New Delhi, તા.13
અમેરિકા-ઇરાન વચ્ચે ફરી ભીષણ જંગને પગલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવતા શેર સહિત કોમોડિટી માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો. આક્રમક વેચવાલીથી શેર, સોના-ચાંદી તથા રૂપિયો ગગડ્યા હતા જ્યારે ક્રૂડતેલ ફરી 80 ડોલરની નજીક પહોંચી ગયું હતું.
ઇરાન-અમેરિકા વચ્ચેનું ફરી શરુ થયેલું યુધ્ધ વધુને વધુ વકરવા સાથે દરિયાઇ પરિવહનના મુખ્ય સ્ત્રોત સમાન હોર્મુઝ ખાડીને બંધ કરી દેવામાં આવી છે. ફરી વખત વિશ્વસ્તરે પેટ્રોલીયમ સંકટ સર્જાવાની આશંકાને પગલે ગભરાટનો માહોલ હતો. શેરબજાર ઉઘડતામાં જ ગેપડાઉન ખુલ્યું હતું. ગભરાટભરી વેચવાલીથી મોટાભાગના શેરો ગગડ્યા હતા. નીચા મથાળે લેવાલીથી થોડી રિકવરી આવવા છતાં રેડઝોનમાં જ હતું.
કલ્યાણ જ્વેલર્સ, ભેલ, યુનિયન બેંક, વોલ્ટાસ, સીટીએસ, શ્યામ મેટાલીક, વેકસ્પન વગેરે શેરોમાં સુધારો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, એન્જલ-વન, ડીમાર્ટ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, વોડાફોન, યસ બેંક, સુઝલોન, વેદાંતા, પતંજલી, ટાટા કેપિટલ, વારી એનર્જી તૂટ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 77293 સાંપડ્યો હતો તે ઉંચામાં 77313 તથા નીચામાં 77857 હતો. નિફટી 80 પોઇન્ટ ગગડીને 24126 હતો તે ઉંચામાં 24128 તથા નીચામાં 24000 હતો.
સોના-ચાંદી ધરાશાયી થયા હતા. વિશ્વ બજારમાં સોનુ ગગડીને 4054 ડોલર હતું. લોકલ વાયદામાં 1350 તૂટીને 142100 હતું. ચાંદી વાયદામાં 3800ના ઘટાડાથી 219050 હતી. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 42 પૈસા ગગડીને 9575 હતો. ક્રૂડમાં 4 ટકાનો ઉછાળો હતો. ડબલ્યુટીઆઇ ક્રૂડ 74.50 ડોલર તથા બ્રેન્ટક્રૂડ 79.28 ડોલર હતું.

