવાળો બને અને સત્યવતીની માતાનો દિકરો ક્ષત્રિય તેજવાળો બને તે માટે ઋચિકે પોતાના તપ અને મંત્રશક્તિના પ્રભાવથી બે ચરૂં(ભાતના ગોળા) બનાવ્યા.

    બંને ચરૂ લઇને સત્યવતી પોતાની માતા પાસે આવે છે ત્યારે તેમની માતાના મનમાં વિચાર આવે છે કે સત્યવતીના પતિને એના ઉપર ઘણો જ પ્રેમ છે તેથી તેઓને મહાન પ્રભાવી દિકરો થાય એવો ચરૂ સત્યવતી માટે તૈયાર કર્યો હશે અને મારા માટે જે ચરૂ બનાવ્યો છે તેમાં જોઇએ એટલો પ્રભાવ હશે નહી. આવી શંકાના કારણે સત્યવતીના માટે તૈયાર કરેલ ચરૂં પોતે ખાય છે અને પોતાના માટે તૈયાર કરેલ ચરૂં સત્યવતીને ખવડાવે છે.

    આમ ચરૂં ઉલટ-સુલટ થઇ જવાથી ગાધિરાજાને ત્યાં બ્રહ્મતેજવાળા ક્ષત્રિય સ્વભાવના જન્મ્યા તે વિશ્વામિત્ર અને બ્રાહ્મણ ઋચિક અને સત્યવતીનું સંતાન જમદગ્નિ ક્ષત્રિય તેજવાળા જન્મે છે.વિશ્વામિત્ર અને જમદગ્નિ મામા-ભાણેજ થાય.જમદગ્નિમાં ક્ષત્રિયોચિત ગુણો હતા.જન્મ્યા ત્યારથી ધગધતા અગ્નિ જેવા જલદ સ્વભાવના ઋષિ હતા.જન્મજાત તેઓ વિદ્વાન હતા.તેમનું લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી રેણુકા સાથે કરવામાં આવ્યું હતું.તેમને પાંચ પુત્ર થયા હતા તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા જેને આપણે ભગવાનનો છઠ્ઠો અવતાર માનીએ છીએ.તે જન્મથી શૂરવીર,ધનુર્વિદ્યાના જાણકાર,સુંદર અને તિક્ષ્ણ બુદ્ધિવાળા હતા.વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.

    એકવાર રેણુકા સ્નાન કરવા ગયા તે સમયે ચિત્રરથ અને ચિત્રાંગદ આ બંન્ને ગંધર્વો પોતાની પત્નીઓ સાથે જલક્રીડા કરતાં હતાં.તેમની ક્રીડા જોઈ રેણુકાને કામવાસનાની અસર થઈ તેથી તે ઘેર આવીને શારીરીક સુખ માટે પ્રર્થના કરે છે જે સાંભળીને ઋષિ ગુસ્સે થાય છે.બ્રાહ્મણની પત્ની અને તારા મનમાં આવા કામુક વિચાર ! એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતા રેણુકાનો શિરચ્છેદ કરવા કહ્યું.કોઈએ આજ્ઞા પાળી નહિ તેથી તેમને પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરી પોતાની માતા રેણુકાનું માથું પોતાના ફરસાથી કાપી નાખ્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહેતાં પરશુરામે પોતાની માતાને સજીવન કરવા અને માતા રેણુકાના અંતઃકરણમાં મારા માટે દ્વેષ ન રહે અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરી દેવાનું વરદાન માંગ્યું.જમદગ્નિએ તપ સાર્મથ્યથી રેણુકાને સજીવન કરી.ત્યારબાદ તેમને ક્રોધનો સદંતર ત્યાગ કર્યો.

    રેણુકા મર્યા કેવી રીતે અને જીવતા કેવી રીતે થયા? મહાભારતમાં આવો જ એક પ્રસંગ આવે છે. મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન કર્ણ સામે યુદ્ધમાં હતા તે સમયે તેમને સમાચાર મળ્યા કે યુધિષ્ઠિર ક્યાંય દેખાતા નથી તેથી તેઓ તેમને શોધવા માટે જાય છે ત્યારે તે કર્ણ સાથેના યુદ્ધમાં ઘાયલ થઇ પોતાના તંબૂમાં આવ્યા હતા.અર્જુનને આવેલો જોઇને યુધિષ્ઠિર પુછે છે કે તૂં કર્ણને મારીને આવ્યો છે? ત્યારે અર્જુન કહે છે કે મોટાભાઇ તમે દેખાયા નહી એટલે અમે તમોને શોધવા આવ્યા છીએ.તે સમયે યુધિષ્ઠિર કહે છે કે જો તારાથી કર્ણ ના મરાયો હોય તો તારા ગાંડીવને ધિક્કાર છે,તે તારા હાથમાં શોભતું નથી.

    યુધિષ્ઠિરના આવા વચનોથી અર્જુન ગાંડીવ લઇને યુધિષ્ઠિરને મારવા માટે તૈયાર થાય છે ત્યારે કૃષ્ણ વચ્ચે પડ્યા અને કહ્યું કે અર્જુન તું શું કરવા જાય છે તેનું તને ભાન છે? ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે મારા ગાંડીવનું કોઇ અપમાન કરશે,કોઇ ખરાબ બોલે તો તેને મારી નાખવો.તે સમયે કૃષ્ણએ સમજાવ્યું કે જેને માનાર્થે  તમે કહીને બોલાવવા જોઇએ તેને તૂં કહીને બોલાવો એટલે તેને માર્યા બરાબર છે એટલે તૂં યુધિષ્ઠિરનું અપમાન કર એટલે તે મરી ગયો એમ સમજ જેથી તારી પ્રતિજ્ઞાનું પાલન થશે અને યુધિષ્ઠિરનું શરીર ટકી જશે.

    ભગવાન કૃષ્ણની આવી યુક્તિ અનુસાર અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું એટલે ધર્મરાજાને મારી નાખ્યા બરાબર કહેવાય.ધર્મરાજાનું અપમાન કર્યા બાદ અર્જુન હાથમાં તલવાર લઇ પોતાનું માથું કાપવા તૈયાર થયો ત્યારે કૃષ્ણ કહે છે કે તૂં આ શું કરે છે? ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે કોઇ ધર્મરાજાનું અપમાન કરે કે તેમને મારે તેને હું મારી નાખીશ.ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે હવે શું કરવું? આ લોકોના મનમાં મરવું અને મારવું સિવાય કોઇ વિચાર જ નથી.ભગવાને દેવતાઓને દુર્લભ મનુષ્ય શરીર આપ્યું છે તેનાથી કંઇ કામો લેવા માટે આપ્યું છે માટે શરીરનું રક્ષણ કરવાનું છે.આવી નાની વાતમાં શરીરને ફેંકી દેવું એ ડહાપણની વાત નથી. પોતાની સ્તુતિ-વખાણ પોતાના મોઢે કરવા એ પોતાના મરણ બરાબર છે એટલે તૂં જાહેરમાં વડીલો સામે તારા વખાણ કર એટલે મૃત્યુ બરાબર છે આવો મરણનો રસ્તો ભગવાને બતાવ્યો છે.

    માણસના જીવનમાં તકલીફો આવે એટલે માણસ મનથી મરી જાય છે તે વખતે સંતો મહાપુરૂષો તેની પાસે જાય અને સમજાવે કે તૂં મનથી મરીશ ના, કારણ કે તારૂં મન તારી જોડે જન્મજન્માંતર સુધી સાથે રહેવાનું છે.ગયા જન્મે તે તારી સાથે હતું અને આવતા જન્મે પણ તે સાથે જ આવશે.મનને તાજું રાખવા શ્રીમદ ભગવતગીતા,ઉપનિષદ વગેરે ધર્મગ્રંથો વાંચવાના છે.ભોગ અને અજ્ઞાનના લીધે જીવનમાં નિસ્તેજતા લાચારી આવે છે.ભગવાનની ભક્તિ અને ભગવાનનું કાર્ય શું છે? તે સમજાવી લોકોના જીવનમાંથી ક્ષુદ્રતા અને લાચારી કાઢવા માટે જમદગ્નિએ સતત પુરૂષાર્થ કર્યો.

    નર્મદાતીરથી થોડે દૂર હૈહય વંશના રાજા કૃતવિર્યની રાજધાની હતી.કૃતવિર્યનો છોકરો મહાન ક્ષત્રિય રાજા કાર્તવીર્ય અર્જુન(સહસ્ત્રાર્જુન) એક મહાન પ્રાતઃસ્મરણીય શક્તિ હતી.તેના માટે એવું કહેવાતું હતું કે તેના સ્મરણમાત્રથી ખોવાયેલી વસ્તુ પાછી મળતી હતી.

    એકવાર તે અત્રિઋષિના આશ્રમમાં જઇને તેમનું અપમાન કરે છે.જેને ત્રણ ગુણોને જીત્યા છે તે અત્રિઋષિ તેને મૂર્ખ સમજીને માફ કરી દે છે પરંતુ અત્રિઋષિના પૂત્ર દુર્વાસાથી પોતાના પિતાનું અપમાન સહન ના થયું અને તેને પોતાના બ્રહ્મતેજનું પાણી તેને બતાવ્યું તેથી હારીને તે દુર્વાસા સાથે મિત્રતા કરે છે અને તેમના આશ્રમમાં આવતો-જતો રહે છે.

    સહસ્ત્રાર્જુન અત્રિઋષિના પૂત્ર દત્ત ભગવાનનો ઉપાસક હતો.દત્ત ભગવાન પાસે તેને વરદાન માગ્યું કે લડાઇના સમયે મને હજાર હાથ થાય.દત્ત ભગવાને પ્રસન્ન થઇને તેને વરદાન આપ્યું.હજાર હાથ એટલે સહસ્ત્રાર્જુને પોતાની બુદ્ધિ કૌશલ્યથી સેંકડો લોકોને ભેગા કર્યા એટલે કે હજારો હાથ ભેગા કરીને તે અહંકારી બને છે અને બ્રાહ્મણો-ઋષિઓનો દ્વેષ કરી તેમને હેરાન કરે છે.માણસ મત્સરથી ભરાઇ જાય ત્યારે બીજા વ્યક્તિને બધા લોકો નમસ્કાર કરે તે તેમનાથી સહન થતું નથી.

    એકવાર સહસ્ત્રાર્જુન વશિષ્ઠ ઋષિનો આશ્રમ બાળવા જાય છે તે સમયે વશિષ્ઠની મશ્કરી કરે છે ત્યારે ઋષિ કહે છે કે તને મરવાના કોડ જાગ્યા છે.પરશુરામ સાથે તારો ભેટો થશે ત્યારે તે તને મારશે.રાત દિવસ તે પરશુરામનું નામ સાંભળીને તે ચિડાઇ જતો હતો.તેના માણસોએ કહ્યું કે પરશુરામ હાજર ના હોય ત્યારે આપણે તેમનો આશ્રમ લુંટીએ.

    પરશુરામ આશ્રમમાં હાજર નહોતા ત્યારે એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં આવ્યો.પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ તમામનું આતિથ્ય કર્યું.આ જોઇને સહસ્ત્રાર્જુને બળજબરીથી કામધેનુ લઈ લીધી અને આશ્રમ લૂંટી લીધો તો પણ જમદગ્નિને ક્રોધ આવ્યો નહિ.પરશુરામે બધાને ભેગા કરી સમજાવ્યા કે આ અન્યાયીઓને ચલાવી લેશો તો પ્રભુશક્તિ પણ આપણને મદદ નહી કરે.ક્ષત્રિયો તરીકે પ્રભુએ તેમને સત્તા આપી છે તેનો તે દુરઉપયોગ કરી આસુરી સંસ્કૃતિના ઉપાસક બન્યા છે.

    સહસ્ત્રાર્જુનની પાસેથી પરશુરામે કામધેનુને છોડાવી લાવી આશ્રમધર્મ ચાલુ કર્યો.પરશુરામે સહસ્ત્રાર્જુનને માર્યો હતો તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય એવો લાગ જોઇને જમદગ્નિને મારી નાખ્યા તેનો બદલો લેવા પરશુરામે એકવીસ વખત પૃથ્વી નિઃક્ષત્રિય કરી એટલે કે તેમને ભોગવાદી બનેલા એકવીસ રાજાઓને માર્યા.

    એકવીસવાર ક્ષત્રિયોનો નાશ કર્યા પછી પરશુરામજીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને તેમાં સમગ્ર પૃથ્વી કશ્યપ ઋષિને દાનમાં આપી દીધી હતી.પૃથ્વી ક્ષત્રિયો વગરની ના થાય એવા વિચારથી કશ્યપ ઋષિએ પરશુરામને કહ્યું કે હવે સમગ્ર પૃથ્વી અમારી થઇ છે તેથી તમે દક્ષિણ સમુદ્ર તરફ ચાલ્યા જાઓ. સમુદ્રે પોતાની અંતર્ગત સ્થિત મહેન્દ્રાચલ પર્વત ઉપર તેમને સ્થાન આપ્યું.ભગવાન પરશુરામ ચિરંજીવ છે કોઇ કોઇ ભાગ્યશાળીને આજે પણ તેમનાં દર્શન થાય છે.

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026
    લેખ

    તંત્રી લેખ… ખૂબ જ પીડાદાયક ઘટના

    July 16, 2026
    લેખ

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026
    ધાર્મિક

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026
    લેખ

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી – ભારત સરકાર

    July 15, 2026
    લેખ

    તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી

    July 17, 2026

    Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો

    July 17, 2026

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026

    Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર

    July 17, 2026

    Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી

    July 17, 2026

    Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો

    July 17, 2026

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.