Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026

    Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા
    • Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત
    • Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ
    • સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court
    • મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    • PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ
    • Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
    ગુજરાત

    Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Banaskantha, તા.૩૦

    Banaskanthaની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૧૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમપર્તિ કર્યા હતા. આ સાથે પીએમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં “ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ૮ રિસર્ચ સેન્ટર” (મ્મ્મ્ઇઝ્ર) , બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને ેંૐ્‌-છજીઇજીનું ઇ-લોકાર્પણ તથા બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ સાથે, મેટ્રો, આંગણવાડી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરોડોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ.

    પ્રધાનમંત્રીએ ખેડૂતો અને અન્નદાતાઓને વિકસિત ભારતના સૌથી મજબૂત આધારસ્તંભ ગણાવતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે હંમેશાં ખેડૂતોના કલ્યાણ અને સશક્તીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વર્ષ ૨૦૧૩-૧૪ની સરખામણીએ દેશનું કૃષિ બજેટ પાંચ ગણાથી વધુ વધારવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નાના ખેડૂતોના જીવનનો અભિન્ન હિસ્સો બની છે. ગુજરાતના ૫૦ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.૧,૦૦૦ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના લાખો ખેડૂત પરિવારોને આશરે રૂ.૫૦ કરોડનો લાભ મળ્યો છે. આજે દેશના આશરે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં રૂ.૧૮ હજાર કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે.  પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને નિર્ણયો દ્વારા ખેડૂતોને રૂ.૫૦ લાખ કરોડથી વધુનો લાભ પહોંચાડવામાં આવ્યો છે અથવા તેમની આટલી મોટી બચત થઈ છે. આ અંગે પાંચ મહત્ત્વપૂર્ણ ઉદાહરણો આપતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત નાના ખેડૂતોના બેંક ખાતામાં સીધા આશરે રૂ.૪.૫ લાખ કરોડ જમા કરવામાં આવ્યા છે. દેશના કુલ ખેડૂતોમાં ૮૫ ટકાથી વધુ નાના ખેડૂતો છે અને અમારી સરકારે આ ખેડૂતોની ચિંતા કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડી છે.  આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં થયેલા ભારે વધારાનો બોજ પણ ભારતના ખેડૂતો પર ન પડે તે માટે સરકારે આશરે રૂ.૧૬ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (સ્જીઁ) આપવાના વચનનું પાલન કરતાં છેલ્લાં ૧૨ વર્ષમાં ઘઉં અને ડાંગરના ખેડૂતોને રૂ.૨૪ લાખ કરોડથી વધુની રકમ સ્જીઁ પેટે ચૂકવવામાં આવી છે.

    પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષમાં ખેડૂતોને રૂ.૨ લાખ કરોડથી વધુનું પાક વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે. બીજી તરફ, પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સિંચાઈ ખર્ચ ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આશરે ૧૨ લાખ સોલાર પંપનું વિતરણ કરવામાં આવ્યું છે. તેના કારણે ખેડૂતોને વધારાની વીજળી મળી છે અને ૮૦ કરોડ લિટરથી વધુ ડીઝલ ખરીદવાનો ખર્ચ બચ્યો છે. આ પાંચ મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને નિર્ણયોથી ખેડૂતોને કુલ રૂ.૫૦ લાખ કરોડથી વધુનો આર્થિક લાભ અને બચત થઈ છે. આ રકમથી દેશના ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ભારતીય કૃષિ ક્ષેત્રની ક્ષમતામાં પણ વૃદ્ધિ થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતી એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ ભારતની પરંપરા અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. છેલ્લાં ૧૨ વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અગાઉ ખેડૂતોને પોતાના ખેતરમાં કયા પ્રકારનું અને કેટલા પ્રમાણમાં ખાતર વાપરવું તેની ચોક્કસ જાણકારી મળતી નહોતી. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા ખેતી પદ્ધતિને આધુનિક બનાવવામાં આવી છે. આજે દેશના ખેડૂતો પાસે ૨૬ કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે.

    હવામાનમાં આવતા પરિવર્તનો ખેડૂતો માટે મોટો પડકાર બન્યા છે ત્યારે સરકાર ખેડૂતોને આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવાં નવીન બિયારણો ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેડૂતોને આશરે ૩,૦૦૦ નવી બિયારણની જાતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પશુપાલનને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ગ્રામ્ય મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. છેલ્લાં એક દાયકામાં ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં વિજ્ઞાન તથા ટેક્નોલોજીના ઉપયોગને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પશુઓની સારી ઓલાદથી દૂધ ઉત્પાદન વધે છે, જ્યારે સમયસર રસીકરણ અને યોગ્ય સારવારથી પશુઓને રોગોથી બચાવી શકાય છે. પશુ સ્વસ્થ હશે તો મારા પશુપાલક ભાઈ-બહેનોની આવક પણ વધશે.

    પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગોકુલ મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશી પશુધનની જાળવણી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓલાદ સુધારણા માટે આ મિશન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. Banaskanthaમાં નિર્મિત નવું સંશોધન કેન્દ્ર ગીર, સાહિવાલ અને કાંકરેજ જેવી દેશી ગાયોની ઓલાદો તેમજ મહેસાણા, મુર્રાહ અને જાફરાબાદી જેવી ભેંસોની ઓલાદોના સંવર્ધન અને ગુણવત્તા સુધારણામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. કાંકરેજ ઓલાદ માટે આ દેશનું પ્રથમ આવું સંશોધન કેન્દ્ર બનશે. ખેડૂતને પોતાની વધુ દૂધ આપતી, ઓછી જાળવણી માગતી અને સ્વસ્થ ગાયનાં ઉત્તમ ગુણો આગામી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળે તે માટે ૈંફહ્લ જેવી આધુનિક ટેક્નોલોજી ઉપયોગી બની રહી છે. આનાથી પશુપાલકોને સીધો લાભ મળશે. પશુઓને ખરવા-મોવાસા જેવા રોગોથી બચાવવા સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી મફત રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૧૫૦ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને ૮ કરોડથી વધુ પશુપાલકોનાં પશુઓને મફત રસીકરણનો લાભ મળ્યો છે. આના કારણે પશુપાલકો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે.

    આ પ્રયાસોના પરિણામે દેશના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ગાય કે ભેંસનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન પાંચ લિટરથી ઓછું હતું, જે આજે વધીને આશરે આઠ લિટર થયું છે. વિશ્વમાં દૂધ ઉત્પાદકતામાં સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા દેશ તરીકે ભારત આગળ વધી રહ્યું છે અને આજે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે પશુપાલકોને માત્ર દૂધમાંથી જ નહીં, પરંતુ ગોબર અને કૃષિ અવશેષોમાંથી પણ આવક થાય. આ માટે બનાસ ડેરી જેવી સહકારી સંસ્થાઓના સહયોગથી બાયોગેસ, બાયો-ઝ્રદ્ગય્ અને જૈવિક ખાતરના ઉત્પાદન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આજે બે બાયો-ઝ્રદ્ગય્ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પશુઓને સ્વસ્થ રાખવા, દૂધ ઉત્પાદન વધારવા અને ગોબરનો સંપૂર્ણ ઉપયોગ કરીને ખેડૂતોની આવક વધારવાનો સરકારનો સંકલ્પ છે. પશુપાલનને માત્ર પરંપરા નહીં, પરંતુ ખેડૂતોની આવક વધારવા અને ગામડાંઓને સમૃદ્ધ બનાવવાનું સશક્ત માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય સમૃદ્ધિ માટે સરકાર સર્વાંગી અભિગમ સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસ અને સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સીફૂડની નિકાસ બમણાથી પણ વધુ થઈ છે.

    ખેડૂતોની આવક વધારવા મધમાખી ઉછેરને પણ એક મહત્ત્વપૂર્ણ પૂરક વ્યવસાય તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લાં ૧૨ વર્ષમાં દેશમાં મધના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. આ ક્ષેત્રમાં મહિલા સ્વસહાય જૂથો પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. ભારત આજે કુદરતી મધની નિકાસ કરનારા દેશોમાં વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે.

    વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પમાં ગુજરાત મોખરે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોમાં વિકાસનો અતુટ વિશ્વાસ જગાવ્યો છે. ૨૦૪૭માં દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ’વિકસિત ભારત’, ’આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે આપ્યો હતો.

    Banaskantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAnand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા
    Next Article PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    ગુજરાત

    Anand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા

    October 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026
    અમદાવાદ

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026
    મુખ્ય સમાચાર

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 20:41
    Categories
    Latest News

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026

    Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત

    October 30, 2026

    Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026
    Search
    Main News

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026

    Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.