Raipur,તા.16
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને શાનદાર વિજય અપાવ્યો હતો. 13 મેના રોજ રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા.
આરસીબીએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 193 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રન ચેઝ દરમિયાન, વિરાટ કોહલીએ કંઈક એવું કહ્યું જે સ્ટમ્પ માઈક પર કેદ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયા માટે તેના રમવા પર પ્રશ્નો ઉભા થયા છે.
વિરાટ કોહલી કહે છે, “હું ચોક્કસ આ શોટ મારીશ. હવે જ્યારે મારે ભારત માટે રમવાનું નથી, તો હું દરેક શોટ મારીશ.” આ વાત સ્ટમ્પ માઈક પર રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ વીડિયો રિલીઝ થયા પછી, એવા પણ પ્રશ્નો ઉભા થયા છે કે શું વિરાટ કોહલી હવે ભારત માટે નહીં રમે. કોહલીએ 2024 T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ગયા સીઝનની IPL દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વાયરલ વીડિયો સૂચવે છે કે, વિરાટ કોહલી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉલ્લેખ કરી રહ્યો છે, કારણ કે તે હવે ભારત માટે T20 ક્રિકેટ રમતો નથી. વિરાટ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોવા છતાં, તે હજુ પણ ઈંઙકમાં ધૂમ મચાવી રહ્યો છે.

