Bezoor,તા.17
ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત ધોવાયા બાદ ન્યુઝીલેન્ડ સામેનો પ્રથમ ટેસ્ટ આજે બીજા દિવસે શરૂ થયો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યા બાદ પ્રારંભીક ધબડકો થયો હોય તેમ માત્ર 34 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
પ્રથમ ટેસ્ટના બીજા દિવસે આજે ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. પ્રવાસી ન્યુઝીલેન્ડની ઘાતક બોલીંગ સામે પ્રારંભીક ખેલાડીઓ ધડાધડ આઉટ થવા લાગ્યા હતા. કપ્તાન રોહિત શર્મા 2 રને આઉટ થયા બાદ વિરાટ કોહલી, સરફરાજખાન, કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
જયસ્વાલ 13 રને આઉટ થયો હતો, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતના 6 વિકેટે 34 રન થયા હતા. રીષભ પંત 15 રને દાવમાં હતો. ભારતીય ટીમમાં બે ફેરફાર કરાયા હતા. ગીલના સ્થાને સરફરાઝ તથા આકાશદીપના સ્થાને કુલદીપ યાદવને લેવાયા હતા.

