Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘China ભારતની 4064 ચો.કિ.મી. જમીન પચાવી પાડી..’ ભાજપના વરિષ્ઠ નેતાના મોદી સરકાર પર આક્ષેપ
    રાષ્ટ્રીય

    ‘China ભારતની 4064 ચો.કિ.મી. જમીન પચાવી પાડી..’ ભાજપના વરિષ્ઠ નેતાના મોદી સરકાર પર આક્ષેપ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચીને ભારતની 4064 ચોરસ કિમી જમીન પચાવી હોવાની વાત મોદી સરકાર છૂપાવી રહી છે : ભાજપના વરિષ્ઠ નેતાનો આક્ષેપ

    પીએમ મોદી ચીનના સૈન્ય સામે નતમસ્તક થઈ ગયા, આરટીઆઈ હેઠળ ચીન અંગે તેમને માહિતી અપાતી નથી  સ્વામી, ઑક્ટોબર ૨૦૨૩માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

    નહેરુ-ગાંધી પરિવારના ચીન સાથે ગાઢ સંબંધ હોવાથી લદ્દાખ મુદ્દે કોંગ્રેસ ચૂપ હોવાનો સ્વામીનો આક્ષેપ

     

    New Delhi,તા.05

    ચીને લદ્દાખમાં ભારતની ૪,૦૬૪ કિ.મી. જમીન પચાવી પાડી છે અને આ વાત મોદી સરકાર સમગ્ર દેશથી છુપાવી રહી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીયે પડી ગઈ છે તેવા આક્ષેપો કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે. વધુમાં નહેરુ-ગાંધી ખાનદાનના ગાઢ સંબંધના કારણે કોંગ્રેસ પણ ચીનનો મુદ્દો ઉઠાવવાનું ટાળી રહી હોવાનો આક્ષેપ સ્વામીએ કર્યો છે. લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ચીને પુલ બાંધી દીધો હોવાના અહેવાલો આવતા સ્વામીએ મોદી સરકાર અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચીને ભારતનો ૪૦૬૪ ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો હોવાની વાત નરેન્દ્ર ેમોદી સરકાર છૂપાવી રહી હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ૨૯ અને ૩૦ જુલાઈએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને મોદી સરકાર પર અનેક આંચકાનજક હુમલા કર્યા હતા. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે. વધુમાં મોદી ચીનના સૈન્ય સામે નતમસ્તક થઈ ગયા છે. ચીને પેંગોગ સરોવર પર નવો પુલ બાંધી દીધો છે અને તેના પરથી તે ખૂબ જ ટૂંકા સમયમાં ચુશુલ એરફિલ્ડ સુધી પહોંચી શકે છે.

    ૮૪ વર્ષીય ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું હતું કે, લદ્દાખ પર ચીન દ્વારા વ્યૂહાત્મક રીતે કબજો કરી લેવાયો છે જ્યારે  આપણી નબળી નેતાગીરી ‘કોઈ આયા નહીં’ કહીને વિલાપ કરી રહી છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ ચીને પેંગોંગ સરોવર પર નવો પુલ બનાવી દીધો છે, જે ૫૦થી ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરને પાર કરવાનો સમય કેટલાક કલાક ઘટાડી દેશે તેમ કહેવાઈ રહ્યું છે.

    ભાજપ નેતાએ સવાલો કર્યા હતા કે, ચીને ભારતનો ૪૦૬૪ ચોરસ કિલોમીટરના વિસ્તાર પચાવી પાડયો એ અંગે મોદી સરકાર પોતાને માહિતી કેમ આપી રહી નથી? નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ચીન સાથેની સોદાબાજીમાં સામેલ નથી ને?  નરેન્દ્ર મોદી સરકાર મારો વિરોધ કેમ કરી રહી છે? સ્વામીએ ચીનનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, નહેરૂ-ગાંધી ખાનદાનના ચીન સાથે ગાઢ સંબંધો છે. તેમણે ચીન સાથે સોદાબાજી કરી છે તેથી કોંગ્રેસ આ મુદ્દે બિલકુલ ચૂપ છે પણ મોદી સરકાર પણ તેમને માહિતી આપી રહી નથી.

    સ્વામીએ સવાલ કર્યો કે, ચીને ભારતની જમીન પર કબજો કર્યો તેની સાથે જોડાયેલું સત્ય જાણવાથી રોકવા માટે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં તેમનો વિરોધ કેમ કરી રહી છે? સુબ્રમણ્યમ સ્વામીએ ૨૯ અને ૩૦ જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં લખ્યું કે, લોકોને સત્ય જાણવાનો અધિકાર છે.  કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો ઉઠાવી રહી નથી  કારણ કે ગાંધી પરિવારનો ચીન સાથે કરાર છે. શું નરેન્દ્ર મોદીએ પણ ચીન સાથે સોદાબાજી કરી છે?

    ભાજપ નેતા સ્વામીએ નવેમ્બર ૨૦૨૨માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને  પૂછયું હતું કે, ચીને ભારતની કેટલી જમીન પર કબજો જમાવ્યો છે ? ૨૦૧૪ પછી ભારત-ચીન સરહદે નવા બફર ઝોન અથવા ‘નો મેન્સ લેન્ડ’ બનાવવાને કારણે કેટલી ભારતીય ‘સાર્વભૌમ જમીન ગુમાવી છે ?  વર્ષ ૧૯૯૬માં ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું પાલન કરવા માટે પરસ્પર સંમત થયા પછી ભારતીય વિસ્તારમાં ચીની સૈન્યના આક્રમણ  અને  કયા કરાર હેઠળ અથવા બીજી કઈ રીતે ભારતે અક્સાઈ ચીન પ્રદેશ ચીનને સોંપ્યો હતો ?  સ્વામીએ બફર ઝોનની રચનાને કારણે ભારતમાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યાને લગતી માહિતી પણ માંગી હતી.જોકે ગૃહ મંત્રાલયે સ્વામીને આ માહિતી આપી નથી.

    સુબ્રમણ્યમ સ્વામીએ ૯ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ આ માહિતી મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ભાજપ નેતા સ્વામી ચીન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલા કરી રહ્યા છે. સ્વામીએ ગયા મહિને પીએમ મોદી પર હુમલો કરતા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, પીએમ મોદીને જે ઈમારતોના શિલાન્યાસ પર તેમનું નામ લખેલું છે તેના માટે યાદ કરવામાં આવશે. મોહમ્મદ બિન તુઘલક અને ભારતમાં બ્રિટિશ શાસકોની જેમ તેમણે પણ દેશમાં ઈમારતો ઊભી કરી છે, જેનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ તેઓ ભુલાઈ ગયા છે. તે જ રીતે પીએમ મોદીને લદ્દાખમાં ચીન સામે આત્મસમર્પણ કરવા બદલ યાદ રાખવામાં આવશે.

    CHINA On-its-knees-against Swamy Weak-leadership-of-the-country
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.