New Delhi, તા.21
દેશભરના નેશનલ હાઇવે પર સફર કરનારાઓ માટે મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી (એનએચએઆર) 1 એપિલ-2026થી બધા ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવા પર વિચાર કરી રહી છે.
ગુરુવારે જાહેર આ અધિકૃત નિવેદન મુજબ આ પગલાંનો ઉદ્ેશ ડિજિટલ ટોલિંગ સિસ્ટમ વિકસિત કરવા અને ઇન્કટ્રોનિક ટોલ સંગ્રહ (ઇટીસી)માં હવે અત્યાર સુધીમાં હાંસલ પ્રગતિને વધુ મજબૂત કરવાનો છે. એનએચએઆઇનું માનવું છે કે આથી ટોલ લેનની કાર્યક્ષમતા વધશે, પ્લાઝા પર ભીડ ઘટશે અને લેવડ-દેવડમાં પારદર્શિતા અને સ્થિરતા નિશ્ચિત થશે.
ઓથોરિટીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફાસ્ટેગનો ઉપયોગ 98થી વધુ ટકા થઇ ગયો છે જેથી ટોલ વસુલીની રીતમાં વ્યાપક ફેરફાર આવ્યા છે. હાલમાં મોટાભાગની ટોલ લેવડ-દેવડમાં વાહનોમાં લાગેલ આરએફઆઇટી સક્ષમ ફાસ્ટેગથી ઇલેક્ટ્રોનિક રીતે થઇ રહી છે.
જેથી સંપર્ક રહિત અને ઝડપી અવર-જવર સંભવ થઇ શક્યું છે. આ ઉપરાંત ત્વરિત અને સુલભ પેમેન્ટ વિકલ્પ તરીકે દેશભરના ટોલ પ્લાઝા પર યુપીઆઇ સુવિધા પણ શરૂ કરાઇ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે હાઇવે પર માન્ય અને સક્રિય ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝામાં પ્રવેશ કરનાર વાહનો રોકડમાં ચૂકવે તો ડબલ ટોલ ચૂકવવો પડે છે.

