(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૫
મોરબીમાં બે સ્થળેથી ગૌરક્ષકોની ટીમે ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લીધા હતા મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના મહેન્દ્રનગર ગામના શિવમ પ્રવીણભાઈ કાસુન્દ્રાએ આરોપીઓ ઇકબાલ લાડ્ભાઈ ભટ્ટી, અશરફ ઇકબાલ રાજાણી અને અસ્લમ સલીમ ભટ્ટી એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની સુપરકેરી ગાડી જીજે ૧૩ એએક્સ ૯૦૮૬ વાળીમાં ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના પશુ જીવ બકરા નંગ ૦૪ અને ઘેટું નંગ ૦૧ તેમજ નાના પશુ જીવ ઘેટાના બછડા નંગ ૨૪ સહીત કુલ ૨૯ જીવ ખીચોખીચ ભરી નીકળતા ગુનો કર્યો છે
બીજી ફરિયાદ મહેન્દ્રનગર ગામના કાર્તિક મનસુખ કાવરે આરોપીઓ હુશેન ગનીભાઈ સાયબાણી, રમજુ રાઉંમાં વિરુદ્ધ નોંધાવી છે કે આરોપીઓએ મહિન્દ્રા બોલેરો જીજે ૦૩ બીડબલ્યુ ૫૦૮૫ વાળીમાં ભેંસના પાડા નંગ ૦૩ ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે બંને ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

