Tehran,તા.25
અમેરિકા-ઈરાન સાથેના યુદ્ધની સમાપ્તી સાથે જ મહત્વપૂર્ણ હોર્મુઝ જળમાર્ગ ખુલ્લી ગયો છે અને અહી 100 દિવસથી ફસાયેલા ઓઈલ ટેન્કર સહિતના જહાજોનું આવાગમન શરૂ થતા જ દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે.
તે સમયે અમેરિકી મદદથી જહાજોએ હોર્મુઝમાં નિર્ધારિત જળમાર્ગ કરતા નવા જળમાર્ગ શરૂ જહાજોએ આવાગમન શરૂ કરતા ઈરાન ભડકી ઉઠયુ છે અને જાહેર કર્યુ છે કે અહીથી પસાર થતા વ્યાપારી જહાજોએ ઈરાને નિશ્ચિત કરેલા જળમાર્ગ પરથી પસાર થવા આદેશ આપ્યા છે તથા ઈરાની તો નૌકાદળ સાથે સમન્વય કરવા આદેશ આપ્યા છે.
ઈરાને જાહેર કર્યુ છે કે, તેની મંજુરી વગર કોઈ નવા જળમાર્ગ પર જહાજોનું આવાગમન શરૂ થશે નહી. આ અગાઉ ઓમાને જાહેર કર્યુ હતું કે તે અહીથી પસાર થતા વ્યાપારી જહાજો માટે નવો જળમાર્ગ ઉપલબ્ધ બનાવાશે.
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાન-ઓમાનની સંયુક્ત ઓથોરિટી છે. ઓમાને હાલના માર્ગથી ઉતર અને દક્ષિણમાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની મદદથી વ્યાપારી જહાજો માટે નવો રૂટ તૈયાર કર્યો છે. જેમાં કોઈ ટોલ ટેક્ષ કે અન્ય કોઈ પાબંધી નથી પણ ઈરાને તે નામંજુર કર્યા છે.
ઓમાને જાહેર કર્યુ છે કે, તેનો ઈરાદો અહી ઓઈલ ટેન્કર સહિત તમામ વ્યાપારી જહાજોને સલામત આવાગમન કરવા માટે સુવિધા આપવાનો છે. ઓમાને દાવો કર્યો છે કે ઈરાન-અમેરિકા વચ્ચેની સમજુતી મુજબ જ આ માર્ગ નિશ્ચિત કર્યા છે પણ ઈરાને તેનો ઈન્કાર કર્યો હતો. ઈરાન જે જળમાર્ગ પર જવા દબાણ લાવે છે તે ચેનલ નંબર 16 તરીકે ઓળખાય છે.

