Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    • વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi
    • Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે
    • સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant
    • Ishan Kishan વનડેમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા, અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું
    • Shreyas Iyer ને નોંધપાત્ર નુકસાન, રહેમાનુલ્લાહ ગુરબાઝને આઇસીસી વનડે રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત
    રાજકોટ

    Rajkot: પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો, સ્ટે. ચેરમેનનું તપાસનું રટણ

    Rajkot તા.૧૭

    રાજકોટ શહેરમાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી સામે કાયદાનો કોરડો વીંઝતું તંત્ર રાજકીય વગ ધરાવતા નેતાઓ સામે સાવ નતમસ્તક થઈ જાય છે, તેનો જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે. જેમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત છે. ત્રણેક મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં આ બાંધકામ યથાવત રહ્યું છે. અને તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ આખો બીજો માળ ખડકી દેવાયો છે. જો કે આ બાબત પોતાના ધ્યાનમાં ન હોવાનું અને આ અંગે તપાસ કરી પગલાં લેવામાં આવનાર હોવાનું સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું છે.

    પ્રાપ્ત વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોવાનું ત્રણેક મહિના અગાઉ જ સામે આવ્યું હતું. જે-તે સમયે મામલો મીડિયામાં આવતા જ આ બાંધકામને નોટિસ આપી અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં, પૂર્વ મેયરના આ સ્થળ પર બાંધકામ થોડા દિવસ બાદ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.

    આ ગેરકાયદેસર બાંધકામ મીડિયા કે જનતાની નજરે ચડે નહીં તે માટે બાંધકામની આગળ મોટા-મોટા પડદા લગાવી દેવામાં આવ્યા છે. જેની આડમાં રાત-દિવસ કામ ચાલુ રાખીને કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે. હાલ આ સ્થળ પર દુકાનોના શટર પણ ફીટ કરી દેવાયા છે અને તેની ઉપર આખેઆખો બીજો માળ ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશને સૌપ્રથમ આ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી ત્યારે અહીં માત્ર એક જ માળનું બાંધકામ હતું, પરંતુ સત્તાના જોરે નોટિસને ઘોળીને પી જઈને અત્યારે બીજા માળનું બાંધકામ પણ લગભગ પૂરું કરી દેવામાં આવ્યું છે.

    એક તરફ ચોમાસાની ઋતુ હોવા છતાં હિંગળાજનગર જેવા વિસ્તારોમાં ગરીબ અને સામાન્ય વર્ગના લોકોના કાચા-પાકા મકાનો અને રોડ પરના દબાણો તોડી પાડવા માત્ર ૨૦-૨૦ દિવસની ટૂંકી નોટિસ અપાય છે, બીજી તરફ પૂર્વ મેયરના આ બહુમાળી ગેરકાયદેસર બાંધકામને વહેલી તકે તોડવાને બદલે તેને પૂર્ણ થવાની પૂરેપૂરી તક આપવામાં આવી રહી છે. તંત્રની આ બેવડી નીતિને કારણે લોકોમાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

    આ ગંભીર મામલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ બચાવ મુદ્રામાં આવતા જણાવ્યું હતું કે, આ વિષય અત્યાર સુધી મારા ધ્યાનમાં આવ્યો નહોતો. અને મીડિયાના માધ્યમથી જ મને આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે. ભૂતકાળમાં જ્યારે આ બાંધકામનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે જે-તે સમયે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવી દેવાની કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ જો નોટિસ આપ્યા પછી પણ પડદા બાંધીને બાંધકામ સતત ચાલુ રખાયું હોય અને બીજો માળ પણ બની ગયો હોય, તો આ બાબત ખરેખર ગંભીર છે.

    વધુમાં તેમણે જણાવ્યું કે, હું તાત્કાલિક અસરથી ટીપી શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજીને બાંધકામની સંપૂર્ણ વિગતો અને અત્યાર સુધી થયેલી તપાસનો અહેવાલ મગાવીશ. અને નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજકીય ઓથ ધરાવતા કોઈ વ્યક્તિને કાયદામાંથી કોઈ વિશેષ મુક્તિ કે છૂટછાટ આપવામાં આવતી નથી. અને હિંગળાજનગરના કિસ્સામાં પણ ચોમાસાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી તે કામગીરી સ્થગિત રાખવાની સૂચના અપાઈ છે. પૂર્વ મેયરના આ કેસમાં ટીપી શાખા દ્વારા અત્યાર સુધીમાં વહીવટી સ્તરે શું પગલાં લેવાયા છે અને આ આખી ફાઈલ કયા સ્ટેજ પર અટકેલી છે, તેની તટસ્થ અને ઘનિષ્ઠ તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનું શંકાસ્પદ મોત

    June 17, 2026
    રાજકોટ

    ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ સૌની યોજના

    June 17, 2026
    રાજકોટ

    Rajkot કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનક કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો

    June 17, 2026
    રાજકોટ

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026
    રાજકોટ

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026
    રાજકોટ

    Rajkotના વિમલનગરમાં જમાઈએ પારિવારિક વિખવાદને કારણે નાનાજીની કરી હત્યા

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026

    વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi

    June 17, 2026

    Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે

    June 17, 2026

    સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.