પૌત્રની સગાઇ ાં સુરત ગયેલા આધેડના મકાનમાં તસ્કરો ત્રાટક્યા
(ચિતરંજન છાટબાર દ્વારા)
Babra તા.૧૨
બાબરા તાલુકા ના ખાખરીયા ગામે થી સુરત રહેતા પૌત્ર ની સગાઇ પ્રસંગ માં ગયેલા પટેલ વૃધ્ધ ના બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી મકાન માંથી કબાટ તોડી અને ત્રણ લાખ ની રોકડ તથા સોના ના દાગીના મળી કુલ રૂપિયા ૧૮,૬૦,૦૦૦ નો મુદામાલ ઉપાડી જવા અંગે બાબરા પોલીસ માં ફરિયાદ આપી છે
૮૦ વર્ષીય ખેડુત જાદવભાઇ સવજીભાઇ નારોલા રહે.ખાખરીયા તા.બાબરા જી.અમરેલી ના જણાવ્યા મુજબ તેઓ સુરત ખાતે તેમના દિકરાના દિકરાની સગાઇ માં ગયેલ હોય અને ઘરે કોઇ હાજર ન હોય અને તા.૧૦/૦૫/૨૦૨૬ ના સવારના આશરે સાડા દશેક વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કોઇ ચોર ઇસમ મકાનના ડેલાના તાળા નકુચા માથી તોડી ચોરી કરવાના ઇરાદે ઘરમા પ્રવેશ કરી રૂમના દરવાજાના તાળા નકુચા માથી તોડી રૂમની અંદર કબાટમાં મારેલ તાળુ તોડી અને કબાટની તેજુરીનો લોક તોડી અને તેજુરી અંદર રાખેલ એક સોનાની માળા જેનું વજન આશરે ૫૦ ગ્રામ જેની હાલની બજાર કિ.રૂ. ૬,૫૦,૦૦૦/- તથા એક સોનાનો હાર જેનું વજન આશરે ૪૦ ગ્રામ જેની બજાર કિ.રૂ. ૫,૨૦,૦૦૦/- તથા બે સોનાની વિટી તથા એક જોડ કાનમાં પહેરવાની જુની સોનાની પોખાની જેનું વજન આશરે ૨૦ ગ્રામ જેની બજાર કિ.રૂ.૨,૬૦,૦૦૦/- તથા સોનાની બે ચુડલી જેનું વજન
આશરે ૧૦ ગ્રામ જેની બજાર કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા કપાસ તથા શીંગ વેચેલ હોય જેના રોકડારૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા-૧૮,૬૦,૦૦૦/-ની મત્તાની ચોરી કરી નાસી જવા પામ્યા છે
બાબરા પોલીસ દ્વારા ડોગ સ્વોડ તથા એફ એસ એલ ટીમ અને નજીક ના વિસ્તારો ના સીસીટીવી આધારે હાલ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે એકંદરે બાબરા ના ગ્રામ્ય વિસ્તાર માં નોંધપાત્ર ઘરફોડ ચોરી ના બનાવ થી ગ્રામ્ય રહેવાસી માં તસ્કરો ની રંજાડ થી ભય નો માહોલ પેદા થયો છે સ્થાનિક પોલીસ વર્તુળ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં સઘન રાત્રી પેટ્રોલીગ કરવા પણ માંગ ઉઠવા પામી છે

