Mumbai,તા.16
એકટ્રેસ મૌની રોયે આખરે પતિ સૂરજ નામ્બિયાર સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. જોકે, મૌનીની આ જાહેરાત સાથે જ ચાહકોએ તેની ખાસ સખી દિશા પટાણીને ટ્રોલ કરવાનું શરુ કરી દેતાં મૌનીએ તેની આ છૂટાછેડાની જાહેરાત કરતી પોસ્ટનું કોમેન્ટ સેક્શન ઓફ કરી દેવાની ફરજ પડી હતી.
થોડા દિવસો પહેલાં જ મૌની તથા સૂરજે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધાં હતાં તથા તેમની બધી તસવીરો ડિલીટ કરી દીધી હતી. તેના કારણે તેમની છૂટાછેડાની અટકળો વ્યાપક બની હતી. આખરે, ગુરુવારે રાતે મૌની તથા સૂરજે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડા જાહેર કરતી પોસ્ટ મૂકી હતી. તે સાથે જ ચાહકો દિશા પટાણી પર તૂટી પડયા હતા.

