Rajkot તા.૨૯
કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીમાં તારીખ ૨૯/૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુરૂ પૂજન, વક્તૃત્વ સ્પર્ધા અને ગુરુ મહાત્મ્ય વિશે વ્યાખ્યાન એમ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભ માં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના તમામ પ્રાધ્યાપકોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનવ જીવનમાં ગુરુની ભૂમિકા અને મહત્વ આ વિષય પર આયોજિત વકૃત્વ સ્પર્ધામાં કોલેજના આર્ટસ અને કોમર્સના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના પ્રોફેસર ડો. જે.વી કરંગીયા અને ડો. રાજીબેન વાઘ દ્વારા વિદ્યાર્થીઓને માનવજીવનમાં ગુરુના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો.પૂર્વીબેન પરમાર પ્રો. દિપાલીબેન અગ્રાવત અને પ્રો.કુસુમબેન ચોટલીયા દ્વારા નિર્ણાયક ની જવાબદારી નિભાવવામાં આવી હતી. આ તકે એન.સી.સી સિટીઓ મનનભાઈ કલોલા દ્વારા કેડેટ્સ માટે રેન્ક સેરેમનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. કે.જી છાયા સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.જે.વી કરંગીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

