Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»Fashionની Fashion અને ટાઢ સામે રક્ષણ
    મહિલા વિશેષ

    Fashionની Fashion અને ટાઢ સામે રક્ષણ

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિયાળાએ રંગ જમાવી લીધો છે. ફૂલગુલાબી ઠંડી હોય કે હિલ સ્ટેશનોની હાડ ધુ્રજાવતી ટાઢ, જરૂરિયાત અનુસાર ગરમ કપડાં તો પહેરવા જ રહ્યાં. અને જ્યારે કોઈ હિલ સ્ટેશનની સહેલગાહે ઉપડયાં હોઈએ ત્યારે કડકડતી ઠંડીમાં વધારે ગરમ કપડાંની જરૂર પડે. એટલું જ નહીં, પર્યટન માણતી વખતે સેંકડો ફોટા પાડવામાં આવે તે પણ તદ્દન સહજ વાત છે. હવે  તમે જ કહો કે બધા ફોટાઓમાં એકના એક ગરમ કપડાં ચાલે ખરાં? અને તે પણ સાવ ટ્રેડિશનલ હોય તો શી રીતે ગમે? જોકે આ શિયાળામાં અંગ્રેજી સ્ટાઈલના ગરમ વસ્ત્રોની ફેશન પૂરબહારમાં ખિલી છે. તમે પણ ચાહો તો આવા વિવિધ પેટર્નના ગરમ કપડાં પહેરીને સહેલગાહ માણતી વખતે સરસ મઝાના ફોટા પડાવી શકો. તો ચાલો જોઈએ, આ વર્ષે ગરમ વસ્ત્રોમાં શું નવું છે.

    ફેશન ડિઝાઈનરો કહે છે કે આ વર્ષે ટ્વીડ જેકેટ્સ, વૂલ કાર્ડિગન્સ, વિન્ટેજ સ્કર્ટ્સ અને સ્ટર્ડી બૂટ્સની ફેશન પરત ફરી છે. એક સમયમાં અંગ્રેજો ટાઢમાં આ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરતાં. આ વર્ષે લેયર્સ, ઓવરસાઇઝ સ્કાર્ફ પણ ઈન છે. તમે તમારા ટોપ પર બંધ ગળાનું સ્વેટર અને તેના ઉપર કોલરવાળું જેકેટ પહેરી શકો. આ લેયર તમને પ્રભાવશાળી લુક આપવા સાથે ટાઢથી પણ સુરક્ષિત રાખશે.

    બરબેરી પ્રિન્ટના જેકેટ અમ્બ્રેલા સ્કર્ટ સાથે ખૂબ જચે છે. તમે ચાહો તો આવા જેકેટ સાથે નાના ચેક્સવાળું સ્કર્ટ અને એંકલ બૂટ પહેરી શકો. તેવી જ રીતે બૉક્સ પ્લીટ્સના મીડી પર ફરવાળું જેકેટ સરસ લાગશે. જો તમારું સ્કર્ટ પ્રિન્ટેડ હો તો પ્લેન જેકેટ પહેરો.

    ગળામાં સ્ટાઈલિશ સ્કાર્ફ પહેર્યા પછી તેના ઉપર કોલરવાળું, આખી બાંયનું લોંગ જેકેટ પહેરો. આવું જેકેટ ડેનિમ અને ટી-શર્ટ સાથે કમ્ફર્ટેબલ અને સરસ લાગશે.

    વાઇટ શર્ટ સાથે ફોન કલરનું ગરમ જેકેટ અને એવું જ સ્કર્ટ કેટલું સરસ લાગે. રેગ્યુલર સ્કર્ટ-ટોપની જગ્યાએ ગરમ મિટિરિયલમાંથી બનાવેલા આ જેકેટ – સ્કર્ટને આકર્ષક લુક આપવા જેકેટમાં મોટા પોકેટ બનાવડાવો. જ્યારે સ્કર્ટમાં પેન્ટની પેટર્નના ઓપન પોકેટ સરસ દેખાશે. વાઇટ શર્ટ ઉપર આ ગરમ પોશાક અત્યંત સુંદર લાગશે. તેની સાથે બ્લેક અથવા મરૂન, બ્રાઉન કલરના બૂટ તમારા વ્યક્તિત્વને ધ્યાનાકર્ષક બનાવશે.

    શોર્ટ્સની ફેશન કોઈપણ સીઝનમાં આઉટડેટેડ નથી થતી. હા, શોર્ટ્સ ગ્રીષ્મ અને વરસાદની મોસમમાં વધુ કમ્ફર્ટેબલ લાગે. પરંતુ ફેશનેબલ માનુનીઓ કડકડતી ઠંડીમાં પણ શોર્ટ્સ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શોર્ટ્સ સાથે માત્ર ટી-શર્ટ પહેરવાથી ટાઢથી ન બચી શકાય. આવી સ્થિતિમાં મોનોક્રોમ જેકેટ પહેરો. કહેવાનો અર્થ એ છે કે જો તમે ફોન કલરની શોર્ટ્સ પહેરો છો તો એવા જ રંગનું આખી બાંયનું ગરમ જેકેટ પહેરો. અમે બ્લેક શોર્ટ્સ પહેરો તો શ્યામ જેકેટ પહેરો. આ પોશાક સાથે સ્પોર્ટ્સ શૂઝ સરસ દેખાશે.

    પરંપરાગત રીતે માત્ર સાડી પહેરવાનો આગ્રહ રાખતી મહિલાઓને પણ બ્લાઉઝ જેવું સ્વેટર પહેરવાની બિલકુલ જરૂર નથી. સામાન્ય રીતે સાડી સાથે બ્લાઉઝ જેવું સ્વેટર પહેરવા ન માગતી હોય એવી સ્ત્રીઓ શૉલ ઓઢવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ ચાહે તો આ બંને વચ્ચેનો માર્ગ પસંદ કરી શકે. જેમ કે તેઓ સરસ મઝાની શૉલમાંથી લોંગ સ્લીવલેસ જેકેટ સીવડાવી શકે. ઝીરો નેકનું લોંગ જેકેટ તેઓ ડ્રેસ પર પહેરતી હોય એ રીતે જ સાડી પર પહેરી લે. આવું જેકેટ તેમને ગરમાટો આપવા સાથે આધુનિક લુક પણ આપશે.

    fashion
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 190 થયો, અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ

    May 29, 2025
    ગુજરાત

    Gujarat માં ટીબીના નવા દર્દીની સંખ્યા-મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો

    May 29, 2025
    હેલ્થ

    WHO નો ખાસ રીપોર્ટ,આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી

    May 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.