Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli માં ભાજપના નેતાઓ VS પોલીસ: દારૂબંધી અને કાયદા-વ્યવસ્થા મુદ્દે આંતરિક ઘર્ષણ
    સૌરાષ્ટ્ર

    Amreli માં ભાજપના નેતાઓ VS પોલીસ: દારૂબંધી અને કાયદા-વ્યવસ્થા મુદ્દે આંતરિક ઘર્ષણ

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli.તા.31

    ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેની અમલવારીને લઈને અવારનવાર સવાલો ઉઠતા રહે છે. ત્યારે અમરેલી જિલ્લામાં ખુદ ભાજપના જ નેતાઓએ પોલીસની કાર્યપદ્ધતિ અને દારૂબંધીના અમલ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાતે અમરેલીના લીલીયામાં કાયદા-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સામે મોરચો માંડ્યો હતો. બાદમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ દૂધાતના આરોપોને સમર્થન આપી પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે પણ કેટલાક આરોપોનો વળતો જવાબ આપતા સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે.

    છેલ્લા થોડા દિવસથી પોલીસ અને રાજકારણીઓ વચ્ચેની શાબ્દિક ખેંચતાણ ચાલી રહી છે. જેમાં વિપુલ દૂધાતે કરેલા નિવેદન બાદ ગરમાવો આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યા છે અને જિલ્લા પોલીસ વડા ઉદ્ધતતાપૂર્વક વર્તન કરે છે. તેમણે પોતાના આરોપોને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. દૂધાતે દેશી દારૂના વેચાણનો એક વીડિયો વાઈરલ કર્યો હતો અને શાકમાર્કેટમાંથી મળી આવેલી ખાલી દારૂની બોટલોના ફોટા પણ શેર કર્યા હતા, જે પોલીસની નિષ્ફળતાનો પુરાવો હોવાનું તેમણે ગણાવ્યું હતું.

    આ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ પોલીસ વડા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે પોલીસ વડાએ ભાજપના કાર્યાલયના સંચાલન માટે ફંડ ક્યાંથી આવે છે તેની તપાસ કરવાની વાત કહી હતી. કાછડિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “પાર્ટી કાર્યાલય ભાજપના કાર્યકર્તાઓ પોતાની જાતે ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતી કે દારૂના હપ્તા લઈને એશોઆરામ કરે છે. રેતી અને દારૂનો કોઈ ધંધો ચાલતો હોય અને તેમાં કોઈની એજન્સી હોય તો તે પોલીસની જ છે.” તેમણે પોલીસ વડાને દારૂ પીનારાઓને રોકવાની જવાબદારી પોલીસની છે કે નહીં તેવો સીધો સવાલ પણ કર્યો હતો.

    વિપૂલ દૂધાતના આક્ષેપો મામલે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ પોલીસનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વાઈરલ થયેલા વીડિયોના આધારે તપાસ કરીને કનુ વાઘેલા સામે દેશી દારૂનો કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે વિપુલ દૂધાત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, દૂધાત વારંવાર પોલીસની કામગીરીમાં ખોટી ભલામણો કરે છે, જેની નોંધ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી છે.

    વિપૂલ દૂધાતે રેતીના ગેરકાયદેસર ધંધા અંગે કરેલી રજૂઆતનો પણ ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ જવાબ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, દૂધાતના ગામ લીલીયાના ક્રાકચ વિસ્તારમાં પોલીસે રેડ કરતા 25થી વધુ ડમ્પરોનો ગેરકાયદે રેતીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ખાણખનીજ વિભાગને જાણ કરતા ખનીજ વિભાગ દ્વારા માપણી કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરી હતી, તે સમયે રેતીના ગેરકાયદેસર ખનન અંગે રજૂઆત કરનાર ખૂદ વિપુલ દૂધાતે જ રેતી ભરેલું એક ટ્રેક્ટર છોડાવવા ‎ભલામણ કરી હતી.‎

    સમગ્ર ઘટનાક્રમના કારણે અમરેલી જિલ્લામાં પોલિસ અને પોલિટિશ્યન વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી રહ્યો છે. જે ક્યાંકને ક્યાંક ભાજપની જ આંતરિક જૂથબંધીની સાથે પોલીસ અને શાસક પક્ષના સંબંધોમાં ચાલી રહેલા તણાવને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. આ મામલે આગામી સમયમાં રાજકીય ગરમાવો હજુ વધશે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.

    વિપુલ દૂધાતના આરોપોને સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પર બુટલેગરો પાસેથી “મલાઈ ખાવા”નો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો હતો. સંઘાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, “વિપુલ દૂધાતના આક્ષેપો સાચા છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહી છે.”

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યુંઃ ૨ Gujarati ખલાસીઓના મોત, ૧૨નું સફળ રેસ્ક્યૂ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.