Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Waqf Law વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કાલ સુધી સ્થગિત
    રાષ્ટ્રીય

    New Waqf Law વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કાલ સુધી સ્થગિત

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૬

    નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં ૭૩ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી આજે દસ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

    મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનનની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ ૫ એપ્રિલે સંસદમાં ચર્ચા દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે નોંધ લીધી છે કે, આ મુદ્દે સર્જાયેલી હિંસા એ ખૂબ જ હેરાન કરનારો મામલો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે ગુરૂવારે બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કર્યો છે.

    સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે, જ્યારે કાયદો પસાર થાય છે ત્યારે અમે હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ આ કાયદામાં અપવાદો ઘણા છે. અહીં વક્ફ બાય યુઝરના કિસ્સામાં ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાશે. વક્ફ બાય યુઝર ૧૯૪૦થી લાગુ છે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બાય યુઝરની સંપત્તિઓને રદ કરવાની કવાયત પર આકરા સવાલો પૂછ્યા હતાં. ઝ્રત્નૈંએ સ્પષ્ટપણે કહ્યું કે, જો આ સંપત્તિઓને ડિનોટિફાઈ (રદ કરવામાં આવશે, તો તે એક મોટો મુદ્દો બની શકે છે. સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને ઝ્રત્નૈંએ પૂછ્યું કે, તમે હજી પણ મારા સવાલનો જવાબ આપી રહ્યા નથી. શું વક્ફ બાય યુઝરની માન્યતા રદ કરવામાં આવશે કે નહીં?  જેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, જો સંપત્તિ રજિસ્ટર્ડ છે, તો તે વક્ફ ગણાશે. જેના પર ઝ્રત્નૈંએ કહ્યું કે, વક્ફ બાય યુઝર સંપત્તિઓને રદ કરવામાં આવી તો તે ગંભીર મુદ્દો બનશે.

    સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, વક્ફ સંશોધન બિલ પર વિચાર વિમર્શ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૮ બેઠકો યોજાઈ, ૯૨ લાખ બાબતોની તપાસ કરી. લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ મહોર લગાવી હતી.  નવા વક્ફ કાયદામાં હવે શિયાને પણ સ્થાન મળશે. પહેલા માત્ર સુન્નીને સ્થાન મળતુ હતું.

    કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો કે કાયદામાં કલેક્ટરને કઈ જમીન વકફ છે અને કઈ નથી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વિવાદ હશે, તો સરકારનો આ માણસ નિર્ણય લેશે, એટલે કે, તે પોતે જ પોતાના કેસમાં ન્યાયાધીશની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

    કપિલ સિબ્બલે વક્ફ કાયદાનો વિરોધ કરતા કહ્યું કે પહેલા ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકતા હતા પરંતુ હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. કલમ ૨૬ કહે છે કે બધા સભ્યો મુસ્લિમ હશે. કાયદાના અમલ પછી, વકફ ડીડ વિના કોઈ વકફ ન બનાવી શકાય. સરકાર કહે છે કે વિવાદના કિસ્સામાં સરકારનો એક અધિકારી તપાસ કરશે. આ ગેરબંધારણીય છે.

    વકફ કાયદા વિરુદ્ધ દલીલ કરતાં સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે. તમે કોણ છો એવું કહેવાવાળા કે હું વકફ બાય યૂઝર ન બની શકું. મુસ્લિમોએ હવે વકફ બનાવવા માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે.

    વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અરજદારોની દલીલ એ છે કે વક્ફ ઈસ્લામ ધર્મનો આધાર અને ફરજિયાત છે. દાન કરવું ઈસ્લામમાં જરૂરી પ્રથા છે. વક્ફનો સુધારેલો કાયદો રાજ્યની તરફેણમાં છે અને તે ધર્મ પરથી નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે.

    વક્ફની મોટાભાગની મિલકતો અને જમીનો ૧૦૦ વર્ષ પહેલા વક્ફ કરવામાં આવી હતી. તો પછી આના પુરાવા ક્યાંથી લાવીશું. આવા મુદ્દાઓ અનેક રાજ્યોમાં સામે આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે અને નિર્ણય કરવાની જરૂર છે.

    સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું કે સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. કલમ ૨૬ ધર્મનિરપેક્ષ છે. આ બધા સમુદાયોને લાગુ પડે છે.

    કોર્ટમાં વકફ કાયદાનો વિરોધ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે જો હું વકફ કરવા માગતો હોઉં તો શું મારે પુરાવા આપવા પડશે કે હું પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યો છું. જો હું મુસ્લિમ ધર્મમાં જ જન્મ્યો હોઉં તો મારે આ બધું કેમ કરવું પડે?  મારો પર્સનલ લૉ અહીં લાગુ પડશે. આ ૨૬ કરોડ લોકોના અધિકારોનો પ્રશ્ન છે. શું અધિકારીઓ નક્કી કરશે કે કઈ મિલકત કોની છે? આનાથી સરકારી દખલગીરી વધશે. સીજેઆઈએ કહ્યું કે સમય ઓછો છે, તમારે ફક્ત મહત્વપૂર્ણ બાબતો વિશે જ વાત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન, કપિલ સિબ્બલે કલમ ૨૬ નો હવાલો આપતા કહ્યું કે વકફ કાયદો મુસ્લિમ ઉત્તરાધિકારનું ઉલ્લંઘન કરે છે. વકફ કાયદો ધાર્મિક બાબતોમાં દખલગીરી કરે છે.

    new Waqf law Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.