Mumbai,તા.19
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક ટોમ નૂનનના નિધનના સમાચારથી સિનેમા જગતમાં શોક છે. 74 વર્ષની વયે તેમણે 14 ફેબ્રુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ટોમ નૂનન તેમના શાનદાર અભિનય અને અનોખા અંદાજ માટે જાણીતા હતા.
ખાસ કરીને `રોબોકોપ 2’માં તેમની `રોબોકેન’ની ભૂમિકા અને `લાસ્ટ એક્શન હીરો’ જેવી ફિલ્મો દ્વારા તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. 1980માં ફિલ્મ ‘વિલી એન્ડ ફિલ’થી અભિનયની શરૂઆત કરનાર ટોમે ચાર દાયકા સુધી ચાલેલી પોતાની કારકિર્દીમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
ટોમ નૂનનના નિધનની પુષ્ટિ તેમની નજીકની મિત્ર અને સહ-કલાકાર કેરેન સિલાસે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા કરી છે. કેરેને જણાવ્યું હતું કે ટોમ સાથે કામ કરવું તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને આજે પણ એક અભિનેતા તરીકે તેમના જીવન પર ટોમનો પ્રભાવ જોવા મળે છે.

