Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં ૫ ઓગસ્ટથી શરૂ થશે GST ટ્રિબ્યુનલ, હવે હાઇકોર્ટ નહીં જવું પડે, ૧૦૧૧ અરજીઓ નોંધાઈ
    રાજકોટ

    Rajkotમાં ૫ ઓગસ્ટથી શરૂ થશે GST ટ્રિબ્યુનલ, હવે હાઇકોર્ટ નહીં જવું પડે, ૧૦૧૧ અરજીઓ નોંધાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૮

    Rajkotના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આગામી ૫ ઓગસ્ટથી રાજકોટમાં જીએસટી ટ્રિબ્યુનલ બેંચનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટ્રિબ્યુનલ શરૂ થતાં હવે જીએસટી સંબંધિત વિવાદો અને અપીલો માટે કરદાતાઓને હાઇકોર્ટ સુધી જવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટશે અને સ્થાનિક સ્તરે જ ન્યાય મેળવવાનો માર્ગ સરળ બનશે… આ અંગે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓમપ્રકાશ તિવારીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા આર.કે. આઇકોનિક ખાતે ય્જી્‌ ટ્રિબ્યુનલ બેંચ કાર્યરત થશે. અહીં વેપારીઓ અને કરદાતાઓ તેમની ય્જી્‌ સંબંધિત ફરિયાદો, વિવાદો અને અપીલો રજૂ કરી શકશે, જેના કારણે લાંબા સમયથી અટવાયેલા કેસોના ઝડપી નિકાલની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    રાજકોટ જીએસટી ટ્રિબ્યુનલમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧૧ અરજીઓની નોંધણી થઈ ચૂકી છે. ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે કરદાતાએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ઓનલાઈન જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. મુખ્યત્વે ય્જી્‌ એક્ટની કલમ ૭૩, ૭૪, ૧૨૨, ૧૨૯ અને ૧૩૦ હેઠળના વિવાદોને લગતી અપીલો અહીં દાખલ કરી શકાય છે. જો કોઈ ટેક્સ પેયરને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે અથવા જીએસટી વિભાગના નિર્ણયથી તેઓ અસંતોષિત છે, તો તેઓ ટ્રિબ્યુનલમાં અરજી કરીને ન્યાય મેળવી શકે છે. અરજી દાખલ કરતી વખતે નિયત ફી પણ ચૂકવવી પડે છે, જે કેસના પ્રકાર અને રકમના આધારે અંદાજે ૫,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે.

    અત્યાર સુધી વેપારીઓને જીએસટી વિભાગના નિર્ણય સામે આગળની કાનૂની કાર્યવાહી માટે હાઇકોર્ટ સુધી પહોંચવું પડતું હતું. તેમાં સમયની સાથે ખર્ચ પણ વધારે થતો હતો. હવે રાજકોટમાં જ ટ્રિબ્યુનલ ઉપલબ્ધ થતાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના વેપારીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ વ્યવસ્થા વધુ લાભદાયી સાબિત થશે. જીએસટીએટી એટલે કે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની રચનાનો મુખ્ય હેતુ ય્જી્‌ સંબંધિત વિવાદોનું ઝડપી અને સચોટ નિવારણ કરવાનો છે. જ્યારે કોઈ કરદાતા અને જીએસટી વિભાગ વચ્ચે ટેક્સ, દંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અથવા અન્ય કોઈ મુદ્દે મતભેદ ઊભો થાય ત્યારે આ ટ્રિબ્યુનલ એક વિશેષ અપીલ મંચ તરીકે કામ કરશે. તેના કારણે કેસોના નિરાકરણમાં ઝડપ આવશે અને હાઇકોર્ટ પરનો ભાર પણ ઘટશે.

    રાજકોટમાં શરૂ થનારી આ ટ્રિબ્યુનલ બેંચ માત્ર રાજકોટ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશના વેપારીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક સ્તરે સુનાવણી મળતાં મુસાફરીનો ખર્ચ ઘટશે, કાનૂની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વેપારીઓ પોતાના વ્યવસાય પર વધુ ધ્યાન આપી શકશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓમપ્રકાશ તિવારીએ વેપારીઓને અપીલ પણ કરી છે કે તેઓ જીએસટી ટ્રિબ્યુનલની આ નવી સુવિધાનો મહત્તમ લાભ લે. તેમણે જણાવ્યું કે ટ્રિબ્યુનલ શરૂ થતાં કરદાતાઓને વધુ સરળ, પારદર્શક અને સુલભ ન્યાય પ્રક્રિયા મળશે. સાથે જ જીએસટી સંબંધિત અપીલો અને ફરિયાદોના ઝડપી નિકાલથી વેપાર જગતમાં વિશ્વાસ પણ વધશે.

    રાજકોટમાં ૫ ઓગસ્ટથી શરૂ થનારી જીએસટી ટ્રિબ્યુનલ બેંચને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્તરે અપીલ અને સુનાવણીની સુવિધા ઉપલબ્ધ થતાં કરદાતાઓને સમયસર ન્યાય મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને સમગ્ર જીએસટી વિવાદ નિવારણ વ્યવસ્થા વધુ અસરકારક બનશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRobotને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે
    Next Article Chinaએ ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા: સેટેલાઈટ ઈમેજમાં દાવો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    રાજકોટ

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026
    રાજકોટ

    Rajkot: સસ્તા સોના અને ડોલરના નામે ત્રણ સાથે રૂા. 35 લાખની ઠગાઇ

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.