Sydney,તા.04
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પાંચમા અને અંતિમ ટેસ્ટમાં રસપ્રદ સ્થિતિ બની છે તે સમયે જ ભારતના કેપ્ટન તથા સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ ઈન્જર્ડ થયો છે.
આજે તેણે પ્રથમ સેસનમાં ઓસ્ટ્રેલિયાની વધુ એક વિકેટ ખેડવી હતી પણ બીજા સેશન-લંચ બાદ અચાનક જ તે મેદાન બહાર સ્કેનીંગ માટે ચાલ્યા જતા ટીમ ઈન્ડીયાના કેમ્પમાં ચિંતા સર્જાઈ છે.
તેણે બીજા સેશનમાં ફકત એક જ ઓવર કરી હતી અને મેદાન છોડવાની ફરજ પડી છે અને મેદાન પર કેપ્ટનની જવાબદારી વિરાટ કોહલીને સોપવી પડી છે. ભારત માટે આ મેચ જીતવો જરૂરી છે તો જ તે શ્રેણી ડ્રો કરી શકશે અને બુમરાહ સમગ્ર શ્રેણીમાં ઓસી ટીમ માટે મુસીબત બની ગયો છે.
હવે બુમરાહને સ્કેનીંગ માટે હોસ્પીટલ લઈ જવાયો છે. હજુ સુધી તેની ઈજા અંગે કોઈ માહિતી જાહેર થઈ નથી.

