Rajkot,તા.22
ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ એટલે કે ગુજસીટોક હેઠળ રાજકોટ ક્રાઇમ બ્રાંચે થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગના ૧૨ સભ્યો સામે ગુનો દાખલ કરી ૮ સભ્યોની ધરપકડ કરી છે. જોકે મુખ્ય સુત્રધાર શામજી સહિતનાં ચાર આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ જારી રખાઇ છે.
૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન શામજી મકા ગેંગ સામે ખૂન, ખૂનની કોશિષ, ગંભીર ઇજાઓ, અપહરણ, લૂંટ, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ સહિતનાં ૩૭ ગુના નોંધાયા હતા. જેમાંથી ૨૨ ગંભીર ગુના ગુજસીટોકની વ્યાખ્યામાં આવતા હોવાથી ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી.બસીયા, ફર્સ્ટ પીઆઇ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજાએ દરખાસ્ત તૈયાર કરી હતી.

