Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»માળિયામાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપી પતિને પાંચ વર્ષની સખ્ત કેદની સજા
    મોરબી

    માળિયામાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપી પતિને પાંચ વર્ષની સખ્ત કેદની સજા

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.07

    સાસુ અને સસરાને નિર્દોષ છોડવા કોર્ટે હુકમ કર્યો

    માળિયાના ખાખરેચી ગામે વર્ષ ૨૦૧૬ માં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી જાત જલાવી આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જયારે સાસુ અને સસરાને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો

    ગત તા. ૧૭-૦૨-૨૦૧૬ ના રોજ રોહીશાળા ગામના રહેવાસી સવિતાબેન વિરજીભાઈ કાલરીયા નામની મહિલાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પુષ્પાબેન (૩૫) ના લગ્ન ખાખરેચી નિવાસી જયેશ ચંદુ પારેજીયા નામના યુવાન સાથે કર્યા હતા જે દરમિયાન તેના પતિ જયેશ ચંદુ પારેજીયા, સસરા ચંદુભાઈ પારેજીયા અને સાસુ લલીતાબેન એ ત્રણેય એકસંપ કરીને પુષ્પાબેનને ઘરકામ મામલે અવારનવાર ત્રાસ આપતા હતા  તેમજ તેના ચારિત્ર્ય અંગે પણ શંકાઓ કરતા હતા. વળી થોડા સમય પૂર્વે જ પરિણીતાના પતિએ તેના બાપના ઘરેથી પૈસા લઇ આવવા માટે પણ દબાણ કર્યું હતું જે પૈસા લઇ આવીને આપી દીધા હોવા છતાં શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું જે ત્રાસ સહન ના થઈ સકતા કંટાળી ગયેલી પરિણીતાએ ગત તા. ૧૩ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે આખા શરીરે કેરોસીન છાંટીને  જાત જલાવી લીધી હતી જેના પગલે પરિણીતાનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પરિણીતાની માતાએ આજે ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે પતિ સહિતના ત્રણેય સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી

    જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ જયેશ ચંદુભાઈ પારજીયા રહે ખાખરેચી તા. માળિયા વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ ના શિક્ષાપાત્ર ગુનામાં સી.આર.પી.સી કલમ ૨૩૫ (2) અન્વયે ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ જો દંડ ના ભરે to વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા, ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ (ક) ના શિક્ષાપાત્ર ગુનામાં સીઆરપીસી કલમ ૨૩૫ (2) અન્વયે ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ ભારતીય દંડ સહીનતાની કલમ ૩૨૩ ના શિક્ષાપાત્ર ગુનામાં સી.આર.પી.સી કલમ ૨૩૫ (2) અન્વયે ૧ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ દંડ ફટકાર્યો છે જે સજા એકસાથે ભોગવવાની રહેશે

    જયારે આરોપી સસરા ચંદુભાઈ લાલજીભાઈ પારજીયા અને સાસુ લલીતાબેન ચંદુભાઈ પારજીયાને કલમ ૩૦૬,૩૨૩, ૪૯૮ (ક) ની સાથે વાંચતા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે

     

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026
    મોરબી

    Wankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiમાં ત્રિપલ મર્ડરના ગુનામાં દસ માસથી ફરાર આરોપી ઝડપાયો

    July 15, 2026
    મોરબી

    Morbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો

    July 15, 2026
    મોરબી

    Morbiના વીસીપરામાં બે અલગ-અલગ દરોડા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiના નટરાજ ફાટક પાસે નવનિર્મિત ઓવરબ્રિજના એક પિલરમાં બેદરકારી, તોડી પાડવા આદેશ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.