Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee
    • Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું
    • RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra
    • Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    • Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
    • Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ગુજરાતની ધરતી પરથી Kejriwalનો પડકાર, ‘ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે
    સૌરાષ્ટ્ર

    ગુજરાતની ધરતી પરથી Kejriwalનો પડકાર, ‘ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Visavadar,તા.31

    આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજી હતી. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. રેલી બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદર વાસીઓને સંબોધ્યા હતા. વિસાવદર વાસીઓને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ’18 વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘૂસવા દીધી નથી. 18 વર્ષથી ભાજપ વિસાવદરમાં જીતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો તો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો. તો ભાજપે વિસાવદર પર હુમલો કરી દીધો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પહેલાં તમે લોકોએ કોંગ્રેસના હર્ષદ રાબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરીને તેને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. વિસાવદરવાસીઓએ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી જીતાડ્યા. ભાજપે તેમને પણ ખરીદી લીધા.

    અરવિંદ કેજરીવાલના સંબોધનની શરૂઆત કરતાં પહેલાં જનમેદનીમાંથી કોઇએ આઇ લવ યુ કહેતાં અરવિંદ કેજરીવાલે આઇ લવ યુ….ટુ…થ્રી.. ફોર કહ્યું વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું હતું. અરવિંદ કેજરીવાલે વિસાવદરવાસીઓને પ્રેમને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. આગળ તેમણે કહ્યું કે ‘આ કોંગ્રેસ પણ એક નંબરની દગાબાજ છે. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે. ભાજપના ખિસ્સામાં બેઠી છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, જ્યારે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા. કોંગ્રેસ અમારી પાસે આવીને કહ્યું કે  અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઉભો ન રાખો. અમે અમારો ઉમેદવાર ઉભો ન રાખ્યો કારણ કે અમારે ભાજપને હરાવવી હતી.’

    વિસાવદરની ચૂંટણીમાં અમે કોંગ્રેસને તેનું વચન યાદ અપાવ્યું કે વિસાવદરમાં તમારો ઉમેદવારો ઉભો રાખશો નહી. કોંગ્રેસે માન્યું નહી કારણ કે ભાજપનો આદેશ હતો કે કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખે. કોંગ્રેસ દગાબાજ છે. આ વખતે કોંગ્રેસને પણ મજા ચખાડવાની છે. આ વખતે તમારે કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીઓને મજા ચખાડવાની છે. અમારો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભષ્ટાચારીઓ સામે લડે છે. કોઇનાથી ડરતો નથી. મોટા મોટા ભષ્ટાચારીઓની ઐસી તૈસી કરી નાખે છે. ગોપાલ ઇટાલિયા તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે જ નહીં આખા ગુજરાત માટે લડશે.

    અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતથી જીતાડવાના છે અને વિધાનસભામાં પહોંચડાવાના છે. ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે. વિધાનસભામાં જઇને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. હું તમારો ઉત્સાહ જોઇ રહ્યો છું તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઇને સપોર્ટ કરવા ઉભા છો.

    જન આર્શિવાદ યાત્રામાં અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે ‘ભાજપ કહે છે કે વિસાવદવાસીઓ તમારી મરજી હોય તેને જીતાડો, અમે તેને ખરીદી લઇશું. તો આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે પણ અમારો હિરા જેવો સભ્ય ઉભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે, કેજરીવાલ રાજકારણ છોડી દેશે. ગોપાલ ઇટાલિયાને એટલી ભારે બહુમતિથી જીતાડજો કે ભાજપને તમાચો લાગવો જોઇએ.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026
    Search
    Main News

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.