Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં યુવકને માર મારી રૂ.૬ હજાર પડાવી લીધા બાદ નગ્ન કરી વીડિયો ઉતાર્યો!
    જામનગર

    Jamnagarમાં યુવકને માર મારી રૂ.૬ હજાર પડાવી લીધા બાદ નગ્ન કરી વીડિયો ઉતાર્યો!

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026Updated:September 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મિત્રને માર મારવાનો વિરોધ કરતાં ચાર શખ્સોએ યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫ઃ

    જામનગરમાં એક યુવકને પોતાના મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે ચાર શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હતી. એટલું જ નહીં, બે શખ્સોએ યુવકના કપડાં ઉતારી નગ્ન હાલતમાં મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓએ યુવકની એક્ટિવામાં પથ્થર મારી તોડફોડ કરી તેમજ મોબાઇલ ફોન પણ ફોર્મેટ કરીને નુકસાન પહોંચાડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    આ બનાવ અંગે ઢીંચડા વિસ્તારમાં તીરૂપતિ શેરી નં.૮માં રહેતા અને અભ્યાસ કરતા ૧૮ વર્ષના યશપાલસિંહ મિલનસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૭ સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં યશપાલસિંહ પોતાના મિત્ર શ્રીરાજ સાથે તેની ફોરવ્હીલમાં ગાંધીનગર વિસ્તારમાં ગયો હતો. બાદમાં શ્રીરાજ ઘરે ચાલ્યો જતાં યશપાલસિંહ તેની એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ગૌતમ પરમારને દિવ્યરાજસિંહ સરવૈયાનો ફોન આવ્યો હતો અને નાયરા પેટ્રોલપંપ, એરફોર્સ રોડ, ઢીંચડા ખાતે બોલાવ્યા હતા.

    યશપાલસિંહ પોતાની એક્ટિવામાં ધ્રુવરાજસિંહ જાડેજા અને ગૌતમ પરમાર સાથે રાત્રિના આશરે બે વાગ્યે નાયરા પેટ્રોલપંપ પાસે પહોંચ્યો હતો. ત્યાં દિવ્યરાજસિંહ ઉપરાંત મોહિત ઉર્ફે ઉકેડીયો હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ દિવ્યરાજસિંહે ગૌતમને કહ્યું હતું કે તેને મયુર હાથલીયા સાથે માથાકૂટ થઈ છે અને તેને મારવો છે. યશપાલસિંહે મયુર પોતાનો મિત્ર હોવાનું કહી તેને માર મારવાની ના પાડી હતી.

    આ વાતથી ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહે યશપાલસિંહને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો આપવાની ના પાડતાં તેને થપ્પડ મારી હતી. ત્યારબાદ દિવ્યરાજસિંહ, ગૌતમ, ધ્રુવરાજસિંહ અને મોહિત ઉર્ફે ઉકેડીયાએ ભેગા મળી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન દિવ્યરાજસિંહે પોતાની સાથે દારૂ પીધો હોવાનું કહી તેના પૈસા આપવાની માંગણી કરી હતી. યુવકે પૈસા આપવાની ના પાડતાં આરોપીઓએ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદના અલગ-અલગ ભાગમાં રોકડ રકમ રૂ.૬,૦૦૦ અને રૂ.૧,૦૦૦નો ઉલ્લેખ છે.

    ત્યારબાદ ગૌતમ પરમાર અને દિવ્યરાજસિંહે ભેગા મળી યુવકના તમામ કપડાં બળજબરીથી ઉતારી નાખ્યા હતા અને ધ્રુવરાજસિંહ તથા મોહિતે પોતાના મોબાઇલ ફોનમાં યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલેથી પણ આરોપીઓ અટક્યા ન હતા. ચારેયે ભેગા મળી સ્થળ પર પડેલી યશપાલસિંહની એક્ટિવા પર પથ્થર મારી તોડફોડ કરી નુકસાન કર્યું હતું. ગૌતમે યુવકના મોબાઇલ ફોનને ફોર્મેટ કરી નીચે પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફરીથી ચારેયે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.

    યુવક રાડારાડી કરતાં નજીકમાં રહેલા જયપાલસિંહ ચુડાસમા સહિત ત્રણ વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેને આરોપીઓના મારમાંથી છોડાવ્યો હતો. જયપાલસિંહે યુવકને કપડાં પણ આપ્યા હતા. બાદમાં ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ફરી યુવકને દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ બનાવમાં યુવકને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હોવાનું અને તે આરોપીઓથી ડરી ગયેલો હોવાથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ન હોવાનું જણાવાયું છે. જોકે બાદમાં તેણે ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૦૮(૨), ૩૨૪(૪), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહિત ઉર્ફે ઉકેડીયાના નામ સામે આવ્યા છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં વરસાદ પડ્યો, પણ ડેમ તરસ્યા, સૌની યોજનાથી પાણી આપવા તૈયારી
    Next Article Jamnagar: કાલાવડમાં પાણીની મોટર ચાલુ કરવા જતા ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar આપમાં મોટું ભંગાણ :ત્રણ સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં

    October 31, 2026
    જામનગર

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar ખાતે ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો

    October 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 05:02
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.