(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૫
મીતાણા ગામની સીમમાં આવેલ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બે પક્ષ વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી જેમાં બંને પક્ષે મારામારીમાં સાત વ્યકિતને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઇ ભરવાડે આરોપી સૂર્યકાંત શર્મા અને તેની સાથેના ત્રણ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મીતાણા ગામની સીમમાં આવેલ ફીનોમેક્સ કારખાનામાં આરોપીઓએ ગાડી ખાલી કરવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો આપી એલ્યુમીનીયમ એન્ગલો વડે ફરિયાદી રાઘવ તેમજ રામભાઈને માર મારી માથામાં ટાંકા અને પગમાં ફ્રેકચર ઈજા કરી હતી તેમજ મુકેશભાઈને ડાબા હાથ અને પગમાં ઈજા કરી હતી
સામાપક્ષે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હાલ મીતાણા ગામની સીમમાં ફિલોમેક્ષ કારખાનામાં રહેતા શ્યામકાંત સૂર્યમની શર્માએ આરોપીઓ રાઘવ ભરવાડ અને તેની સાથેના ત્રણ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કારખાનામાં ગાડી ખાલી કરવા ગાડી થોડી પછી લેવા બાબતે આરોપીઓએ ફરિયાદી સહિતનાઓ સાથે ઝઘડો કરી પાઈપ ધોકા વડે ફરિયાદી તેમજ તેની સાથેના રજનીકુમાર અને ધીરજકુમારને મારી ઈજા કરી હતી અને બ્રિજેશને હાથ અને પગમાં ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

