Jamnagar તા.૮ઃ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા-બેરાજા ગામે રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા રામશીભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. ૫૩) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તા.૦૬/૦૫/૨૦૨૬ના રોજ સવારે આશરે છ એક વાગ્યાના સમયે થાણાથી પશ્ચિમે અંદાજે ૫.૨ કિ.મી. દૂર આવેલા ખટિયા ગામ ખાતે ગોવિંદભાઈ પરમારના રહેણાંક મકાને આ ઘટના બની હતી.મૃતક રામશીભાઈ અરજણભાઈ પરમાર મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આસોટા ગામના રહેવાસી હતા અને હાલ લાલપુર તાલુકાના ખટિયા-બેરાજા ગામે રહેતા હતા. બનાવ અંગે ગોવિંદભાઈ ડાયાભાઈ પરમાર (રહે. કુબલાવદર, તા.ખંભાળિયા) એ પોલીસને જાણ કરી હતી.મેઘપર (પડાણા) પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. એન. થાનકી ચલાવી રહ્યા છે.

