Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક

    August 4, 2026

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026

    આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક
    • Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ
    • આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે
    • Manavadarમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
    • નટરાજ Somnathના ચરણોમાં કલા આરાધના કલા મહોત્સવ-૨૦૨૬ નો દિવ્ય પ્રારંભ
    • Rajkot: હાપા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ
    • Rajkot ડિવિઝનમાં RPFની સફળતાઃ જુલાઈમાં ૪.૦૩ લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ૭ આરોપીઓની ધરપકડ
    • સંસદ, કાયદો અને લોકશાહી: 2026ના ચોમાસુ સત્રના અંતિમ તબક્કામાં કાયદાકીય જવાબદારીનો પડકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»નટરાજ Somnathના ચરણોમાં કલા આરાધના કલા મહોત્સવ-૨૦૨૬ નો દિવ્ય પ્રારંભ
    સૌરાષ્ટ્ર

    નટરાજ Somnathના ચરણોમાં કલા આરાધના કલા મહોત્સવ-૨૦૨૬ નો દિવ્ય પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન

    Somnath તા.૪

    વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના યશસ્વી માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ ખાતે પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુઓ સુવિધાસભર દર્શન, આવાસ અને ભોજન પ્રસાદ સાથે વિશ્વસ્તરીય આતિથ્યનો અનુભવ મેળવી રહ્યા છે.

    ત્યારે પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રારંભ કરાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી આવનાર ભક્તોના પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી શ્રાવણ માસ પૂર્વે વંદે સોમનાથ કલા મહોત્સવ અંતર્ગત સોમનાથ ખાતે દેશ ભરમાંથી કલાકારો પધારીને નૃત્ય આરાધના દ્વારા મહાદેવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પિત કરી રહ્યા છે. ’વંદે સોમનાથ’ ઉપક્રમ હેઠળ છેલ્લા ૨ વર્ષથી આ પવિત્ર ભૂમિ પર સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.

    સદીઓ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા કલા અને કલ્યાણના દેવતા નટરાજ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી. આ પ્રાચીન દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલા ’શિવ તત્વ’ને પુનઃ ઉજાગર કરવા માટે શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ‘‘વંદે સોમનાથ કલા મહોત્સવ‘‘ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    ત્યારે આજરોજ ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રારંભ થનાર આ કાર્યક્રમ ૬ ચરણમાં યોજાશે જેમાં તા.૧૦ ઓગસ્ટ, તેમજ શ્રાવણ માસના દરેક સોમવાર તા.૧૭ ઓગસ્ટ,૨૪ ઓગસ્ટ,૩૧ ઓગસ્ટ, તેમજ ૭ સપ્ટેબરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    શ્રાવણ માસ દરમિયાન શ્રેણીબદ્ધ સાંસ્કૃતિક આયોજનો

    શ્રી સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સોમનાથ તીર્થના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને પુનઃ સ્થાપિત કરવાનો છે.

    શ્રાવણ માસના દરેક સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ, પ્રોમોનેડ વોક-વે, અને સાગરદર્શન ભવન ખાતે નિર્મિત ૩ વિશેષ મંચો પર સંગીત, ગાયન અને રોશનીના સમન્વય સાથે કાર્યક્રમો યોજાશે.દેશના ખૂણે-ખૂણેથી આવેલા નિપુણ કલાકારો વિવિધ ભારતીય નૃત્ય શૈલીઓ દ્વારા સોમેશ્વર મહાદેવની આરાધના કરશે.

    મહોત્સવના પ્રથમ ચરણમાં વિશિષ્ટ કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી જેમાં નાદત્રયી સમૂહ, અભિનયા નાગજયોતિ દ્વારા કૂચીપુડી, અંશિકા અગ્રવાલ, ઋષિકેશ મજમુદાર દ્વારા બાંસુરીવાદન, સંગીતા ચેટર્જી દ્વારા કથક, મયંક પંડ્યા દ્વારા માણ ભટ્ટના આખ્યાન, સહિતની વૈવિધ્યસભર કૃતિઓ રજૂ કરી સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવી હતી.

    ‘‘વંદે સોમનાથ‘‘ માત્ર એક કલા મહોત્સવ નથી, પરંતુ સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાનો પુનર્જન્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ હવે માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભક્તિ, ભવ્ય વારસા અને ભારતીયતાનું પ્રતીક બન્યું છે. પ્રાચીન કાળમાં મહારાણી ચૌલાદેવીના સમયમાં જે રીતે કલાકારો દ્વારા મહાદેવની આરાધના થતી હતી, તે કલાત્મક ’સ્વર્ણિમ સતયુગ’ આજે સોમનાથની ભૂમિ પર પુનઃજીવંત થયો છે

    Girsomnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: હાપા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ
    Next Article Manavadarમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

    August 4, 2026
    રાજકોટ

    Rajkot: હાપા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ

    August 4, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં RPFની સફળતાઃ જુલાઈમાં ૪.૦૩ લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ૭ આરોપીઓની ધરપકડ

    August 4, 2026
    જામનગર

    Jamnagarના કાલાવડ પંથકમાં ક્રેટા કારની ટક્કરે બાઈકસવાર બે યુવકો ઘાયલ

    August 4, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા પાટિયા પાસે ટ્રક અડફેટે ૪૪ વર્ષીય બાઈકચાલકનું મોત

    August 4, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:19
    Categories
    Latest News

    Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક

    August 4, 2026

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026

    આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે

    August 4, 2026

    Manavadarમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

    August 4, 2026

    Rajkot: હાપા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ

    August 4, 2026

    Rajkot ડિવિઝનમાં RPFની સફળતાઃ જુલાઈમાં ૪.૦૩ લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ૭ આરોપીઓની ધરપકડ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક

    August 4, 2026

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026

    આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.