હવે સવાલ એ થાય છે કે, દુકાનમાં સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ શા માટે આવ્યું?
Surat,તા. 27
સુરતમાં ડીજીવીસીએલ (ડ્ઢય્ફઝ્રન્)ના સાદા મીટર અને સ્માર્ટ મીટરને લઈને ફરી વિવાદ સર્જાયો છે. એક ગ્રાહકને તેની દુકાનમાં જૂનું મીટર લાગેલું હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ અને સાદા મીટરનું બિલ એમ કુલ ૨ બિલ આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, આ ગ્રાહકને સાદા મીટરનું બિલ ૯૮૮ રૂપિયા જેટલું આવ્યું છે, જ્યારે સ્માર્ટ મીટરનું બિલ ૪૩૫૧ રૂપિયા આવ્યું છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે, દુકાનમાં સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ શા માટે આવ્યું?
સુરત શહેરના કીમ વિસ્તારમાં આવેલી કેયા ડેકોર નામની દુકાનના માલિક સાથે વિચિત્ર બનાવ બન્યો છે. દુકાનદારને તેમની દુકાનમાં સાદુ વીજ મીટર લગાવેલું હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ મળતાં મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. આ ઘટનાએ ડ્ઢય્ફઝ્રન્ની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
સમગ્ર મામલે આશિષ ચૌહાણ નામના દુકાનદારે જણાવ્યું કે, ’મારી દુકાનનું સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે, પણ મારી દુકાનમાં સ્માર્ટ મીટર લાગેલું જ નથી. સ્માર્ટ મીટરનું બિલ ૪૩૫૧ રૂપિયા આવ્યું છે. હવે આ બિલ આવ્યું ક્યાંથી?’ તેમણે કહ્યું કે,’મારી દુકાનમાં તો સાદુ મીટર લાગેલું છે. સ્માર્ટ મીટરનું બિલ આવ્યું, સાથે-સાથે સાદા મીટરનું બિલ પણ આવ્યું છે. સાદા મીટરનું બિલ ૯૮૮ રૂપિયા આવ્યું છે. હવે મારે આ બંને બિલમાંથી કયું ભરવું?’
દુકાનદારે વધુમાં જણાવ્યું કે, ’૨-૨ બિલ આવ્યા પછી હું ડ્ઢય્ફઝ્રન્ની ઓફિસે ફરિયાદ કરવા ગયો હતો. મને એવું કહ્યું કે, સિસ્ટમમાં થોડી ભૂલ થઈ ગયેલી છે. હવે સિસ્ટમના લીધે અમારે શું કરવાનું?’ દુકાનદાર આશિષ ચૌહાણે કહ્યું કે, ’જ્યારે હું દુકાનનું બિલ ઓનલાઈન ભરવા જાવ છું, ત્યારે મને ૪૩૫૧ રૂપિયા બિલ બતાવે છે.’દુકાનદાર સાથે બનેલી આ ઘટના બાદ ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકો સ્માર્ટ મીટરના બિલ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે આવી ઘટનાઓને લઈને ગ્રાહકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. હાલમાં ગ્રાહક યોગ્ય બિલ અંગે સ્પષ્ટતા અને ઉકેલની રાહ જોઈ રહ્યો છે.

