Rajkot. તાં.20
સોની વેપારીનું રૂ. 40.41 લાખનું સોનુ મેળવી કારીગર ભૂગર્ભમાં ઉતરી જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે મોરબી રોડ પર નાની ફાટક પાસે રહેતાં જયદીપભાઇ હરકીશનભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હારૂન કૌશર શેખ (રહે.જકોટ નવયુગ સ્કુલ પાછળ હાથીખાના શેરી નં.13) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરે બેસી ભકિત ઓર્નામેન્ટ નામે સોનાના દાગીના બનાવવાનુ તથા બહાર સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.
છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટ જુની ગુજરી બજાર જવેલ પોઇન્ટ નામે બીલ્ડીંગમા બીજા માળે દુકાન ધરાવતા હારૂન શેખને તેઓ ફાઇન સોનુ આપત અને કહ્યા મુજબ તે પાંચ છ દીવસમા 1.85 ટકાના વેસ્ટેજ(કમીશન)થી વીસ કેરેટ સોનાના દાગીના બનાવી આપતો હતો.
તેઓને યુવી બાલી, પંજાબી બાલી તથા સોય દોરા લટકણ વિગેરે સોનાના દાગીના બનાવવાના હોય જેથી હારૂનને વાત કરતા તેણે બનાવી આપશે તેમ વાત કરતા ગઈ તા-16/09/2025 ના સોનીબજાર બોધાણી શેરી એબી ટાવરમા આવેલ આર.જે.ઓર્નામેન્ટમાં રૂ.11,42,700 આર.ટી.જી.એસ. થી ટ્રાન્સફર કરેલ અને આર.જે ઓર્નામેન્ટને સો ગ્રામ ફાઈન સોનાનુ બીસ્કીટ આપવા જણાવેલ હતુ અને
હારૂનને વાત કરતા તે આર જે ઓર્નામેન્ટેથી સો ગ્રામ સોનાનુ બીસ્કીટ લઈ ગયેલ હતો.
ફરીયાદીને સોનાના દાગીના વધુ બનાવવાની જરૂર હોય જેથી હારૂનને સોનાના દાગીના બનાવવાનુ કહી આર.જે.ઓર્નામેન્ટમા તા 22/09/2025 ના રોજ રૂ. 28.98,470 આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરી બે સોનાના બીસ્કીટ વિગરે મળી કુલ 257 ગ્રામ ફાઇન સોનુ આપવાનુ કહેતાં તે ફાઇન સોનુ લઈ આવેલ હતા.
આઠ દીવસમા સોનાના દાગીના બનાવી આપીશ તેમ વાત કરેલ બાદ આઠ દીવસ થવા છતા આ હારૂનએ સોનાના દાગીના બનાવી આપેલ ન હોય જેથી ફોનથી દાગીના બની ગયા કે નહી તેમ પુછતા થોડા દીવસમા બનાવી આપીશ તેમ વાત કરેલ અને થોડા દીવસ થવા છતા આ હારૂનએ દાગીના બનાવી આપેલ ન હોય જેથી તેમની દુકાને ગયેલ અને થોડા દીવસમા બનાવી આપુ છુ તેમ વાત કરેલ હતી.
જે બાદ અવાર નવાર બહાના બનાવતા હોય જેથી ઓકટોબર/2025 ના અંતમા તેની દુકાને ગયેલ અને સોનાના દાગીના આપવાનુ કહેતા આપેલ નહી અને અવનવા બહાના બનાવતા હતા અને હાલ તે પોતાની દુકાન બંધ કરી જતા રહેલ હતો. જેથી આરોપી કુલ ફાઇન સોનુ 357 ગ્રામ રૂ.40,41,170 નુ ઓળવી જઈ વિશ્વાસ ઘાત કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

