Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: દિવાળી જેવો માહોલ, રાજ્યકક્ષાની ૧૫ ઓગસ્ટની ઉજવણીને લઈને શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું
    અમરેલી

    Amreli: દિવાળી જેવો માહોલ, રાજ્યકક્ષાની ૧૫ ઓગસ્ટની ઉજવણીને લઈને શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)Amreli,તા.૧૩

    રાજ્યકક્ષાના ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે અમરેલીના આંગણે થવાની હોવાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીને આવકારવા અમરેલી શહેરને શણગારવામાં આવ્યું છે અને રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો, ચોક-ચોરાહા તેમજ વિવિધ સરકારી કચેરીઓ ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠતાં જાણે અમરેલીમાં દિવાળી આવી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

    શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવેલા આકર્ષક લાઈટિંગ, રંગબેરંગી રોશની અને સજાવટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સાંજ પડતાં જ અમરેલી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો શહેરમાં ઉમટી રહ્યા છે. પરિવાર સાથે લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ભવ્ય લાઈટિંગનો નજારો માણી રહ્યા છે. રોશનીથી ઝળહળતા માર્ગો અને ચોક-ચોરાહાઓના કારણે અમરેલીનો માહોલ તહેવારમય બની ગયો છે.

    રાજ્યકક્ષાની ઉજવણીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ પણ આકર્ષક રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે લાઈટિંગના કારણે શહેરની સુંદરતામાં વધારો થયો છે અને લોકોમાં પણ રાજ્યકક્ષાના આ ઐતિહાસિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ૧૫ ઓગસ્ટના રોજ અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.રાજ્યકક્ષાની ઉજવણીના પગલે અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ કાર્યક્રમો અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં કરવામાં આવેલી રોશનીના કારણે રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને પરિવારો માટે આ લાઈટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે અમરેલી જિલ્લાને યજમાન બનવાની તક મળતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. અમરેલી શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી લોકોમાં આ ઉજવણીને લઈને ઉત્સાહ છે. રાજ્યકક્ષાનો આ ભવ્ય કાર્યક્રમ અમરેલીના ઇતિહાસમાં યાદગાર બની રહે તે માટે તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા પણ ઉત્સાહપૂર્વક સહકાર આપવામાં આવી રહ્યો છે.આમ, ૧૫ ઓગસ્ટના રાજ્યકક્ષાના કાર્યક્રમ પૂર્વે અમરેલી શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને રાત્રિના સમયે શહેરનો નજારો જોતા જાણે સ્વાતંત્ર્ય પર્વની સાથે દિવાળીની પણ ઉજવણી થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી
    Next Article Mahisagar: વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    અમરેલી

    Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત

    September 28, 2026
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    September 25, 2026
    અમરેલી

    Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !

    September 25, 2026
    અમરેલી

    Amreli: ખડાધાર-બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,190
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 13:17
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.